________________
૨૬૮
આગમ કથાનુયોગ-૪
કરીને ઉત્કૃષ્ટ, ત્વરિત, ચપળ, ચંડ, શીઘ, ઉત્કટ વેગથી વિદ્યાધર ગતિથી ઉડતા લવણસમુદ્રના મધ્યભાગમાં થઈને પૂર્વદિશા સન્મુખ ચાલવાને માટે પ્રવૃત્ત થયા. ૦ નારદનું અપરકંકા ગમન અને દ્રૌપદીની રૂપ પ્રશંસા :
તે કાળે, તે સમયે ધાતકીખંડ નામના દ્વીપમાં પૂર્વ દિશામાં સ્થિત દક્ષિણાદ્ધ ભરતક્ષેત્રમાં અપરકંકા નામની રાજધાની હતી. તે અપરકંકા રાજધાનીમાં પદ્મનાભ નામનો રાજા રહેતો હતો. જે મહા હિમવાનું, મહંત મલય પર્વત અને ઇન્દ્રોમાં મહેન્દ્ર સમાન અન્ય રાજાઓની અપેક્ષાએ ગુણો અને વૈભવ તેમજ ઐશ્વર્યથી સંપન્ન હતો.
તે પદ્મનાભ રાજાના અંતઃપુરમાં ૭૦૦ રાણીઓ હતી. તે પદ્મનાભ રાજાને સુનાભ નામે પુત્ર હતો. જે યુવરાજ પણ હતો.
તે સમયે તે પદ્મનાભ રાજા અંતઃપુરમાં પોતાની રાણીઓ સાથે ઘેરાયેલો, શ્રેષ્ઠ સિંહાસને બેઠો હતો. ત્યારે તે કચ્છલ નારદ જ્યાં અપરકંકા રાજધાની હતી, જ્યાં પદ્મનાભ રાજાનો મહેલ હતો, ત્યાં આવ્યા, આવીને અત્યંત વેગથી પદ્મનાભ રાજાના મહેલમાં ઉતર્યા.
ત્યારે પદ્મનાભ રાજાએ કચ્છલ નારદને આવતા જોયા, જોઈને આસનેથી ઉયો. ઉઠીને અર્થ અને પાદ્ય વડે સત્કાર કરીને આસન પર બેસવા માટે આમંત્રિત કર્યા. ત્યારે કચ્છલ નારદ જળથી સીંચેલ અને દર્ભની ઉપર બિછાવાયેલ અને આસને બેઠા, બેસીને પદ્મનાભ રાજાને રાજ્ય, રાષ્ટ્ર, કોષ, કોઠાગાર, બળ, વાહન, પુર અને અંતઃપુરની કુશળતા પૂછી.
ત્યારે તે પદ્મનાભ રાજાએ પોતાના અંતઃપુરના વિષયમાં વિસ્મિત થઈને કચ્છલ્લ નારદને પૂછયું, હે દેવાનુપ્રિય ! આપ ઘણાં બધાં ગામ, આકર, નગર, ખેડ, કર્બટ, દ્રોણમુખ, મડંબ, પત્તન, આશ્રમ, નિગમ, સંબાડ અને સન્નિવેશોમાં ભ્રમણ કરો છો તથા ઘણાં જ રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ પ્રકૃતિના ઘરોમાં પ્રવેશ કરો છો, તો હે દેવાનુપ્રિય ! જેવું મારું અંતઃપુર છે તેવું અંતઃપુર આપે પહેલાં ક્યાંય જોયેલ છે ?
ત્યારે પદ્મનાભના આ કથનને સાંભળીને કચ્છલ નારદ કિંચિત હસ્યા, હસીને આ પ્રમાણે કહ્યું, હે પદ્મનાભ ! તું તો કૂવાના તે દેડકા સમાન છો. પદ્મનાભે કહ્યું, તે કુવાનો દેડકો કોણ હતો ?
હે પદ્મનાભ ! કોઈક નામ વાળો એક કૂવાનો દેડકો હતો. તે દેડકો તે જ કૂવામાં ઉત્પન્ન થયો, તેમાં જ મોટો થયો, તેણે બીજા કોઈ કૂવા, તળાવ, કહ, સરોવર કે સમુદ્રને જોયેલ ન હતો. તેથી તે સમજતો હતો કે આ જ કૂવો છે, તળાવ છે, કહ છે, સરોવર છે
કે સમુદ્ર છે.
ત્યારપછી તે કૂવામાં બીજો કોઈ એક સમુદ્રી દેડકો આવ્યો. ત્યારે તે કૂવાના દેડકાએ તે સમુદ્રી દેડકાને પૂછયું, હે દેવાનુપ્રિય! તું કોણ છે ? અને ક્યાંથી એકદમ અહીં આવ્યો છે ?
ત્યારે તે સમુદ્રી દેડકાએ કૂવાના દેડકાને કહ્યું, હે દેવાનુપ્રિય ! હું સમુદ્રમાં રહેનાર