________________
૨૪૨
આગમ કથાનુયોગ-૪
શરદઋતુજન્ય કડવા તુંબડાના ઘણાં જ મસાલાયુક્ત અને સ્નિગ્ધ શાકને કાઢીને દેવા માટે હર્ષિત અને સંતુષ્ટ થતી એવી તેણી આસનથી ઉઠી, ઉઠીને જ્યાં ભોજનશાળા હતી, ત્યાં આવી, આવીને તે શરદઋતુજન્ય કડવા તુંબડાના ઘણાં જ મસાલાયુક્ત, સ્નિગ્ધ શાકને બધું જ ધર્મચિ અણગારના પાત્રમાં નાંખી દીધું – વહોરાવી દીધું.
ત્યારે તે ધર્મરુચિ અણગાર આ આહાર પર્યાપ્ત છે એમ જાણીને નાગશ્રી બ્રાહ્મણીના ઘરથી બહાર નીકળ્યા, નીકળીને ચંપાનગરીની ઠીક મધ્યમાંથી નીકળ્યા, નીકળીને જ્યાં સુભૂમિભાગ ઉદ્યાન હતો, જ્યાં ધર્મઘોષ સ્થવીર હતા, ત્યાં આવ્યા, આવીને ધર્મઘોષ સ્થવરની સમીપે ભોજન-પાનની પ્રતિલેખના કરી, પ્રતિલેખના કરીને ભોજન-પાન હાથમાં લઈ દેખાડ્યા. –૦- ધર્મરુચિ અણગારનું પારિષ્ઠાપનાર્થે ગમન :
ત્યારપછી ધર્મઘોષ સ્થવરે તે શરદઋતુ સંબંધી સરસ-કડવા તુંબડાના અતિ મસાલાયુક્ત અને સ્નિગ્ધ શાકની ગંધથી પરાભૂત થઈને, તે શરદઋતુજન્ય કડવા તુંબડાના અતિ મસાલાયુક્ત અને ઘી-તેલથી વ્યાપ્ત શાકનું એક બુંદ હથેલી પર લઈને ચાખ્યું અને કડવા, ખારા, કટુક, અખાદ્ય, અભોગ્ય અને ઝેર જેવું જાણીને ધર્મરુચિ અણગારને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિય ! જો તે આ શરદઋતુજન્ય કડવી તુંબડાનું મસાલાયુક્ત અને ઘી– તેલથી વ્યાપ્ત શાકને ખાઈશ, તો અકાળમાં જ જીવનરહિત થઈ જઈશ. તેથી હે દેવાનુપ્રિય ! તું આ શરદઋતુજન્ય, અતિ મસાલાયુક્ત, નિષ્પ તુંબડાન શાકને ખાતો (વાપરતો) નહીં એવું ન બને કે તું અકાળે જ જીવનરહિત થઈ જા. તેથી હે દેવાનુપ્રિય તું આ શાકને એકાંત – આવાગમનથી રહિત, અચિત્ત ચંડિલભૂમિમાં પરઠવીને બીજા પ્રાસુક એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહારને ગ્રહણ કરીને વાપરો.
ત્યારપછી તે ધર્મરુચિ અણગાર તે ધર્મઘોષ સ્થવરની વાતને સાંભળીને ધર્મઘોષ સ્થવિર પાસેથી નીકળ્યા, નીકળીને સુભૂમિભાગ ઉદ્યાનથી બહુ દૂર નહીં, બહુ નજીક નહીં એવા સ્થાને સ્પંડિલ ભૂમિભાગની પ્રતિલેખના કરી, પ્રતિલેખના કરીને તે શરદઋતુજન્ય કડવા તુંબડાના પ્રચૂર મસાલાયુક્ત અને તેલથી વ્યાપ્ત શાકનું એક ટીપું લઈને તેણે અંડિલ ભૂમિભાગ પર નાંખ્યું. (વ્યવહાર પ્રસિદ્ધ વાત એવી છે કે, તેલનું એક બિંદુ પડી ગયું.)
ત્યારે તે પ્રચૂર મસાલાયુક્ત અને તેલ વડે વાત શરદઋતુમાં ઉત્પન્ન કરવા તુંબડાના શાકની ગંધથી ઘણી જ હજારો કીડીઓ ત્યાં પ્રાદુર્ભત થઈ – આવીને એકઠી થઈ ગઈ. તેમાંથી જે કોઈપણ કીડીએ તે શાક ચાખ્યું, તેવી જ તે કીડીઓ અકાળે જ જીવનરહિત થઈ ગઈ. -૦- ઘર્મરુચિ દ્વારા શાકનું ભક્ષણ અને સમાધિમરણ :
ત્યારપછી તે ધર્મરુચિ અણગારને આવા પ્રકારનો આધ્યાત્મિક – યાવતું – માનસિક સંકલ્પ ઉત્પન્ન થયો – જો આ શરદકાલીન કડવા તુંબડાના પ્રચુર મસાલાયુક્ત અને તેલથી વ્યાપ્ત શાકનું એક બિંદુ નાંખ્યા પછી જો અનેક હજારો કીડીઓ મૃત્યુ પામી છે, તો જો હું આ શરદકાલિન કડવા તુંબડાના ઘણાં મસાલાવાળા અને તેલ વડે વ્યાપ્ત