________________
૨૫૬
આગમ કથાનુયોગ-૪
વસ્ત્ર વડે શરીરને આચ્છાદિત કરીને અથવા સાધ્વીઓ વચ્ચે રહીને સમતલભૂમિ પર પગ રાખીને આતાપના લેવી કલ્પ છે.
ત્યારે તે સુકુમાલિકા આર્યાને ગોપાલિકા આર્યાની આ વાત પર શ્રદ્ધા ન થઈ, પ્રતીતિ ન થઈ, રુચિ ન થઈ અને તેમના કથન પર શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ ન કરતા સુભૂમિભાગ ઉદ્યાનની સમીપ તેણી નિરંતર છઠ–છઠ તપોકર્મ દ્વારા સૂર્ય સન્મુખ આતાપના લેતા વિચરવા લાગી.
તે ચંપાનગરીમાં લલિતા નામક એક ગોષ્ઠી નિવાસ કરતી હતી. રાજાએ તેમને ઇચ્છાનુસાર વિચરવા માટેની છૂટ આપેલી હતી. તે ગોષ્ઠી માતાપિતા આદિ સ્વજનોની પણ ઉપેક્ષા કરતી હતી. વેશ્યાનો આવાસ જ તેમનું નિવાસ સ્થાન હતું. અનેક પ્રકારનો અનાચાર કરવો, તેમનું મુખ્ય કાર્ય હતું. તે ધનાઢ્ય હતી – યાવત્ – ઘણાં જ મનુષ્યોથી અપરાજિત હતી.
તે જ ચંપાનગરીમાં દેવદત્તા નામની એક ગણિકા રહેતી હતી. જે સુકમાલ હતી. તેણીનું શેષ વર્ણન “અંડક જ્ઞાત” કથાનક સમાન જાણવું.
ત્યારપછી કોઈ એક સમયે તે લલિતા ગોષ્ઠીના પાંચ ગોષ્ઠીક પુરષો દેવદત્તા ગણિકાની સાથે સુભૂમિભાગ ઉદ્યાનની ઉદ્યાનશ્રીનો અનુભવ કરતા વિચરતા હતા.
ત્યારે તેમાંના એક ગોષ્ઠિક પુરુષે તે દેવદત્તા ગણિકાને પોતાના ખોળામાં બેસાડી, એકે પાછળ છત્ર ધારણ કર્યું, એકે તેણીના મસ્તક પર ફૂલોની જાળ રચી. એક તેના પગ રંગવા લાગ્યો, એક ચામર વિંઝવા લાગ્યો.
ત્યારે તે સમાલિકા આર્યાએ દેવદત્તા ગણિકાને તે પાંચ ગોષ્ઠિક પરષોની સાથે ઉદાર મનુષ્ય સંબંધી કામભોગોને ભોગવતા જોયા, જોઈને તેના મનમાં આવા પ્રકારનો સંકલ્પ-વિચાર ઉત્પન્ન થયો. આ સ્ત્રી પૂર્વે સુઆચરિત, સુપરાક્રાન્ત કલ્યાણરૂપ પુરાતન શુભ કર્મોના શુભવિપાકો અનુભવી રહી છે. તેથી સારી રીતે આચરણ કરાયેલ આ તપ, નિયમ, બ્રહ્મચર્યવાસનું જો કંઈ કલ્યાણરૂપ ફળ વિશેષ હોય તો, હું પણ આગામી ભવમાં આ જ પ્રકારના ઉદાર કામભોગોનો ભોગ કરતી એવી વિચરું. આ પ્રમાણે તેણે નિયાણું કર્યું અને નિયાણું કરીને આતાપના ભૂમિથી પાછી આવી. -૦– સુકુમાલિકાનું બકુશવ અને દેવલોકે ઉત્પાદ :
ત્યારપછી તે સુકુમાલિકા આર્યા શરીર બાકુશિકા પણ થઈ ગઈ. જે પ્રતિક્ષણ વારંવાર હાથ ધોતી, પગ ધોતી, મસ્તક ધોતી, સ્તનાંતર ધોતી, કક્ષાંતર ધોતી અને ગુપ્ત અંગોને ધોતી હતી. જે સ્થાને ઉભતી કે બેસતી કે સ્વાધ્યાયાદિ કરતી, ત્યાં પહેલાં જ જમીન પર પાણી છાતી અને પછી ત્યાં ઉભતી–બેસતી કે સ્વાધ્યાયાદિ કરતી હતી, ત્યારે તે ગોપાલિકા આર્યાએ સુકુમાલિકા આર્યાને આ પ્રમાણે કહ્યું
હે આર્યા ! આપણે નિગ્રંથ સાધ્વીઓ છીએ. ઇર્યાસમિતિ વડે સમિત – ચાવત્ – બ્રહ્મચર્યધારિણી છીએ. આપણે શરીર બાકશિક થવું કલ્પતું નથી. પણ હે આર્યા ! તું શરીર બાકુશિક થઈ ગઈ છો, જેથી વારંવાર હાથ ધુવે છે, પગ ધુવે છે, કક્ષાંતર ધોવે છે, મુખ ધ્રુવે છે, મસ્તક ધુર્વ છે, સ્તનાંતર ધ્રુવે છે. જે સ્થાને બેસે છે, સુવે છે, ઉભે