________________
૨૪૬
આગમ કથાનુયોગ-૪
થયા. તે આ પ્રમાણે – (૧) શ્વાસ, (૨) કાસ, (૩) જ્વર, (૪) દાહ, (૫) યોનિશૂળ, (૬) ભગંદર, (૭) અર્શ, (૮) અજીર્ણ, (૯) નેત્રશૂળ, (૧૦) શિરોવેદના, (૧૧) અરુચિ, (૧૨) અલિવેદન, (૧૩) કર્ણવેદના, (૧૪) કંડુ, (૧૫) જલોદર અને (૧૬) કોઢ.
ત્યારપછી તે નાગશ્રી બ્રાહ્મણી આ સોળ રોગાસંકોથી અત્યંત પીડિત થતી એવી, અતીવ દુઃખથી વશીભૂત અને શારીરિક અને માનસિક વ્યથાઓથી વ્યથિત થતી એવી કાળ માસમાં કાળ કરીને અર્થાત્ મૃત્યુ પામીને ઉત્કૃષ્ટ બાવીશ સાગરોપમની સ્થિતિવાળા નારકોમાં નારકરૂપે ઉત્પન્ન થઈ.
ત્યારપછી તે નરકથી નીકળીને તે મત્સ્યયોનિમાં ઉત્પન્ન થઈ. ત્યાં પણ શસ્ત્ર વડે વિદ્ધ થઈને અને દાહ વેદનાથી પીડિત થઈને કાળ માસમાં કાળ કરીને નીચે સાતમી પૃથ્વીમાં ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની સ્થિતિવાળા નારકોમાં નારકરૂપે ઉત્પન્ન થઈ.
ત્યારપછી ફરી બીજી વખત પણ તે મત્સ્ય પર્યાયમાં ઉત્પન્ન થઈ. ત્યાં પણ તે શસ્ત્ર વડે વિદ્ધ થઈને અને દાહ વેદનાથી પીડિત થઈને મૃત્યુ અવસરે મૃત્યુ પામીને ફરીથી બીજી વખત પણ નીચે સાતમી નરકમાં ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની સ્થિતિવાળા નારકોમાં નારકરૂપે ઉત્પન્ન થઈ.
ત્યારપછી ત્યાંથી નીકળીને ફરી ત્રીજી વખત પણ તે મત્સ્ય પર્યાયમાં ઉત્પન્ન થઈ, ત્યાં પણ શસ્ત્રથી વિંધાઈને, દાવેદનાથી પીડિત થઈને કાળમાસમાં કાળા કરીને બીજી વખત છઠી નારકીમાં ઉત્કૃષ્ટ બાવીશ સાગરોપમની સ્થિતિવાળા નારકોમાં નારકરૂપે ઉત્પન્ન થઈ.
ત્યાંથી નીકળીને ઉગ પર્યાયમાં ઉત્પન્ન થઈ. એ પ્રમાણે જેવું વર્ણન ગોશાળાની કથામાં ગોશાળાનું કરેલ છે, તે બધો જ વૃત્તાંત અહીં સમજી લેવો જોઈએ – યાવત્ – રપ્રભા આદિ પૃથ્વીઓમાં ઉત્પન્ન થયા પછી સંજ્ઞી જીવોમાં ઉત્પન્ન થઈ.
ત્યાંથી નીકળીને અસંજ્ઞીજીવોમાં ઉત્પન્ન થઈ. ત્યાં પણ શસ્ત્ર વડે વિંધાઈને દાહથી પીડિત થઈને મૃત્યુ સમયે મૃત્યુ પામીને ફરી બીજી વખત પણ રત્નપ્રભા પૃથ્વીમાં પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલી સ્થિતિવાળા નારકોમાં નારકરૂપે ઉત્પન્ન થઈ.
ત્યાંથી નીકળીને ખેચર પક્ષીઓની યોનિઓમાં ઉત્પન્ન થઈ – યાવત્ - ત્યારપછી ખર–બાદર પૃથ્વીકાયના રૂપમાં અનેક લાખ વખત ઉત્પન્ન થઈ. ૦ દ્રૌપદીનો પૂર્વભવ–સુકુમાલિક રૂપે :
ત્યારપછી તે પૃથ્વીકાયથી નીકળીને આ જંબૂઢીપ નામના દ્વીપમાં ભારત વર્ષમાં ચંપાનગરીમાં સાગરદત્ત સાર્થવાહની ભદ્રા નામની પત્નીની કુક્ષિમાં બાલિકારૂપે ઉત્પન્ન થઈ,
ત્યારપછી તે ભદ્રા સાર્થવાહીને પરિપૂર્ણ નવ માસ થયા પછી બાલિકાનો પ્રસવ થયો. જે હાથીના તાળવા સમાન અત્યંત સુકુમાલ અને કોમળ હતી.
ત્યારપછી તે બાલિકાના બાર દિવસ વ્યતીત થયા પછી માતા-પિતાએ આ પ્રમાણે ગુણયુક્ત અને ગુણનિષ્પન્ન નામ રાખ્યું – કેમકે અમારી આ બાલિકા હાથીના તાળવા સમાન અત્યંત સુકમાલ–કોમળ છે. તેથી અમારી આ બાલિકાનું નામ સુકુમાલિકા