________________
૨૬૪
આગમ કથાનુયોગ-૪
પ્રવેશીને જિનપ્રતિમાની પૂજા કરી, પૂજા કરીને જિનગૃહમાંથી બહાર નીકળી, નીકળીને જ્યાં અંતઃપુર હતું, ત્યાં આવી.
ત્યારપછી તે શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદીને અંતઃપુરવાસિનીઓએ સર્વ અલંકારોથી વિભૂષિત કરી. તે અલંકારો કેવા હતા ? પગોમાં શ્રેષ્ઠ ઝાંઝર પહેરાવ્યા – યાવત્ – દાસીઓના સમૂહથી પરિવૃત્ત થઈને અંતઃપુરથી બહાર નીકળી, નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી, જ્યાં ચતુર્ઘટા અશ્વરથ હતો, ત્યાં આવી, ત્યાં આવીને ક્રીડા કરાવનારી ધાવમાતા અને લેખિકાની સાથે ચતુર્ધટાયુક્ત અશ્વરથ પર આરૂઢ થઈ.
ત્યારે ધૃષ્ટદ્યુમ્નએ તે શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદીનું સારથીત્વ કર્યું.
ત્યારપછી તે શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદી કંપિલપુર નગરના મધ્ય ભાગમાં થઈને જ્યાં સ્વયંવર મંડપ હતો, ત્યાં આવી, આવીને રથને ઊભો રાખ્યો. રથમાંથી નીચે ઉતરી, ઉતરીને ક્રીડા કરાવનારી ધાવમાતા અને લેખિકાની સાથે સ્વયંવર મંડપમાં પ્રવેશી, પ્રવેશીને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને તે વાસુદેવ આદિ ઘણાં હજારો રાજાઓને પ્રણામ કર્યા.
ત્યારપછી તે શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદીએ એક મોટા ભવ્ય શ્રી દામકાંડને ગ્રહણ કર્યું. તે દામકાંડ કેવું હતું ? પાટણ, મલ્લિકા, ચંપક – યાવત્ – સપ્તપર્ણાદિ પુષ્પોથી ગુંથેલું અને તૃષિકારક ગંધને ફેલાવનારું, પરમ સુખદ સ્પર્શવાળું તેમજ દર્શનીય હતું.
ત્યારબાદ તે સુંદર રૂપવાળી ક્રીડા ધાવમાતાએ સ્વાભાવિકરૂપે ઘસેલ, યુવા તરુણજનોને ઉત્સુક બનાવનાર, પોતાને જોવાની અભિલાષાના જનક, ચિત્રવિચિત્ર મણિઓ અને રત્નોથી નિર્મિત હાથાવાળા એક ચમકતા દર્પણને પોતાના ડાબા હાથમાં લીધું. તે દર્પણમાં સીંહ સમાન શૂરવીર શ્રેષ્ઠ સુદંર જે રાજાનું પ્રતિબિંબ પડે છે. તેને જમણા હાથે દેખાડતી હતી.
પ્રતિબિંબ દેખાડતી વખતે તે ધાત્રી સ્કૂટ, વિશદ, વિશુદ્ધ, રિભિત, ગંભીર, મધુર વાણી વડે ભાષણ કરતી, બોલતી, તે-તે રાજાઓના માતાપિતાના વંશ, સત્ત્વ, સામર્થ્ય, ગોત્ર, પરાક્રમ કાંતિ વિવિધ પ્રકારના જ્ઞાન માહાભ્યરૂપ કુળશીલને જાણનારી હોવાને કારણે તેઓની પ્રશંસા કરવા લાગી.
સર્વ પ્રથમ તેણે વૃષ્ણિપુંગવ, ત્રણે લોકમાં બળવાનું, લાખો શત્રુઓના માનનું મર્દન કરનારા, ભવ્ય જીવોમાં શ્રેષ્ઠ પુંડરીક સમાન, તેજ વડે દેદીપ્યમાન દસારવંશના વીર પરષના બળ, વીર્ય, રૂપ, યૌવન, ગુણ, લાવણ્યની પ્રશંસા કરતા-કરતા વર્ણન કર્યું. ત્યારપછી તે ક્રીડનધાત્રીએ ઉગ્રસેન, આદિ યાદવોના બળ, વીર્ય આદિનું વર્ણન કર્યું અને કહ્યું કે, આ બધા સૌભાગ્ય અને રૂપથી સુશોભિત છે. તેમજ શ્રેષ્ઠ પુરુષોમાં ગંધહસ્તી સમાન છે આમાંથી જો કોઈ તારા હૃદયને પ્રિય લાગે તો તેની પસંદગી કર. ૦ દ્રૌપદી દ્વારા પાંડવોની પસંદગી અને પાણિગ્રહણ :
ત્યારપછી તે શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદી ઘણાં હજારો શ્રેષ્ઠ રાજાઓના મધ્યેથી ગમન કરતી–કરતી પૂર્વકૃત્ નિદાનથી પ્રેરિત થતી–થતી જ્યાં પાંચ પાંડવ હતા ત્યાં આવી, આવીને તેણીએ તે પાંચે પાંડવોને રંગબેરંગી ફૂલોની માળા વડે ચારે તરફથી આવેખિત