________________
આગમ કથાનુયોગ–૪
કૃષ્ણવાસુદેવની આ આજ્ઞાને સ્વીકારી જ્યાં સુધર્મસભામાં સામુદાનિક ભેરી હતી, ત્યાં આવ્યા, આવીને સામુદાનિક ભેરીને જોરજોરથી – મોટા શબ્દોથી વગાડી.
--
ત્યારપછી તે સામુદાનિક ભેરીને વગાડ્યા પછી સમુદ્રવિજય આદિ દશે દસાર - યાવતુ મહાસેન આદિ ૫૬,૦૦૦ બળવાને સ્નાન કર્યું – યાવત્ સર્વાલંકારોથી વિભૂષિત થઈને યથાવૈભવ, ઋદ્ધિ, સત્કાર અને સમુદાયની સાથે કોઈ અશ્વ પર, કોઈ હાથી પર એ રીતે રથ, શિબિકા, સ્પંદમાનીકા પર બેસીને અને કેટલાંક પગે ચાલતા જ્યાં કૃષ્ણ વાસુદેવ હતા, ત્યાં આવ્યા. આવીને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને કૃષ્ણ વાસુદેવને વધાવ્યા.
ત્યારપછી કૃષ્ણ વાસુદેવે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! જલ્દીથી આભિષેક્સ હસ્તિરત્નને સજાવો, અશ્વ, હાથી, હાથ, પ્રવર યૌદ્ધાઓથી યુક્ત ચતુરંગિણી સેનાને તૈયાર કરો. સેના તૈયાર કરી કાર્યપૂર્તિ થયાની મને સૂચના આપો. તેઓએ પણ તે મુજબ કાર્ય કરીને આજ્ઞા પાછી આપી.
ત્યારપછી કૃષ્ણવાસુદેવ જ્યાં સ્નાનગૃહ હતું, ત્યાં આવ્યા, આવીને મોતીની માળાથી શ્રૃંગારિત હોવાને કારણે મનોહર અને જેનું ભૂમિતલમણિ રત્નોથી ખચિત છે એવા રમણીય સ્નાન મંડપમાં અનેક પ્રકારના મણિ અને રત્નોથી રચિત ચિત્રોવાળી સ્નાનપીઠ પર સુખપૂર્વક બેસીને શુભોદકથી, ગંધોદકથી, પુષ્પોદકથી, શુદ્ધોદકથી પુનઃ પુનઃ મંગલરૂપ શ્રેષ્ઠ સ્નાનવિધિથી સ્નાન કર્યું – યાવત્ – અંજનગિરિ કૂટ સશ ગજપતિ પર તે નરપતિ આરૂઢ થયા.
ત્યારપછી કૃષ્ણ વાસુદેવ સમુદ્રવિજય પ્રમુખ દશે દશારો – યાવત્ – અનંગસેના પ્રમુખ અનેક હજાર ગણિકાઓની સાથે પરિવૃત્ત થઈને સમસ્ત ઋદ્ધિ યાવતુ દુંદુભિઘોષ ધ્વનિપૂર્વક દ્વારાવતી નગરીના મધ્યભાગથી નીકળ્યા, નીકળીને સૌરાષ્ટ્ર જનપદના મધ્યમાંથી ચાલતા-ચાલતા જ્યાં દેશની સરહદનો પ્રદેશ હતો ત્યાં આવ્યા અને ત્યાં આવીને પાંચાલ જનપદના મધ્યમાં થઈને જ્યાં કંપીલપુર નગર હતું, તે તરફ ગમન કરવાને માટે ઉદ્યત થયા.
૨૬૦
ત્યારપછી દ્રુપદરાજાએ બીજા દૂતને બોલાવ્યો, બોલાવીને તેને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તમે હસ્તિનાપુર નગર જાઓ. ત્યાં તમે પાંડુરાજાને તેમના પુત્રો યુધિષ્ઠિર, ભીમસેન, અર્જુન, નકુલ, સહદેવસહિત તથા સો ભાઈઓ સહિત દુર્યોધનને, ગાંગેય, વિદુર, દ્રોણ, જયદ્રથ, શકુનિ, કર્ણ અને અશ્વત્થામાને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી જયવિજય શબ્દોથી વધાવજે, વધાવીને આ પ્રમાણે કહેવું, હે દેવાનુપ્રિયો ! કંપિલપુર નગરમાં દ્રુપદ રાજાની પુત્રી, ચુલની રાણીની આત્મજા, ધૃષ્ટદ્યુમ્નકુમારની બહેન શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદીનો સ્વયંવર થશે. તેથી આપ દ્રુપદરાજા પર અનુગ્રહ કરી અને વિના વિલંબે કંપિલપુર નગરે પધારો.
ત્યારે પાંડુરાજાએ તે પ્રમાણે જ કર્યું, જેમ કૃષ્ણ વાસુદેવે કરેલું. માત્ર તફાવત એ છે કે, પાંડુરાજા પાસે ભેરી ન હતી – યાવત્ જ્યાં કંપિલપુર નગર હતું. તે તરફ જવાને માટે ઉદ્યત થયા.