________________
૨૫૪
આગમ કથાનુયોગ-૪
આર્યા હતા ત્યાં આવ્યા, આવીને ગોપાલિકા આર્યાને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, આપની આજ્ઞા પ્રાપ્ત કરીને અમે ચંપાનગરીમાં ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ગૃહ સામુદાનિક ભિક્ષાચર્યા વડે પરિભ્રમણ કરવા ઇચ્છીએ છીએ.
હે દેવાનુપ્રિયો ! જેમ અનુકૂળ લાગે તેમ કરો, પણ વિલંબ ન કરો. ત્યારે તે આર્યાઓ (સાધ્વીઓ) ગોપાલિકા આર્યાની આજ્ઞા પ્રાપ્ત કરીને ભિક્ષાચર્યાને માટે પરિભ્રમણ કરતા-કરતા સાગરદત્ત સાર્થવાહના ઘરમાં પ્રવિષ્ટ થયા.
ત્યારે સુકુમાલિકાએ તે આર્યાને આવતા જોયા, જોઈને તેણી હર્ષિત અને સંતુષ્ટ થતી, આસનેથી ઉઠી, વંદન–નમસ્કાર કર્યા વંદન–નમસ્કાર કરીને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહાર વડે પ્રતિલાભિત કર્યા, પ્રતિલાભિત કરીને આ પ્રમાણે કહ્યું
હે આર્યાઓ ! વાત એમ છે કે, હું સાગરને માટે અનિષ્ટ – યાવત્ – અમણામ છું. સાગરદારક મારું નામ અને ગોત્ર પણ સાંભળવા ઇચ્છતો નથી. તો પછી દર્શન કે પરિભોગની તો વાત જ ક્યા રહી ? જેને જેને હું અપાઈ – પરણાવાઈ, તેને તેને પણ અનિષ્ટ – યાવત્ - અમણામ રહી.
હે આર્યાઓ ! આપ તો ઘણાં જ્ઞાનવાળી છો, ઘણાં અનુભવી છો, ઘણાં ભણેલા છો, આપ તો અનેક સેંકડો ગામ, આકર, નગર, ખેડ, કર્બટ, દ્રોણમુખ, મડંબ, પાટણ, આશ્રમ, નિગમ, સંબાહ અને સન્નિવેશોમાં પરિભ્રમણ કરો છો. ઘણાં રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહના ઘરોમાં પ્રવેશો છો.
હે આર્યાઓ ! આ વિષયમાં કોઈ જાણકાર છે ? ક્યાંય પણ ચૂર્ણયોગ કે મંત્રયોગ કે ઉચ્ચાટન કે સંમોહન, યોગ અથવા અનુષ્ઠાન અથવા હૃદયાકર્ષક યોગ અથવા શરીરાકર્ષણ યોગ અથવા મંત્રાદિ કે વશીકરણ યોગ કે કૌતુક કર્મ કે ભૂતિકર્મ કે મૂલકંદ, છાલ, લતા, શિલિકાણ, આદિ ગુટિકા, ઔષધિ કે ભૈષજ પૂર્વે પ્રાપ્ત કર્યા હોય, જોયા કે સાંભળ્યા હોય, જેનાથી હું સાગર દારકને ઇષ્ટ, કાંત – યાવત્ – મણામ થઈ જાઉ. -૦- આર્યા દ્વારા ધર્મોપદેશ અને ક્રમશઃ સુકુમાલિકાની દીક્ષા :
ત્યારે તે આર્યાઓએ સુકુમાલિકાના આ કથનને સાંભળીને પોતાના બંને કાનોમાં આંગળી નાંખીને બંધ કરી દીધા. બંધ કરીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયે ! અમે નિગ્રંથ શ્રમણીઓ – યાવત્ – ગુપ્ત બ્રહ્મચારિણીઓ છીએ. અમને આવા પ્રકારના શબ્દોને કાન વડે સાંભળવા પણ કલ્પતા નથી. તો પછી ઉપદેશ દેવાની કે પ્રવૃત્તિ કરવાની તો વાત તો દૂર રહી. તેથી હે દેવાનુપ્રિયે ! અમે તને કેવલી પ્રરૂપિત વિવિધ પ્રકારના ધર્મ કહી શકીએ.
ત્યારે તે સુકુમાલિકાએ આર્યાઓને આ પ્રમાણે કહ્યું, હૈ આર્યાઓ ! હું આપની પાસે કેવલી પ્રરૂપિત ધર્મનું શ્રવણ કરવા ઇચ્છું છું. ત્યારે તે આર્યાઓએ સુકુમાલિકાને કેવલી પ્રરૂપિત આશ્ચર્યકારી ધર્મ કહ્યો.
ત્યારે તે સુકુમાલિકા ધર્મ શ્રવણ કરીને અને અવધારિત કરીને હર્ષિત થતી આ પ્રકારે બોલી, હે આર્યાઓ ! હું નિગ્રંથ પ્રવચનની શ્રદ્ધા કરું છું – યાવત્ – તે એ પ્રમાણે જ છે, જે પ્રમાણે આપે પ્રરૂપિત કરેલ છે. હું આપની પાસે પાંચ અણુવ્રત, સાત શિક્ષાવતરૂપ બાર પ્રકારના ગૃહસ્થધર્મ–શ્રાવકધર્મનો સ્વીકાર કરવા ઇચ્છું છું.