________________
શ્રમણી કથા
૨૮૧
હતી, ત્યાં આવ્યા. આવીને એક હોળીની ગવેષણા કરી. ગવેષણા કરીને તે નૌકાથી ગંગા મહાનદીને પાર કરી. પાર કરીને એકબીજાને પરસ્પર આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! કૃષ્ણ વાસુદેવ પોતાની ભુજાઓ વડે ગંગા મહાનદીને પાર કરવામાં સમર્થ છે કે નહીં ? (તે પરીક્ષા કરીએ) એમ કહીને તેઓએ તે નૌકાને છૂપાવી દીધી નૌકા છૂપાવીને કૃષ્ણ વાસુદેવની પ્રતીક્ષા કરતા ત્યાં બેઠા.
ત્યારપછી કૃષ્ણ વાસુદેવ લવણસમુદ્રાધિપતિ સુસ્થિતદેવને મળ્યા. મળીને જ્યાં ગંગા મહાનદી હતી, ત્યાં આવ્યા, આવીને સર્વ પ્રકારે બધી તરફ ચારે દિશાઓમાં નૌકાની માર્ગણા–ગવેષણા કરી, ગવેષણા કરવા છતાં ક્યાંય નૌકાને ન જોઈ ત્યારે એક હાથ પર ઘોડા–સારથી અને રથને લીધો અને બીજા હાથે સાડા બાસઠ યોજન વિસ્તારવાળી ગંગા મહાનદીને પાર કરવાને માટે ઉદ્યત થયા.
ત્યારપછી કૃષ્ણ વાસુદેવ જ્યારે ગંગા મહાનદીના મધ્ય ભાગે પહોંચ્યા, ત્યારે શ્રાંત-થાકી ગયા, નૌકાની ઇચ્છા કરવા લાગ્યા. ખેદ વડે ખિન્ન થઈ ગયા અને તેમને પરસેવો વળી ગયો.
ત્યારે તે કૃષ્ણ વાસુદેવને આવા પ્રકારનો આધ્યાત્મિક – યાવતુ – સંકલ્પ ઉત્પન્ન થયો – અહો ! આ પાંચે પાંડવો ઘણાં બળવાનું છે કે, જેઓએ સાડા બાસઠ યોજનવાળી ગંગા મહાનદીને પોતાની ભુજા વડે પાર કરી. પાંચે પાંડવોએ જાણી બુઝીને જ પદ્મનાભને હત, મથિત, ધામિત, પતિત સંકેત ધ્વજ પતાકા અને કંઠોપગત પ્રાણવાળા કરીને અહીં– તહીં દિશાવિદિશામાં ભગાડ્યો નહીં.
ત્યારે ગંગાદેવીએ કૃષ્ણ વાસુદેવના આવા પ્રકારના આધ્યાત્મિક – યાવત્ – સંકલ્પને જાણીને નદીમાં રહેવાને માટે સ્થળ કરી દીધું.
ત્યારપછી કેટલાક સમયને માટે કૃષ્ણ વાસુદેવે ત્યાં વિશ્રામ કર્યો, વિશ્રામ કરીને સાડા બાસઠ યોજન વિસ્તારવાળી ગંગા મહાનદીને પાર કરી, પાર કરીને જ્યાં પાંચ પાંડવો હતા ત્યાં આવ્યા, આવીને પાંચ પાંડવોને આ પ્રમાણે કહ્યું, અહો ! દેવાનુપ્રિયો ! તમે લોકો ઘણાં બળવાનું છો. જેથી તમે સાડાબાસઠ યોજન વિસ્તારવાળી ગંગા મહાનદીને ભૂજા વડે પાર કરી. જાણીબુઝીને જ તમે લોકોએ પદ્મનાભને હત, મથિત, ધાતિત પ્રવરવીર, પતિત સંકેત ધ્વજપતાકા, કંઠોપગત પ્રાણવાળા કરીને દિશાવિદિશામાં ભગાડ્યા નહીં.
ત્યારે તે પાંચે પાંડવોએ કૃષ્ણ વાસુદેવની આ વાતને સાંભળીને કૃષ્ણ વાસુદેવને કહ્યું, હે દેવાનુપ્રિય ! આપની પાસેથી વિદાય લઈને અમે જ્યાં ગંગા મહાનદી હતી ત્યાં આવ્યા, આવીને નૌકાની માર્ગણા–ગવેષણા કરી, ગવેષણા કરીને નૌકા વડે ગંગા મહાનદી પાર કરી, પાર કરીને અમે પરસ્પર આવો વિચાર કર્યો કે, દેવાનુપ્રિય કૃણ વાસુદેવ પોતાની ભુજા વડે ગંગા મહાનદી પાર કરવામાં સમર્થ છે કે નહીં? આવો વિચાર કરીને નૌકા છુપાવી દીધી અને આપની પ્રતીક્ષા કરતા અહીં રોકાયા છીએ. – કૃષ્ણ દ્વારા પાંડવોનો દેશનિકાલ :
ત્યારે કૃષ્ણ વાસુદેવ પાંચે પાંડવોનો આ ઉત્તર સાંભળીને અને સમજીને ક્રોધિત –