________________
૨૬૨
આગમ કથાનુયોગ-૪
પ્રત્યેકના સ્વાગત કરવાને માટે શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર આરૂઢ થયા. કોરંટપુષ્પોની માળાઓથી યુક્ત છત્રને ધારણ કર્યું. શ્વેત શ્રેષ્ઠ ચામરો તેમને વિંઝાતા હતા. ઘોડા, હાથી, રથ અને પ્રવર યોદ્ધાઓથી યુક્ત ચતુરંગિણી સેના દ્વારા પરિવૃત્ત થઈને મહાન્ સુભટો, રથો, પદાતિ સૈન્ય દળની સાથે અર્થ અને પાદ્ય લઈને સમસ્ત ઋદ્ધિ સાથે કંપિલપુર નગરથી બહાર નીકળ્યો. નીકળીને જ્યાં તે વાસુદેવ વગેરે રાજાઓનું અર્થ અને પાદ્યથી સત્કાર અને સન્માન કર્યું, કરીને તે વાસુદેવ પ્રમુખ રાજાઓને પૃથકુ–પૃથક્ આવાસ આપ્યા.
ત્યારપછી તે વાસુદેવ પ્રમુખ રાજા જ્યાં પોતપોતાના આવાસ હતા, ત્યાં આવ્યા. આવીને હાથીના સ્કંધ પરથી નીચે ઉતર્યા, ઉતરીને અલગ-અલગ પોતાના સ્કંધાવાર બનાવ્યા. બનાવીને પોતપોતાના આવાસોમાં પ્રવેશ્યા. પ્રવેશીને પોતપોતાના આવાસોમાં આસનો અને શય્યાઓ પર બેઠા-બેઠા, સુતા–સુતા ઘણાં જ ગંધર્વો પાસે ગાન કરાવતા એવા અને નાટકો કરાવતા વિચરવા લાગ્યા.
- ત્યારપછી દ્રપદ રાજા કંપિલપુર નગરમાં પાછો પ્રવેશ કર્યો. કરીને વિપુલ પરિણામમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન બનાવ્યું. બનાવીને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે આ વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, સુર, મદ, માંસ, સીધુ અને પ્રસન્નાને તથા પ્રચુર માત્રામાં પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા અને અલંકાર આદિ લઈને વાસુદેવ પ્રમુખ હજારો રાજાઓના આવાસમાં જાઓ. તેઓ પણ આજ્ઞાનુસાર લઈ ગયા.
ત્યારપછી તે વાસુદેવ આદિ રાજા તે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, સુરા, મદ્ય, માંસ, સીધુ અને પ્રસન્નાનું આસ્વાદન કરતા, ખાતા, એકબીજાને પીરસતા અને સેવન કરતા વિચરવા લાગ્યા. ભોજન કર્યા પછી આચમન કરીને સ્વચ્છ, પરમ શુચિભૂત થઈને સુખાસનો પર બેસાડીને ગંધર્વો અને નટો દ્વારા સંગીત અને નાટક માણવા લાગ્યા. ૦ દ્રૌપદીનો સ્વયંવર :
ત્યારપછી દ્રુપદ રાજાએ અપરાણ કાળના સમયે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે લોકો જાઓ અને શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર આરૂઢ થઈને કંપિલપુર નગરના શૃંગાટકો, ત્રિકો, ચતુષ્કો, ચતૂરો, ચતુર્મખો, રાજમાર્ગો અને માર્ગોમાં તથા પ્રતિવાસુદેવ આદિ હજારો રાજાઓના આવાસમાં જઈને ઉચ્ચાતિઉચ્ચ સ્વરથી ઉદૂઘોષણા કરતા આ પ્રમાણે કહો
હે દેવાનુપ્રિયો ! આવતીકાલે રાત્રિનું પ્રભાતરૂપમાં પ્રત્યાવર્તિત થાય, સૂર્યોદય થાય અને જાજ્વલ્યમાન તેજસહિત સહસ્રરશ્મિ દિનકરના પ્રકાશિત થયા પછી દ્રુપદરાજાની પુત્રી, ચુલની રાણીની આત્મજા, ધૃષ્ટદ્યુમ્નની બહેન શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદીનો સ્વયંવર થશે. તેથી હે દેવાનુપ્રિયો ! આપ સૌ દ્રુપદ રાજા પર અનુગ્રહ કરીને સ્નાન આદિ કરીને – ચાવતુ – સર્વ અલંકારોથી વિભૂષિત થઈને કોરંટ પુષ્પની માળાઓ સહિત છત્ર ધારણ કરીને, શ્રેષ્ઠ શ્વેત ચામરોથી વિંઝાતા, ઘોડા, હાથી, રથ, પ્રવર યોદ્ધાઓથી યુક્ત ચતુરંગિણી એનાથી પરિવૃત્ત થઈને સુભટો, રથો, પદાતિસૈન્ય વંદને સાથે લઈને જ્યાં સ્વયંવર મંડપ છે, ત્યાં પધારે અને ત્યાં પધારીને પ્રત્યેક પોતપોતાના નામાંકિત આસન પર