________________
શ્રમણી કથા
૨૭૯
બેસીને લવણસમુદ્રની વચ્ચોવચ્ચ થઈને જ્યાં જંબૂદ્વીપનું ભરતક્ષેત્ર હતું હતું. ત્યાં જવાને માટે ઉદ્યત થયા. ૦ બે વાસુદેવોનું શંખ દ્વારા મિલન :
તે કાળે, તે સમયે ઘાતકીખંડના હીપના પૂર્વાર્ધ ભાગમાં ભરતક્ષેત્રમાં ચંપા નામની નગરી હતી. ત્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું. તે ચંપાનગરીમાં કપિલ નામક વાસુદેવ રાજા હતો. જે રાજાઓમાં મહાહિમવાનું, મલયમંદર પર્વતની સમાન શ્રેષ્ઠ હતો. તે કાળે તે સમયે અત્ મુનિસુવ્રત ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં પધાર્યા. કપિલ વાસુદેવે ધર્મશ્રવણ કર્યું.
તે સમયે મુનિસુવ્રત અત પાસે ધર્મશ્રવણ કરતા એવા કપિલ વાસુદેવે કૃષ્ણ વાસુદેવના શંખનો ધ્વનિ સાંભળ્યો. ત્યારે તે કપિલ વાસુદેવના મનમાં આવા પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો – શું ધાતકીખંડ હીપના ભરતક્ષેત્રમાં બીજા વાસુદેવ ઉત્પન્ન થયા છે? જેના શંખનો શબ્દ એવો માલૂમ પડે છે – જાણે કે, મારા મુખના વાયુ વડે પૂરિત થયો હોય. કપિલ વાસુદેવે આવો શબ્દ સાંભળ્યો.
ત્યારે મુનિસુવ્રત અને કપિલ વાસુદેવને આ પ્રમાણે પૂછયું, હે કપિલ વાસુદેવ ! મારી પાસે ધર્મશ્રવણ કરતા-કરતા તને તે શંખ ધ્વનિ સાંભળીને આવા પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે, ઘાતકીખંડકીપના ભરતક્ષેત્રમાં શું કોઈ બીજો વાસુદેવ ઉત્પન્ન થયો છે કે, જેના આ શંખનો ધ્વનિ મારા મુખના વાયુ વડે પૂરિત થઈને જાણે ફેલાઈ રહ્યો હોય તેમ લાગે છે ? તો હે કપિલ વાસુદેવ ! શુ મારુ આ કથન સત્ય છે ?
હા, સત્ય છે.
ત્યારે મુનિસુવ્રત અતિ પુનઃ કહ્યું, હે કપિલ વાસુદેવ ! એવું ક્યારેય થયું નથી, થતું નથી, થશે પણ નહીં કે, એક ક્ષેત્રમાં, એક યુગમાં અને એક સમયે જ બે અરિહંત, બે ચક્રવતી, બે બળદેવ કે બે વાસુદેવ ઉત્પન્ન થયા હોય, થતા હોય કે ભાવિમાં થાય.
પણ વાત એમ છે કે, હે વાસુદેવ! જંબૂદ્વીપના ભરતક્ષેત્રના હસ્તિનાપુર નગરથી પાંડુરાજાની પુત્રવધૂ. પાંચ પાંડવોની પત્ની દ્રૌપદીદેવીને તારો પદ્મનાભ રાજા પોતાના પૂર્વના સાથી દેવના દ્વારા અપહત કરાવીને અપરકંકા નગરીમાં લઈ આવ્યો હતો. તેથી કૃષ્ણ વાસુદેવ પાંચ પાંડવો સહિત અને છઠા સ્વયં રથો પર આરૂઢ થઈ દ્રૌપદીદેવીને પાછી લઈ જવા માટે અપરકંકા રાજધાનીમાં આવ્યા હતા. ત્યારે પદ્મનાભ રાજા સાથે યુદ્ધ કરતી વખતે તે કૃષ્ણ વાસુદેવ દ્વારા કરાયેલ આ શંખનાદ તારા મુખના વાયુથી પૂરિત થયેલો હોય તેવો પ્રતીત થઈ રહ્યો હતો.
ત્યારપછી કપિલ વાસુદેવે મુનિસુવ્રત અહંતને વંદન-નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યો, હે ભદંત ! હું જાઉં અને પુરુષોત્તમ અને સદશપુરુષ કૃષ્ણ વાસુદેવના દર્શન કરું.
ત્યારે મુનિસુવ્રત અતિ તે કપિલ વાસુદેવને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! આવું ક્યારેય થયું નથી થતું નથી અને થશે પણ નહીં કે જ્યારે એક તીર્થકર બીજા તીર્થકરને જુએ, ચક્રવર્તી બીજા ચક્રવર્તીને જુએ, બળદેવ બીજા બળદેવને જુએ, વાસુદેવ બીજા