________________
૨૦૮
આગમ કથાનુયોગ–૪
કરાવીને નગરરોધ માટે સજ્જ થઈને ત્યાં રહ્યો.
ત્યારે કૃષ્ણ વાસુદેવ જ્યાં અપરકંકા નગરી હતી, ત્યાં પહોંચ્યા, ત્યાં પહોંચીને રથને રોક્યો, નીચે ઉતર્યા, ઉતરીને વૈક્રિય સમુદ્ઘાત કર્યો અને એક વિશાળ નરસિંહ રૂપની વિકુર્વણા કરી, કરીને ભયંકર ગર્જનાની સાથે જમીન પર પગ પટક્યા.
ત્યારે કૃષ્ણ વાસુદેવની તે ભયંકર ગર્જનાની સાથે પગ પટકવાથી અપરકંકા રાજધાનીના પ્રાકાર, ગોપુર, અટ્ટાલિકા, ચારિક, તોરણો પડી ગયા અને શ્રેષ્ઠ ભવન અને શ્રીગૃહ તહસ—નહસ થઈને સડસડાટ કરતા ધરતી પર પડવા લાગ્યા.
ત્યારપછી તે પદ્મનાભ રાજા અપરકંકા રાજધાનીના પ્રાકાર, ગોપુર, અટ્ટાલિકાઓ, ચારિક, તોરણ, આસન આદિને પૂર્ણરૂપે ભગ્ન અને શ્રેષ્ઠ ભવનો તથા શ્રીગૃહોને સડસડાટ કરતા જમીન પર પડતા જોઈને ભયભીત થઈને દ્રૌપદીદેવીના શરણમાં આવ્યો. ત્યારે દ્રૌપદીદેવીએ પદ્મનાભ રાજાને આ પ્રમાણે કહ્યું–
હે દેવાનુપ્રિય ! શું તમે જાણતા નથી કે પુરુષોત્તમ કૃષ્ણ વાસુદેવનું અનિષ્ટ કરી તું મને અહીં લાવ્યો છે ? ઠીક છે, જે થયું તે થયું, હવે હે દેવાનુપ્રિય ! તમે જાઓ અને સ્નાન કરીને ભીના વસ્ત્રો ધારણ કરીને અને તે પહેરેલા વસ્ત્રનો છેડો નીચે રાખીને તથા અંતઃપુરની રાણીઓ આદિ પરિવારને સાથે લઈને, ભેંટને માટે શ્રેષ્ઠ રત્નોને હાથમાં લઈને અને મને આગળ કરીને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડીને, પગે પડીને કૃષ્ણ વાસુદેવના શરણમાં જાઓ. હે દેવાનુપ્રિય ! પુરુષોત્તમ પ્રણિપતિત વત્સલ હોય છે.
ત્યારપછી પદ્મનાભે દ્રૌપદીદેવીના તે કથનને સાંભળીને સ્નાન કર્યું અને ભીના વસ્ત્રો ધારણ કર્યા. પહેરેલા વસ્ત્રનો છેડો નીચે લટકાવ્યો. અંતઃપુર પરિવારથી પરિવેષ્ટિત થઈને, ભેટને માટે શ્રેષ્ઠ રત્નોને હાથમાં લઈને, દ્રૌપદીદેવીને આગળ કરીને, બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડી, કૃષ્ણ વાસુદેવના ચરણોમાં પડીને શરણું લીધું અને શરણ લઈને આ પ્રમાણે કહ્યું–
હે દેવાનુપ્રિય ! મેં આપ દેવાનુપ્રિયની ઋદ્ધિ, દ્યુતિ, યશ, બળ, વીર્ય, પુરુષાર્થ, પરાક્રમના દર્શન કર્યા છે. હે દેવાનુપ્રિય ! હું ક્ષમા માંગુ છું. આપ દેવાનુપ્રિય મને ક્ષમા કરો. હે દેવાનુપ્રિય ! ક્ષમા ઇચ્છું છું. ફરી આવું નહીં કરું. એ પ્રમાણે કહીને નતમસ્તક થઈ અંજલિપૂર્વક ચરણોમાં પડીને કૃષ્ણ વાસુદેવના હાથમાં દ્રૌપદીદેવીને સોંપી દીધી. ૦ દ્રૌપદી સહિત બધાંનું પાછું આવવું :–
ત્યારપછી કૃષ્ણ વાસુદેવે પદ્મનાભને આ પ્રમાણે કહ્યું, અરે ઓ પદ્મનાભ ! અપ્રાર્થિતની પ્રાર્થના કરનાર, દુરંત પ્રાંત લક્ષણવાળા ! હીન પુણ્ય ! ચૌદશીયા, શ્રી, હ્રી, ધૃતિ, કીર્તિ રહિત ! શું તું મને જાણતો નથી કે તે મારી બહેન દ્રૌપદીદેવીને શીઘ્ર અહીં લાવ્યો ? આવું કર્યા પછી પણ હજી એવું નથી કે તને મારા તરફથી ભય હોય – એમ કહીને પદ્મનાભને વિદાય કર્યો અને દ્રૌપદીદેવીને ગ્રહણ કરી, ગ્રહણ કરીને રથ પર આરૂઢ થયા, આરૂઢ થઈને જ્યાં પાંચ પાંડવો હતા, ત્યાં આવ્યા. ત્યાં આવીને દ્રૌપદીદેવીને પાંડવોને સોંપી દીધી.
ત્યારપછી પાંચે પાંડવોની સાથે છટ્ઠા સ્વયં કૃષ્ણ વાસુદેવ એ છએ રથોમાં