________________
શ્રમણી કથા
૨૭૧
૦ દ્રૌપદીના અપહરણની વાત, કૃષ્ણને કુંતી દ્વારા નિવેદન :
ત્યારે દ્રૌપદીનું અપહરણ થઈ ગયા બાદ યુધિષ્ઠિર રાજા કેટલોક વખત પછી જાગ્યા બાદ દ્રૌપદીદેવીને પોતાની પાસે ન જોઈને શય્યામાંથી ઉડ્યા, ઉઠીને ચારે તરફ બધી દિશાઓમાં દ્રૌપદીદેવીની માર્ગણા–ગવેષણા કરી, ગવેષણા કરીને જ્યારે ક્યાંય પણ દ્રૌપદીદેવીની કૃતિ–સુતિ (છીંક આદિ) કે પ્રવૃત્તિની ખબર ન મળતા જ્યાં પાંડુરાજા હતા, ત્યાં આવ્યા, આવીને પાંડુરાજાને આ પ્રમાણે કહ્યું
હે તાત ! વાત એમ છે કે મહેલની અગાસીએ સુખપૂર્વક સુતેલા મારી પાસે દ્રૌપદીદેવીને ન જાણે કોઈ દેવ કે દાનવ કે કિન્નર કે કિપરષ અથવા મહોરગ કે ગંધર્વે હરણ કરેલ છે. પકડી લીધી છે અથવા કૂવા વગેરેમાં ફેંકી દીધી છે. તેથી હે તાત ! હું ઇચ્છું છું કે, દ્રૌપદીદેવીની બધી તરફ ચારે દિશાઓમાં સર્વ પ્રકારે માર્ગણા કરવી.
ત્યારે પાંડુરાજાએ કૌટુંબિક પુરષોને બોલાવ્યા અને બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો! તમે લોકો જાઓ અને હસ્તિનાપુર નગરના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, રાજમાર્ગ અને સામાન્ય માર્ગ આદિમાં ખૂબ મોટા અવાજે ઉદ્ઘોષણા કરતા-કરતા આ પ્રમાણે કહો કે–
હે દેવાનુપ્રિયો ! આકાશતલ પર સુખપૂર્વક સુતેલી યુધિષ્ઠિર રાજાની પાસેથી દ્રૌપદીદેવીનું ન જાણે કોઈ દેવ, દાનવ, કિન્નર, કિંગુરુષ, મહોરગ અથવા ગંધર્વએ હરણ કરી લીધેલ છે. પકડી લીધી છે અથવા કૂવા વગેરેમાં પટકી દીધી છે. તેથી તે દેવાનુપ્રિયો! જો કોઈ પણ વ્યક્તિ દ્રૌપદીદેવીની કૃતિ કે યુતિ કે પ્રવૃત્તિ બતાવશે. તેને પાંડુરાજા વિપુલ અર્થ સંપદા પારિતોષિકના રૂપમાં આપશે. આવા પ્રકારની ઘોષણા કરો, ઘોષણા કરીને મારી આ આજ્ઞા મુજબ ઘોષણા થયાની મને સૂચના આપો.
ત્યારે તે કૌટુંબિક પુરષોએ તે જ પ્રકારે ઘોષણા કરીને – કાવત્ – આજ્ઞા પાછી સોંપી અર્થાત્ કાર્ય કર્યું.
ત્યારે ઘોષણા કર્યા બાદ પણ જ્યારે પાંડુરાજા ક્યાંય પણ દ્રૌપદીદેવીની કૃતિ– લુતિ કે પ્રવૃત્તિના સમાચાર જાણી ન શક્યા. ત્યારે તેમણે કુંતીદેવીને બોલાવ્યા અને બોલાવીને કુંતીદેવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયા ! તું તારાવતી નગરી જા અને કૃષ્ણ વાસુદેવને આ વૃત્તાંત જણાવ. કૃષ્ણ વાસુદેવ જ દ્રૌપદીદેવીની માર્ગણા–ગવેષણા કરી શકશે. અન્યથા દ્રૌપદીદેવીની કૃતિ–સુતિ કે પ્રવૃત્તિના ખબર મળશે નહીં
ત્યારે કુંતીદેવીએ પાંડુરાજાની આ વાત સાંભળીને – યાવત્ – સ્વીકાર કર્યો, સ્વીકાર કરીને સ્નાન કર્યું અને બલિકર્મ આદિ કરીને શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર બેસીને હસ્તિનાપુર નગરના મધ્ય ભાગથી નીકળી, નીકળીને કર જનપદના મધ્ય ભાગમાંથી ચાલતા-ચાલતા જ્યાં સૌરાષ્ટ્ર જનપદ હતું, કારાવતી નગરી હતી અને જ્યાં તે નગરીનું અગ્ર ઉદ્યાન હતું, ત્યાં આવી, આવીને હાથી પરથી નીચે ઉતરી, ઉતરીને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને બોલાવીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિયો ! તમે કારાવતી નગરીમાં જાઓ. જ્યાં કૃષ્ણ વાસુદેવનો પ્રાસાદ છે, તેમાં પ્રવેશ કરો, પ્રવેશીને કૃષ્ણ વાસુદેવને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે