________________
શ્રમણી કથા
૨૬૧
આ જ ક્રમથી ત્રીજા દૂતને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તું ચંપાનગરીએ જા, ત્યાં તું કૃણ અંગરાજને, શેલક રાજાને અને મંદિરાજાને આ પ્રમાણે કહેજે – યાવત્ - કપિલપુર નગરે પધારે.
ચોથા દૂતને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તું શુક્તિમતી નગરી જ. ત્યાં તું દમઘોષના પુત્ર અને ૫૦૦ ભાઈઓથી પરિવૃત્ત એવા શિશુપાલને કહેજે કે, કંપિલપુરનગર પધારે.
પાંચમાં દૂતને એમ કહ્યું કે, હે દેવાનુપ્રિય! તું હસ્તિશીર્ષ નગરે જા. ત્યાં તું દમદંત રાજાને એમ કહેજે કે – યાવત્ – કંપિલપુર નગરે પધારે.
છઠા દૂતને આમ કહ્યું કે, હે દેવાનુપ્રિય ! તું મથુરા નગરી જા. ત્યાં તું ધર રાજાને આ પ્રમાણે કહેજે – યાવત્ – કંપિલપુર પધારે.
સાતમા દૂતને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તું રાજગૃહનગરી જા. ત્યાં તું જરાસંધના પુત્ર સહદેવને આમ કહેજે કે – યાવત્ – તે કંપીલપુર નગર પધારે.
આઠમા દૂતને કહ્યું, હે દેવાનુપ્રિય ! તું કૌડિન્ય નગરી જા. ત્યાં તું ભીષ્મકના પુત્ર રુકમીને આ પ્રમાણે કહેજે – તે કંપિલપુર નગરે પધારે.
નવમા દૂતને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તું વિરાટ નગરે જા અને ત્યાં સો ભાઈઓ સહિત કીચક રાજાને આ પ્રમાણે કહેજે કે, તેઓ કંપિલપુર નગર પધારે.
દશમાં દૂતને આ પ્રમાણે કહ્યું, તમે હવે બાકી રહેલા ગામ, આકર, નગરોમાં જાઓ. ત્યાં ત્યાં તમે અનેક હજારો રાજાઓને કહેજો કે, કંપિલપુરનગરે પધારે. ૦ હજારો રાજાઓનું પ્રસ્થાન અને દ્રુપદે કરેલ સત્કાર :
ત્યારપછી આમંત્રિત કરાયેલ તે બહુસંખ્યક હજારો રાજાઓમાંના પ્રત્યેકે–પ્રત્યેકે સ્નાન કર્યું. શરીર રક્ષાને માટે કવચ આદિથી સુસજ્જિત થઈને, તેઓ શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર આરૂઢ થયા. આરૂઢ થઈને તેમજ ઘોડા, હાથી, રથ અને શ્રેષ્ઠ યોદ્ધાઓથી યુક્ત ચતુરંગિણી સેનાથી ઘેરાઈ મડાનું સુભટો, રથો, પદાતિવૃંદથી પરિવૃત્ત થઈને પોતપોતાના નગરોથી નીકળ્યા, જ્યાં પાંચાલ જનપદ હતું, તે તરફ ગમન કરવાને માટે ઉદ્યત થયા.
ત્યારે દ્રુપદરાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને કંપિલપુર નગરની બહાર ગંગા મહાનદીથી બહુ દૂર નહીં અને બહુ નજીક નહીં તેવા સ્થાને એક વિશાળ સ્વયંવર મંડપ બનાવો. જે અનેક સેંકડો સ્તંભોથી સત્રિવિષ્ટ હોય અને તેના પર લીલા કરતી એવી પુતળીઓ હોય – યાવતું – પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ નિર્મિત કરીને મારી આજ્ઞા અનુસાર કાર્ય થયાની સૂચના આપો. તેઓએ પણ આજ્ઞાનુસાર સ્વયંવર મંડપ રચના કરી.
ત્યારપછી દ્રુપદ રાજાએ કૌટુંબિક પુરષોને બોલાવ્યા, બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! જલ્દીથી વાસુદેવ પ્રમુખ ઘણાં જ રાજાઓને માટે આવાસ
સ્થાન બનાવો. બનાવીને મારી આજ્ઞા અનુસાર કાર્ય થયાની સૂચના આપો. તેઓએ પણ એ પ્રમાણે કર્યું.
ત્યારપછી દ્રુપદ રાજા વાસુદેવ આદિ ઘણાં જ હજારો રાજાઓનું આગમન જાણીને