________________
શ્રમણી કથા
૨૬૯
દેડકો છે. ત્યારે તે કૂવાના દેડકાએ સમઢી દેડકાને પૂછયું. હે દેવાનુપ્રિય ! તે સમુદ્ર કેટલો મોટો છે ? ત્યારે સમુદ્રી દેડકાએ કૂવાના દેડકાને કહ્યું, સમુદ્ર ઘણો જ મોટો છે.
ત્યારે તે કૂવાના દેડકાએ પગ વડે એક લીટી દોરી અને પૂછયું કે, હે દેવાનુપ્રિય! તે સમુદ્ર શું આટલો મોટો છે ? સમુદ્રી દેડકાએ કહ્યું, આ અર્થ સમર્થ નથી. તે સમુદ્ર આનાથી ઘણો મોટો છે.
ત્યારે તે કૂવાના દેડકાએ પૂર્વદિશાના કિનારેથી ઉછળી પશ્ચિમ કિનારે આવ્યો. આવીને આ પ્રમાણે કહ્યું, શું તે સમુદ્ર આટલો મોટો છે ?
ના, આ અર્થ પણ સમર્થ નથી.
હે પદ્મનાભ ! તું પણ આવો – કૂવાના દેડકા જેવો જ છે. બીજા ઘણાં રાજા, ઈશ્વર – યાવત્ – સાર્થવાહ વગેરેની પત્ની, બહેન, પુત્રી કે પુત્રવધૂને ન જોવાને કારણે તું આવું સમજે છે કે, જેવું તારું અંતઃપુર છે, એવું બીજા કોઈનું અંતઃપુર નથી.
હે દેવાનુપ્રિય ! વાત એમ છે કે, જંબુદ્વીપ નામે દ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામના નગરમાં દ્રપદ રાજાની પુત્રી, ચુલની રાણીની આત્મજા, પાંડુરાજાની પુત્રવધૂ, પાંચે પાંડવોની પત્ની દ્રૌપદીદેવી રૂપથી, યૌવનથી, લાવણ્યથી ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ શરીરવાળી છે. તારું આ અંતઃપુર તો તે દ્રૌપદીદેવીના પગના કપાયેલા અંગૂઠાની સોમી કળા (શતાંશ)ની પણ તુલના કરી શકતું નથી. આટલું કહીને પદ્મનાભ પાસેથી જવાની રજા લીધી. રજા લઈને જે દિશામાંથી આવ્યા હતા, તે જ દિશામાં પાછા ગયા. ૦ દ્રૌપદીનું પદ્મનાભ દ્વારા અપહરણ -
ત્યારપછી તે પદ્મનાભ રાજા કર્ફીલ નારદના આ કથનને સાંભળીને અને મનમાં વિચાર કરી દ્રૌપદીદેવીના રૂપ, યૌવન, લાવણ્યમાં મૂર્ણિત, ગૃદ્ધ, આસક્ત, તલ્લીન થઈને
જ્યાં પૌષધશાળા હતી, ત્યાં આવ્યો. આવીને પૌષધશાળામાં પ્રવેશ્યો. પ્રવેશીને પોતાના પૂર્વના સાથી દેવનું મનમાં ધ્યાન કરતો એવો ત્યાં બેસી ગયો.
ત્યારપછી તે પદ્મનાભ રાજાનો અઠમભક્ત પૂર્ણ થયો. ત્યારે તે પૂર્વ પરિચિત દેવ – યાવત્ -- આવ્યો. તેણે કહ્યું કે, હે દેવાનુપ્રિય ! મારે યોગ્ય જે કાર્ય હોય તે બતાવો. ત્યારે પદ્મનાભે તે પૂર્વ સાથી દેવને કહ્યું
હે દેવાનુપ્રિય ! વાત એમ છે કે, જંબુદ્વીપ નામે દ્વીપના ભરતવર્ષક્ષેત્રમાં હસ્તિનાપુર નગરમાં દ્રુપદ રાજાની પુત્રી, ચુલની રાણીની આત્મજા, પાંડુરાજાની પુત્રવધૂ, પાંચે પાંડવોની પત્ની દ્રૌપદી રૂપથી, યૌવનથી, લાવણ્યથી ઉત્કૃષ્ટ છે અને ઉત્કૃષ્ટ શરીરવાળી છે. તો હે દેવાનુપ્રિય ! હું ઇચ્છું છું કે, જલ્દીથી તે દ્રૌપદીને અહીં લઈ આવ.
ત્યારે તે પૂર્વના સાથી દેવે પદ્મનાભે આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય! આવું કદી થયું નથી, થતું નથી અને થવાનું પણ નથી કે દ્રૌપદીદેવી પાંચે પાંડવોને છોડીને બીજા કોઈ પુરુષની સાથે ઉદાર–મનુષ્ય સંબંધી ભોગઉપભોગને કરતી વિચરે, તો પણ તારા પ્રિય અર્થને માટે દ્રૌપદીદેવીને જલદીથી, હમણાં જ અહીં લઈ આવું છું. એ પ્રમાણે કહીને તે દેવે પદ્મનાભ પાસે અનુમતિ લીધી અને અનુમતિ લઈને તે ઉત્કૃષ્ટ – ચાવત્ – દેવગતિ વડે લવણસમુદ્રની વચ્ચોવચ્ચથી ગમન કરતો જ્યાં હસ્તિનાપુરનગર હતું તે તરફ ગમન