________________
૨૭૦.
આગમ કથાનુયોગ-૪
-
કરવાને માટે ઉદ્ય થયો.
તે કાળે, તે સમયે હસ્તિનાપુર નગરમાં યુધિષ્ઠિર રાજા દ્રૌપદી દેવીની સાથે ઉપર અગાસીએ સુખપૂર્વક સૂતેલો હતો. ત્યારે આ પૂર્વનો સાથી દેવ જ્યાં યુધિષ્ઠિર રાજા હતો,
જ્યાં દ્રૌપદીદેવી હતી, ત્યાં આવ્યો. ત્યાં આવીને દ્રૌપદીદેવીને અવસ્થાપિની નિદ્રામાં સુવડાવી દઈને દ્રૌપદીદેવીને ઉપાડીને તે ઉત્કૃષ્ટ – યાવત્ – દેવગતિથી જ્યાં અપરકંકા નગરી હતી. જ્યાં પદ્મનાભનો મહેલ હતો. ત્યાં આવ્યો, ત્યાં આવીને પદ્મનાભના મહેલની અશોક વાટિકામાં દ્રૌપદીદેવીને રાખ્યા. રાખીને અવસ્થાપિની નિદ્રાનું સંકરણ કર્યું. સંકરણ કરીને જ્યાં પદ્મનાભ હતો ત્યાં આવ્યો. આવીને આ પ્રમાણે બોલ્યો
હે દેવાનુપ્રિય ! હું હસ્તિનાપુરથી દ્રૌપદીદેવીને જલદીથી અહીં લાવ્યો છું. જે તમારી અશોકવાટિકામાં છે. હવે આગળ તું જાણ. એમ કહીને તે દેવ જે તરફથી આવ્યો હતો, તે જ દિશામાં ચાલ્યો ગયો. ૦ દ્રૌપદીની ચિંતા અને પદ્મનાભ દ્વારા આશ્વાસન :
ત્યારપછી કેટલીક ક્ષણો બાદ જાગ્યા પછી તે ભવન અને અશોકવાટિકાને અપરિચિત જાણીને તે દ્રૌપદીદેવી મનોમન વિચારવા લાગી – આ મારું પોતાનું ભવન નથી અને આ અશોક વાટિકા પણ મારી પોતાની નથી. લાગે છે કે, કોઈ દેવ કે દાનવે અથવા કિન્નર કે કિંગુરુષ અથવા મહોરગ કે ગંધર્વ દ્વારા કોઈ બીજા રાજાની અશોક વાટિકામાં મારું સંકરણ કરાયેલ છે. આવો વિચાર કરીને તે ભગ્ન મનોરથા થઈને હથેલી પર મુખ રાખીને આર્તધ્યાનમાં ડૂબી ગઈ.
ત્યારપછી પદ્મનાભ રાજાએ સ્નાન કર્યું – યાવત્ – સર્વ અલંકારો વડે વિભૂષિત થઈને, અંતઃપુરના પરિવારથી પરિવૃત્ત થઈને જ્યાં અશોક વાટિકા હતી, જ્યાં દ્રૌપદીદેવી હતી. ત્યાં આવ્યો, આવીને દ્રૌપદીદેવીને ભગ્ર મનોરથ થઈને હથેલી પર મુખ રાખીને આર્તધ્યાનમાં મગ્ન જોઈ, જોઈને તેણે કહ્યું –
હે દેવાનુપ્રિયે ! તું સંકલ્પો-વિકલ્પોમાં લીન થઈને, હથેલી પર મુખ રાખી આર્તધ્યાનમાં કેમ ડૂબી છો ? દેવાનુપ્રિયો ! તું મારા પૂર્વ ભવના સાથી દેવ દ્વારા જંબુદ્વીપના ભરતક્ષેત્રથી, હસ્તિનાપુર નગરથી અને યુધિષ્ઠિર રાજાના ભવનથી સંતરિત કરાઈને અહીં લવાઈ છો. તેથી દેવાનુપ્રિયે ! તું હતમને સંકલ્પ થઈને હથેલી પર મુખ રાખીને આર્તધ્યાનમાં મગ્ન ન થા. પણ મારી સાથે વિપુલ ભોગોપભોગનો ભોગ કરતી રહે.
ત્યારે તે દ્રૌપદીએ પદ્મનાભને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! વાત એમ છે કે, જંબૂદ્વીપના ભરતવર્ષની દ્વારાવતી નગરીમાં મારા પતિના ભાઈ કૃણ નામક વાસુદેવ રહે છે. તે જો મને છ મહિના સુધી પાછા લઈ જવાને માટે ન આવે તો પછી હે દેવાનુપ્રિય! જેમ તું કહે છે, જે તારી આજ્ઞા–ઉપાય અને વચન હશે તે પ્રમાણે હું રહીશ.
ત્યારે પદ્મનાભે દ્રૌપદીદેવીના આ કથનનો સ્વીકાર કર્યો અને સ્વીકાર કરીને દ્રૌપદીદેવીને અંતઃપુરમાં મોકલી દીધી. ત્યારે તે દ્રૌપદીદેવી નિરંતર છઠભક્ત અને પારણે આયંબિલના તપકર્મ વડે આત્માને ભાવિત કરતી વિચરવા લાગી.