________________
૨૪૮
આગમ કથાનુયોગ-૪
ત્યારે તે જિનદત્ત સાગરદત્તને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! વાત એમ છે કે, આપની પુત્રી અને ભદ્રાની આત્મજા સુકુમાલિકાને સાગરપુત્રની પત્નીના રૂપે માંગણી કરું છું. હે દેવાનુપ્રિય! જો તમે આ વાત ઉચિત સમજો, મારા પુત્રને પાત્ર સમજો, પ્લાધનીય સમજો કે આ સંયોગ સ્વીકાર્ય છે. તો સુકુમાલિકાને માટે શું શુલ્ક આપું ?
ત્યારપછી સાગરદત્ત સાર્થવાહે જિનદત્ત સાર્થવાહને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય! વાત એમ છે કે સુકુમાલિકા પુત્રી અમારી એક માત્ર સંતાન છે. એક જ પુત્રી છે. તેથી અમને પ્રિય છે – ચાવતુ – મનામ – ચાવત્ – ઉર્દુબર પુરુષની સમાન જેનું નામ સાંભળવું પણ દુર્લભ છે. તો પછી જોવાની તો વાત જ શું કરવી ? તેથી હે દેવાનુપ્રિય! હું પણ માત્રને માટે પણ સુકમાલિકા પત્રીનો વિયોગ ઇચ્છતો નથી. તેથી હે દેવાનુપ્રિય! જો સાગરપુત્ર અમારા ઘરજમાઈ બનીને રહે તો હું સાગરને સુકુમાલિકા પરણાવું.
ત્યારપછી તે જિનદત્ત સાર્થવાહ સાગરદત્ત સાર્થવાહે આ પ્રમાણે કહ્યું, ત્યારે જ્યાં પોતાનું ઘર હતું, ત્યાં આવ્યો, આવીને પુત્રને બોલાવ્યો, બોલાવીને આ પ્રમાણે કહ્યું
હે પુત્ર ! વાત એમ છે કે, સાગરદત્ત સાર્થવાહે મને આ પ્રમાણે કહ્યું છે કે, હે દેવાનુપ્રિય ! સૂકમાલિકા કન્યા મને ઇષ્ટ–પ્રિય – વાવ – મણામ છે. ગૂલરના ફૂલની સમાન તેણીનું નામ સાંભળવું પણ દુર્લભ છે તો પછી દર્શનની તો વાત જ શું કરવી ? તેથી તે એક ક્ષણને માટે પણ સુકુમાલિકા પુત્રીનો વિયોગ સહન કરી શકતો નથી. તેથી જો સાગરપુત્ર ઘરજમાઈ બને તો તેની કન્યા આપવા–પરણાવવા તૈયાર છે. ત્યારે તે સાગરપુત્ર જિનદત્ત સાર્થવાહના આ પ્રમાણે કહેવા પર મૌન ભાવે બેઠો રહ્યો.
ત્યારપછી જિનદત્ત સાર્થવાહે કોઈ એક દિવસે શુભ તિથિ, કરણ, નક્ષત્ર અને મુહર્તમાં વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમરૂપ ભોજન તૈયાર કરાવ્યું, તૈયાર કરાવીને મિત્ર, જ્ઞાતિજન, સ્વજનસંબંધી, પરિજનો આદિને નિમંત્રિત કર્યા – યાવતુ – સત્કાર અને સન્માન કરીને સાગરપુત્રને સ્નાન કરાવ્યું – યાવત્ – સમસ્ત અલંકારોથી વિભૂષિત કર્યો, કરીને પુરુષ સહસ્ત્રવાહિની શિબિકામાં બેસાડ્યો. મિત્રો, જ્ઞાતિજન, બંધુ, સ્વજન–સંબંધી અને પરિજનને સાથે લઈને સમસ્ત દ્ધિપૂર્વક પોતાના ઘેરથી નીકળ્યો. નીકળીને ચંપાનગરીની ઠીક મધ્યમાંથી નીકળી જ્યાં સાગરદત્તનું ઘર હતું, ત્યાં આવ્યો, આવીને શિબિકાથી નીચે ઉતર્યો. ઉતરીને સાગરપુત્રને સાગરદત્ત સાર્થવાહની પાસે લઈ ગયો.
ત્યારપછી સાગરદત્ત સાર્થવાહે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન બનાવડાવ્યું. બનાવીને મિત્રો, જ્ઞાતિબંધુ આદિનું સન્માન કરીને સાગરપુત્રને સુકુમાલિકા પત્રીની સાથે પાટ પર બેસાડ્યો. બેસાડીને ચાંદી અને સોનાના કળશો વડે સ્નાન કરાવ્યું, સ્નાન કરાવીને અગ્નિ હોમ કરાવ્યો. હોમ કરાવીને સાગરપુત્રનું પુત્રી સુકુમાલિકા સાથે પાણિગ્રહણ કરાવ્યું. -૦– સાગરનું પલાયન થવું :
તે સમયે સાગરપુત્ર સુકુમાલિકા કન્યાના હસ્તસ્પર્શથી આ પ્રકારે એવો અનુભવ કરવા લાગ્યો કે, જાણે કોઈ તલવારનો સ્પર્શ હોય કે કરવતનો સ્પર્શ હોય કે અસ્તરાનો સ્પર્શ હોય કે કદંબવારિકા પત્રનો સ્પર્શ હોય અથવા ત્રિશૂળના અગ્રભાગનો સ્પર્શ હોય