________________
૨૫૦
આગમ કથાનુયોગ-૪
ત્યારપછી તે ભદ્રા સાર્થવાહીએ બીજે દિવસે રાત્રિનું પ્રભાતરૂપ પ્રગટ થયું અને સહસ્રરશ્મિ સૂર્યનો ઉદય થયો અને જાજ્વલ્યમાન તેજ સહિત દિવસને કરતો પ્રકાશમાન થયો ત્યારે દાસચેટીને બોલાવી અને બોલાવીને તેણીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રયે ! તું જા અને વર-વધૂને માટે મુખધોવણની સામગ્રી (દાંતણ-પાણી) લઈ આવ.
ત્યારે તે દાસચેટીને આ પ્રમાણે ભદ્રા સાર્થવાહીએ કહ્યું ત્યારે “ઘણું સારું” એમ કહીને તે વાત સ્વીકારી, સ્વીકારીને મુખધોવણની સામગ્રી લીધી. લઈને, જ્યાં વાસગૃહ હતું. ત્યાં આવી, આવીને સફમાલિકા દારિકાને નિરત્સાહિત થઈને હથેલી પર મુખને રાખીને આર્તધ્યાનમાં ડૂબેલી જોઈ. એ પ્રમાણે જોઈને તેણીએ આમ પૂછયું કે, હું દેવાનુપ્રિયે ! શું કારણ છે કે જેથી તું ભગ્ન મનોરથા થઈને હથેલી પર મુખ રાખીને આર્તધ્યાનમાં ડૂબેલી છે ? ત્યારે તે સુકુમાલિકા દારિકાએ દાસચેટીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિયે ! વાત એમ છે કે, સાગર દારક મને સુખપૂર્વક સુતેલી જાણીને મારી પાસેથી ઉદ્દયો, ઉઠીને વાસગૃહનું દ્વાર ખોલ્યું, દ્વાર ખોલીને બંધન સ્થાનથી મુક્ત કાક આદિ પક્ષીઓની માફક જે દિશાથી આવ્યો હતો તે દિશામાં ચાલ્યો ગયો. ત્યારપછી કેટલાંક સમય બાદ હું જાગી. ત્યારે પતિવ્રતા, પતિમાં અનુરક્ત એવી મેં પતિને પાસે ન જોયા. શય્યામાંથી ઊભી થઈને મેં ચારે તરફ માર્ગણા ગવેષણા કરતાં વાસગૃહનું દ્વાર ઉઘાડું જોયું, જોઈને મેં વિચાર્યું કે, સાગર ચાલ્યા ગયા છે, આ જ કારણે હું ભગ્ર મનોરથવાળી થઈને હથેલી પર મુખ રાખીને આર્તધ્યાનમાં ડૂબેલી છું.
ત્યારપછી તે દાસચેટી સુકુમાલિકા દારિકાના આ વૃત્તાંતને સાંભળી–સમજીને જ્યાં સાગરદત્ત સાર્થવાહ હતા, ત્યાં આવી, તેણીએ સાગરદત્તને આ વૃત્તાંતનું નિવેદન કર્યું. –૦- સાગર દ્વારા સુકુમાલિકાના સહવાસનો સંપૂર્ણ નિષેધ :
ત્યારે દાસી પાસે આ વાત સાંભળીને સાગરદત્ત સાર્થવાહ કુપિત થયો – યાવત્ – દાંતોને કચકચાવતો જ્યાં જિનદત્ત સાર્થવાહનું ઘર હતું, ત્યાં આવ્યો. ત્યાં આવીને જિનદત્ત સાર્થવાહને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! શું આ યોગ્ય છે ? ઉચિત છે ? કુળને અનુરૂપ છે ? કુળની સદશ છે ? કે સાગર દારકે, જેનો કોઈ દોષ જોયો નથી અને જે પતિવ્રતા છે, એવી સુકુમાલિકા દારિકાને છોડીને અહીં ચાલ્યો આવ્યો છે? આ પ્રમાણે અનેક ખેદપૂર્ણ વચનોથી અને રોતારોતા તેણે જિનદત્તને ઉપાલંભ–ઠપકો આપ્યો.
ત્યારે જિનદત્ત સાગરદત્ત સાર્થવાહની પાસે આ વૃત્તાંત–ઠપકો સાંભળી જ્યાં સાગર હતો, ત્યાં આવ્યો, આવીને સાગર દારકને આ પ્રમાણે કહ્યું, હે પુત્ર ! તેં આ ઘણું જ ખોટું કર્યું છે કે, જે તું સાગરદત્તના ઘેરથી એકદમ અકસ્માત અહીં ચાલ્યો આવ્યો. તેથી હે પુત્ર! આવું કર્યું તો પણ તું હવે પાછો સાગરદત્તને ઘેર પાછો ચાલ્યો જા. ત્યારે સાગરદારકે જિનદત્ત સાર્થવાહને આ પ્રમાણે કહ્યું–
હે તાત ! આપની આજ્ઞાથી મને પર્વત પરથી પડવાનું, વૃક્ષ પરથી કુદકો મારવાનું, મરુપ્રદેશમાં જવાનું, પાણીમાં ડૂબવાનું, અગ્રિમાં પ્રવેશ કરવાનું, શસ્ત્ર વડે શરીરનું વિદારણ કરવાનું, ફાંસી લગાડી મરી જવાનું, વૃદ્ધપૃષ્ઠ મરણ એ બધું સ્વીકાર્ય છે. આ જ પ્રમાણે દીક્ષા લેવાનું કે પરદેશમાં જવાનું સ્વીકારી લઈશ પણ હું સાગરદનના ઘેર જઈશ નહીં.