________________
૨૪૪
આગમ કથાનુયોગ-૪
પરિનિર્વાણ પ્રત્યયિક – કાળધર્મ પ્રાપ્તિ નિમિત્તનો કાયોત્સર્ગ કર્યો. ધર્મરુચિના આચાર ભાંડોને ગ્રહણ કર્યા, ગ્રહણ કરીને જ્યાં ધર્મઘોષ સ્થવિર બિરાજતા હતા, ત્યાં આવ્યા. ત્યાં આવીને ગમનાગમન સંબંધી પ્રતિક્રમણ કર્યું, પ્રતિક્રમણ કરીને આ પ્રમાણે કહ્યું
હે આર્ય ! આપની આજ્ઞા પામીને અમે આપની પાસેથી નીકળ્યા, નીકળી સુભૂમિભાગ ઉદ્યાનની ચારે દિશાઓમાં ફરતા-ફરતા ધર્મરુચિ અણગારની ચારે તરફ સારી રીતે માર્ગણા ગવેષણા કરતા-કરતા જ્યાં અંડિલ ભૂમિ હતી, ત્યાં ગયા – યાવત્ – અત્યારે ત્યાંથી જ પાછા આવ્યા છીએ. તો હે ભગવન્! તે ધર્મચિ અણગાર કાળધર્મને પ્રાપ્ત થયા છે. આ તેમના આચારભાંડ છે. –૦- ઘર્મરુચિનો અનુત્તર વિમાને ઉત્પાત :
ત્યારપછી ઘર્મઘોષ સ્થવિરે પૂર્વગત (જ્ઞાનનો) ઉપયોગ મૂક્યો, ઉપયોગ મૂકીને શ્રમણ નિગ્રંથો અને નિગ્રંથિઓને બોલાવ્યા. બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું, હે આર્યો! આ પ્રમાણે મારા અંતેવાસી ધર્મરુચિ નામના અણગાર સ્વભાવથી ભદ્ર – યાવત્ – વિનીત હતા. તેઓ નિરંતર માસક્ષમણની તપસ્યા દ્વારા આત્માને ભાવિત કરતા હતા – યાવત્ – નાગશ્રી બ્રાહ્મણીને ઘેર ગયેલા, ત્યારે તે નાગશ્રી બ્રાહ્મણીએ – યાવત્ – તે શરદઋતુમાં ઉત્પન્ન, ઘણાં મસાલાયુક્ત અને તેલ વડે વ્યાપ્ત કડવા તુંબડાના શાકને ધર્મરુચિ અણગારના પાત્રમાં બધું જ વહોરાવી દીધું.
ત્યારપછી તે ધર્મરુચિ અણગાર સુધા નિવૃત્તિને માટે તે શાક પર્યાપ્ત છે તેમ જાણીને નાગશ્રી બ્રાહ્મણીના ઘરથી બહાર નીકળ્યા – યાવત્ – સમાધિમાં લીન થઈને કાળધર્મ પામ્યા. તે ધર્મચિ અણગાર ઘણાં વર્ષો સુધી શ્રામણ્ય પર્યાયનું પાલન કરી અને આલોચના–પ્રતિક્રમણ કરીને સમાધિમાં તલ્લીન થઈને કાળમાસમાં કાળ કરીને ઉપર – થાવત્ – સર્વાર્થસિદ્ધ મહા વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા છે.
ત્યાં અજઘન્ય–અનુત્કૃષ્ટ ભેદરહિત એક જ સમાન તેત્રીશ સાગરોપમની આયુ સ્થિતિ હોય છે, ત્યાં ધર્મરુચિ દેવની પણ તેત્રીશ સાગરોપમની સ્થિતિ છે, તે ધર્મરુચિદેવ આયુ ક્ષય, સ્થિતિ ક્ષય અને ભવક્ષય અનંતર તે દેવલોકથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને સિદ્ધિને પ્રાપ્ત કરશે – યાવત્ – સર્વ દુઃખોનો અંત કરશે.
કૌપદી કથા અંતર્ગતું તેના એક પૂર્વ ભવમાં નાગશ્રીની કથા ચાલુ છે, તેના એક ભાગરૂપે ધર્મરુચિ અણગાર ની કથા અહીં આપી. તેનો ઉલ્લેખ શ્રમણ કથા વિભાગમાં ધર્મચિ કથામાં પણ કરેલ જ છે.
ધર્મરુચિકથાનો આગમ સંદર્ભ :નાયા. ૧૫૯, ૧૬૦;
જીય.ભા. ૮૫૫ થી ૮૬૦ -૦- નાગશ્રીને ઘરમાંથી કાઢી મૂકવી :
(ત્યારપછી ધર્મઘોષ અણગારે શ્રમણોને સંબોધીને કહ્યુંકે–).
હે આર્યો ! તે અધન્યા, પુણ્યહીના, અભાગિણી, નિગી સત્વયુક્ત લીંબોડીની સમાન અનાદરણીય નાગશ્રી બ્રાહ્મણીને ધિક્કાર છે. જેણે તથારૂપ સાધુ, સાધુરૂપ ધર્મરુચિ અણગારને માસક્ષમણના પારણે શરદઋતુજન્ય, ઘણાં મસાલાયુક્ત અને તેલ વડે વ્યાસ