________________
શ્રમણી કથા
બેસે અને બિરાજીને શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદીની પ્રતીક્ષા કરતા રહે.
આ પ્રમાણેની ઘોષણા કરે, ઘોષણા કરીને મારી આ આજ્ઞાનુસાર કાર્ય કરીને મને જણાવો. ત્યારે તે કૌટુંબિક પુરુષ તે પ્રમાણે ઘોષણા કરે છે — યાવત્ – આજ્ઞાનુસાર કાર્ય થયાની જાણ કરી.
ત્યારપછી પુનઃ દ્રુપદ રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તમે જાઓ અને સ્વયંવર મંડપને જળ વડે સીંચો, પ્રમાર્જિત કરો, લીંપો, પછી પાંચ વર્ણના ફૂલો વડે વ્યાપ્ત કરો. કાલા અગરુ, શ્રેષ્ઠ કુરુષ્ક, તુરુષ્ક, લોબાન ધૂપ પ્રગટાવીને સુગંધથી મહેકાવી દો. ગંધ ફૈલાવી ચિત્તાકર્ષક કરો. શ્રેષ્ઠ સુગંધથી ગંધાયમાન કરીને ગંધની વાટિકા જેવું બનાવી દો. તેને પંચાતિમંચથી યુક્ત કરો અને કરાવો, કરી—કરાવીને વાસુદેવ પ્રમુખ ઘણાં જ હજારો રાજાઓને નામથી અંકિત અલગ—અલગ આસનોને એક શ્વેત સ્વચ્છ વસ્ત્રથી આચ્છાદિત કરો. તેમ કરીને મારી આજ્ઞાનુસાર કાર્ય કરો. તેઓએ પણ તેમ કરીને આજ્ઞા પાછી સોંપી.
૨૬૩
ત્યારપછી તે વાસુદેવ પ્રભૃતિ ઘણાં જ હજારો રાજા આવતીકાલે રાત્રિનું પ્રભાતરૂપમાં પરિવર્તિત થયા બાદ, સૂર્યોદય થયા પછી અને સહસ્રરશ્મિ દિનકરના જાજ્વલ્યમાન તેજથી પ્રકાશિત થયા પછી સ્નાન કર્યા યાવત્ સમસ્ત અલંકારોથી વિભૂષિત થયા. પછી શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર આરૂઢ થયા, કોરંટ પુષ્પની માળાંઓથી યુક્ત છત્રને ધારણ કર્યા. શ્વેત ધવલ ચામરોથી વિંઝાતા એવા ઘોડા, હાથી, રથ, શ્રેષ્ઠ યોદ્ધાયુક્ત, ચતુરંગિણી સેનાથી પરિવૃત્ત થઈને મહાન્ સુભટો, રથો અને પદાતિ સૈન્ય સમૂહને સાથે લઈને સમસ્ત ઋદ્ધિ – યાવત્ – દુંદુભિઘોષ, વાદ્ય ધ્વનિપૂર્વક જ્યાં સ્વયંવર મંડપ હતો, ત્યાં આવ્યા. આવીને મંડપમાં પ્રવેશ કર્યો, કરીને પૃથક્ પૃથક્ પોતપોતાના નામાકિંત આસને બેઠા. બેસીને શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદીની પ્રતીક્ષા કરવા લાગ્યા.
-
ત્યારપછી દ્રુપદ રાજા રાત્રિનું પ્રભાતરૂપ થયા પછી, સૂર્યનો ઉદય અને સહસ્રરશ્મિ દિનકરના જાજ્વલ્યમાન તેજથી પ્રકાશિત થયા પછી સ્નાન કરીને થાવત્ – સર્વ અલંકારોથી વિભૂષિત થઈને, કોરંટ પુષ્પોની માળાથી યુક્ત છત્રને ધારણ કરી, શ્વેત ચામરોથી વિંઝાતા, ઘોડા, હાથી, રથ, પ્રવર યોદ્ધાઓથી સજ્જિત ચતુરંગિણી સેનાથી પરિવૃત્ત થઈને મહાન સુભટો, રથો, પદાતિસૈન્ય વૃંદને સાથે લઈને કંપિલપુર નગરના મધ્ય ભાગમાંથી નીકળ્યા અને જ્યાં સ્વયંવર મંડપ હતો, જ્યાં વાસુદેવ પ્રમુખ હજારો રાજા હતા, ત્યાં આવ્યા. આવીને તે વાસુદેવ આદિ રાજાને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી, જય—વિજય શબ્દોથી વધાવ્યા, વધાવીને કૃષ્ણ વાસુદેવ પર શ્રેષ્ઠ શ્વેત ચામર લઈને વિંઝવા લાગ્યા.
-
ત્યારપછી તે શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદી બીજે દિવસે – રાત્રિનું પ્રભાત થયું. ત્યારે, સૂર્ય ઉદય થયો અને સહસ્રરશ્મિ દિનકરના જાજ્વલ્યમાન તેજથી પ્રકાશિત થયો ત્યારે જ્યાં સ્નાનગૃહ હતું ત્યાં આવી,આવીને સ્નાનગૃહમાં પ્રવેશી, પ્રવેશીને સ્નાન કર્યું, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કર્યું, શુદ્ધ, પ્રાવેસ્ય, માંગલિક શ્રેષ્ઠ વસ્રોને ધારણ કરીને સ્નાનગૃહથી બહાર નીકળી, નીકળીને જ્યાં જિનગૃહ હતું, ત્યાં આવી, આવીને જિનગૃહમાં પ્રવેશ કર્યો,