________________
શ્રમણી કથા
હે દેવાનુપ્રિયે ! જેમ ઉચિત લાગે તેમ કરો.
ત્યારપછી તે સુકુમાલિકાએ તે આર્યાઓની પાસે પાંચ અણુવ્રત યાવત્ શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો. ત્યારપછી તે આર્યાઓને વંદન—નમસ્કાર કર્યા. વંદન—નમસ્કાર કરી વિદાય કર્યા.
૨૫૫
ત્યારે તે સુકુમાલિકા શ્રમણોપાસિકા થઈ યાવતુ શ્રમણ નિર્પ્રન્થોને પ્રાસક, એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમરૂપ આહાર, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રોંછનક, ઔષધ, ભેષજ, પ્રાતિહારિક એવા પીઠ, ફલક, શય્યા, સંસ્તારક વડે પ્રતિલાભિત કરતી વિચરવા લાગી.
www
-
ત્યારપછી તે સુકુમાલિકાને કોઈ એક દિવસે મધ્યરાત્રિના સમયે પોતાના કૌટુંબિક જીવનના વિચારોમાં લીન થઈને જાગતા આવા પ્રકારનો માનસિક યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો – હું પહેલા સાગરને ઇષ્ટ હતી – યાવત્ – મણામ હતી. પણ હવે અનિષ્ટ અપ્રિય – યાવત્ – અમણામ થઈ ગઈ છું. સાગર મારું નામ કે ગોત્ર પણ સાંભળવાનું પસંદ નથી કરતો. તો પછી જોવાની કે પરિભોગ કરવાની વાત જ ક્યાં રહી ? જેને જેને પણ હું અપાઈ, તેને—તેને પણ અનિષ્ટ યાવત્ અમણામ થઈ છું. તેથી ગોપાલિકા આર્યાની પાસે મારે પ્રવ્રુજિત થવું શ્રેયસ્કર છે.
આવા પ્રકારનો વિચાર કર્યો. વિચાર કરીને બીજા દિવસની રાત્રિનું પ્રભાત થયું ત્યારે યાવત્ સહસ્રરશ્મિ સૂર્યના ઉદિત થયા પછી, જાજ્વલ્યમાન તેજસહિત દિનકરના પ્રકાશિત થયા પછી જ્યાં સાગરદત્ત હતો ત્યાં આવી. ત્યાં આવીને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને આ પ્રમાણે બોલી
હે દેવાનુપ્રિય ! મેં ગોપાલિકા આર્યા પાસે ધર્મશ્રવણ કરેલ છે. તે ધર્મ મને ઇચ્છિત, પ્રતિચ્છિત અને અત્યંત રુચિકર છે. તેથી આપની આજ્ઞા પ્રાપ્ત કરીને પ્રવ્રજ્યા ગ્રહણ કરવા ઇચ્છું છું – યાવત્ – ગોપાલિકા આર્યાની પાસે દીક્ષિત થઈ ગઈ. ત્યારે તે સુકુમાલિકા આર્યા સાધ્વી થયા. જે ઈર્યાસમિતિથી સમિત – યાવત્ – ગુપ્ત બ્રહ્મચારિણી થઈને ઘણાં જ ઉપવાસ, છટ્ઠ, અટ્ઠમ, ચાર ઉપવાસ, પાંચ-છ ઉપવાસ, માસક્ષમણ, અર્ધ માસક્ષમણની તપશ્ચર્યા દ્વારા આત્માને ભાવિત કરતી વિચરવા લાગી. ૦ સુકુમાલિકા દ્વારા આતાપના અને નિયાણું
ત્યારપછી તે સુકુમાલિકા આર્યા અન્ય કોઈ દિવસે જ્યાં ગોપાલિકા આર્યા બિરાજમાન હતા ત્યાં આવ્યા, આવીને વંદનનમસ્કાર કર્યા, વંદન—નમસ્કાર કરીને તેમને આ પ્રમાણે કહ્યું, હે આર્યા ! આપની અનુજ્ઞા પામી ચંપાનગરીની બહાર સુભૂમિભાગ ઉદ્યાનથી અતિ નીકટ નહીં કે અતિ દૂર નહીં એવા સ્થાને નિરંતર છટ્ઠ–છટ્ઠ તપોકર્મ દ્વારા સૂર્યની સન્મુખ આતાપના લેતી વિચરવા ઇચ્છું છું.
ત્યારે તે ગોપાલિકા આર્યાએ સુકુમાલિકા આર્યન આ પ્રમાણે કહ્યું, હે આર્યા ! આપણે શ્રમણ નિગ્રંથીઓ ઇર્યાસમિતિથી સમિત – યાવત્ ગુપ્ત બ્રહ્મચારિણી છીએ. તેથી ગામની બહાર અથવા યાવત્ સન્નિવેશની બહાર નિરંતર છ–છટ્ઠ તપોકર્મ દ્વારા સૂર્યની સન્મુખ આતાપના લઈને વિચરવું કલ્પતું નથી. પરંતુ ઉપાશ્રયની અંદર જ સંઘાટી–