________________
૨૭૪
આગમ કથાનુયોગ-૪
કૃષ્ણ વાસુદેવ હતા, ત્યાં આવ્યા, આવીને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને જયવિજય શબ્દો વડે વધાવ્યા. ૦ કૃષ્ણવાસુદેવ દ્વારા દેવ આરાધન અને લવણસમુદ્રમાં માર્ગ :
ત્યારપછી કૃષ્ણ વાસુદેવ શ્રેષ્ઠ હાથી પર આરૂઢ થઈને, મસ્તક પર કોરંટપુષ્પોની માળાઓથી યુક્ત, છત્ર ધારણ કરી, શ્વેત ધવલ ચામરોથી વિંઝાતા હાથી, ઘોડા, રથ, પ્રવર યોદ્ધાથી યુક્ત ચતુરંગિણી સેના દ્વારા પરિવૃત્ત થઈને મહાનું સુભટોના સમૂહ, રથ અને પદાતિ સૈન્યવૃંદને સાથે લઈને દ્વારાવતી નગરીના મધ્ય ભાગમાંથી નીકળ્યા. નીકળીને
જ્યાં પૂર્વ દિશાનું વેતાલિક હતું ત્યાં આવ્યા, આવીને પાંચ પાંડવોની સાથે મળ્યા. મળીને છાવણી નાંખી, છાવણી નાંખીને પૌષધશાળામાં પ્રવેશ કર્યો, પ્રવેશ કરીને સુસ્થિતદેવનું મનમાં ચિંતન સ્મરણ કરતાં કરતાં ત્યાં રહ્યા.
ત્યારપછી કૃષ્ણ વાસુદેવના અઠમ ભક્ત પૂર્ણ થયા બાદ – યાવતુ – આવીને કહ્યું, હે દેવાનુપ્રિય ! કહો, મારે શું કરવાનું છે ?
ત્યારપછી કૃષ્ણ વાસુદેવે સુસ્થિતદેવને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય! અપહરણ કરીને દ્રૌપદી દેવીને લઈ જઈને ઘાતકીખંડકીપના પૂર્વ દિશાવર્તી દક્ષિણાદ્ધ ભરતક્ષેત્રમાં અપરકંકા રાજધાનીમાં પદ્મનાભ રાજાના ભવનમાં રાખેલ છે. તેથી હે દેવાનુપ્રિય ! પાંચે પાંડવ અને છઠો મારો એ પ્રમાણે છ એ રથોને પાર થવા માટે લવણસમુદ્રમાં માર્ગ બનાવો. જેથી હું અપરકંકા રાજધાનીમાં દ્રૌપદીને પાછી લાવવા માટે જઈ શકું.
ત્યારપછી તે સુસ્થિત દેવે કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! જે રીતે પદ્મનાભ રાજાના પૂર્વ પરિચિત દેવ દ્વારા જંબૂલીપ નામના હીપના ભરતવર્ષક્ષેત્રમાં સ્થિત હસ્તિનાપુર નગરમાંથી રાજા યુધિષ્ઠિરના ભવનમાંથી દ્રૌપદીદેવીનું અપહરણ કરાયેલું હતું, તે જ પ્રમાણે શું હું પણ ધાતકીખંડહીપના ભરતક્ષેત્રમાં સ્થિત અપરકંકા રાજધાનીમાંથી પદ્મનાભ રાજાના ભવનમાંથી હસ્તિનાપુરમાં પાછી લઈ આવું ? અથવા પદ્મનાભ રાજાને તેના નગર, સેના, વાહન અને રથ આદિ સહિત લવણસમુદ્રમાં ફેંકી દઉં.
ત્યારે કૃષ્ણ વાસુદેવે સુસ્થિત દેવે આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! જેમ પદ્મનાભ રાજાના પૂર્વ સંગતિકદેવે જંબૂદ્વીપમાં સ્થિત ભરતક્ષેત્રના હસ્તિનાપુર નગરમાંથી યુધિષ્ઠિર રાજાના ભવનમાંથી દ્રૌપદીદેવીનું અપહરણ કરેલ, તે જ પ્રમાણે ધાતકીખંડહીપના ભરતક્ષેત્રમાં સ્થિત અપરકંકા રાજધાનીના પઘરાજાના ભવનમાંથી દ્રૌપદીદેવીને હસ્તિનાપુરમાં સંહરિત ન કરો, પણ હે દેવાનુપ્રિય ! તમે તો પાંચે પાંડવ સહિત છઠા મારા રથને જવાને માટે લવણસમુદ્રમાં માર્ગ બનાવો. હું સ્વયં જ દ્રૌપદીદેવીને પાછી લાવવા જઈશ.
ત્યારે સુસ્થિતદેવે કૃષ્ણ વાસુદેવને કહ્યું, “ભલે તેમ થાઓ.” અને આ પ્રમાણે કહીને તેણે પાંચે પાંડવોસહિત છઠા વાસુદેવના એ પ્રમાણે છએ રથોને જવાને માટે લવણ સમુદ્રમાં માર્ગ બનાવ્યો. ૦ પદ્મનાભ પાસે દૂતને મોકલવો અને તનું પાછું આવવું :
ત્યારપછી કૃષ્ણ વાસુદેવે ચતુરંગિણી સેનાને વિદાય કરી. પાંચે પાંડવોની સાથે