________________
શ્રમણી કથા
ગયા, સામે જઈને આ પ્રમાણે કહ્યું, આજ અમે નહીં અથવા પદ્મનાભ રાજા નહીં. એમ કહીને યુદ્ધ કરવા લાગ્યા. ત્યારે તે પદ્મનાભ રાજાએ અમને જલ્દીથી હાથ–મથિત કરી દીધા, શ્રેષ્ઠ યોદ્ધાને ઘાયલ જેવા કરી દીધા અને પતિત સંકેત ધ્વજાવાળા કરી દીધા, કંઠગત પ્રાણવાળા બનાવીને દિશા–વિદિશામાં અહીંતહીં ભગાડી દીધા.
૨૭૭
ત્યારે કૃષ્ણ વાસુદેવે તે પાંચ પાંડવોને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! જો તમે એમ બોલ્યા હોત કે, આજે અમે જ છીએ અને પદ્મનાભ નથી અને આમ બોલીને જો યુદ્ધ કર્યું હોત તો પદ્મનાભ તમને હત, મથિત, વિનાશિત શ્રેષ્ઠવીર જેવા, પતિત સંકેત ધ્વજા પતાકાવાળા અને કંઠગત પ્રાણયુક્ત બનાવી દિશા–વિદિશામાં ભગાડી શક્યો ન હોત.
હે દેવાનુપ્રિયો ! હવે તમે જો જો કે, હવે માત્ર હું જ છું અને પદ્મનાભ રાજા નથી એમ કહીને પદ્મનાભ રાજાની સાથે યુદ્ધ કરું છું. આમ કહીને પછી કૃષ્ણ વાસુદેવ રથ પર આરૂઢ થયા, આરૂઢ થઈને જ્યાં પદ્મનાભ રાજા હતા તેમની સામે પહોંચ્યા, પહોંચીને શ્વેત, ગાયના દૂધના ફીણ, મોતીઓના હાર સમાન શ્વેત, મલ્લિકા પુષ્પ, નિર્ગુડ઼ીપુષ્પ, કુંદપુષ્પ, ચંદ્રમા સમાન ઉજ્વલ શ્વેત, પોતાની સેનામાં હર્ષ ઉત્પન્ન કરનારા અને શત્રુસૈન્યનો વિનાશ કરનારો પંચજન્ય શંખ હાથમાં લીધો. લઈને મુખના વાયુથી ફૂંક્યો – (શંખ વગાડ્યો).
ત્યારે તે શંખના ધ્વનિથી તે પદ્મનાભની સેનાનો ત્રીજો ભાગ હત, મથિત, વિનાશિત, પ્રવરવીર ઘાતિત, પતિત સંકેત ધ્વજાવાળો અને કંઠગત પ્રાણવાળા થઈને અહીં—તહીં દિશા–વિદિશામાં ભાગી ગયા.
---
ત્યારપછી કૃષ્ણ વાસુદેવે તત્કાળ ઉદિત અતિશય શોભાવાળા ચંદ્ર અને ઇન્દ્રધનુષ સદેશ આકારવાળા, અહંકારથી ગર્વિષ્ઠ શ્રેષ્ઠ ભેંસના નિબિડ પુદ્ગલોથી નિષ્પન્ન સઘન છિદ્રરહિત શીંગડા સમાન મજબૂત, શ્રેષ્ઠ નાગપ્રધાન મહિષ, શ્રેષ્ઠ કોકિલ, ભ્રમરસમૂહ અને નીલગુટિકા જેવી સ્નિગ્ધ કાળી કાંતિવાળા, તેજ વડે જાજ્વલ્યમાન અને નિર્મળ પૃષ્ઠ ભાગવાળા, નિપુણ શૈલીએ નિર્મિત દેદીપ્યમાન મણિરત્નોની ઘંટિકાથી પરિવેષ્ટિત, વીજળી જેવા રક્તવર્ણી નવીન કિરણોવાળા, તપનીય સુવર્ણથી નિર્મિત ચિન્હોવાળા, દર્દર મલયગિરિના શિખરના વાસી સિંહની કેસરા, ચમરી ગાયની પૂંછના વાળ અને અર્ધચંદ્રાકાર ચિન્હ જેના પર બનેલા છે, કૃષ્ણ, હરિત, લાલ, પીળા, શ્વેત વર્ણના સ્નાયુઓ વડે જેની પ્રત્યંચા બંધાયેલી છે તેવા અને શત્રુઓના જીવનનો અંત કરનારા ધનુષ્યને હાથમાં લીધું. હાથમાં લઈને તેના પર પ્રત્યંચા ચઢાવી, ધનુલ્ ટંકાર કર્યો. ત્યારે તે પદ્મનાભની સેનાનો બીજો ત્રિભાગ તે ધનુપ્ ટંકારથી હત, મથિત, નષ્ટ શ્રેષ્ઠવીરોવાળો, પતિત સંકેત ચિહ્ન ધ્વજાપતાકાયુક્ત અને કંઠોપગત પ્રાણવાળા થઈને અહીંતહીં દિશા–વિદિશામાં ભાગી ગયો.
ત્યારપછી સેનાનો એક તૃતીયાંશ ભાગ બાકી રહેવાથી તે પદ્મનાભ રાજા સામર્થ્યહીન, બળહીન, વીર્યહીન, પુરુષાર્થ-પરાક્રમ હીન થઈને હવે પ્રાણ બચાવવા સંભવ નથી, એમ વિચારીને શીઘ્ર, ત્વરિત, ચપળ, પ્રચંડ વેગથી કાંપતો જ્યાં અપરકંકા રાજધાની હતી ત્યાં આવ્યો. રાજધાનીમાં આવીને પ્રવેશ્યો, પ્રવેશીને દ્વારોને બંધ કરાવ્યા,