________________
૨૪૦
આગમ કથાનુયોગ-૪
નિસી.ભા. ૬૬૦૬ + ચું,
આવ.નિ. ૮૭, પર૦, પર૧, ૧૦૪૮ + વૃ આવયૂ.૧–. ૮૮, ૩૧૭, ૩૨૦, ૬૧૫, ૨- ૧૬૪; દશ.નિ. ૭૬ + :
દશ.. પ;
૦ દ્રૌપદી કથા :
(મુખ્ય કથા - દ્રૌપદી, અંતર્ગત કથા – નાગશ્રી, ધર્મરુચિ અણગાર, સુકુમાલિકા, કૃષ્ણ, પાંડવો, નારદ, કુંતી, પદ્મનાભ, કપિલ વાસુદેવ, પાંડુસેન, સાગરપુત્ર, ગોપાલિકા આર્યા, દેવદત્તા ગણિકા, પાંડુ રાજા. ભ.અરિષ્ટનેમિ)
તે કાળે, તે સમયે ચંપા નામની નગરી હતી. તે ચંપાનગરીની બહાર ઇશાન ખૂણામાં સુભૂમિભાગ નામે ઉદ્યાન હતું. ૦ દ્રૌપદીનો પૂર્વભવ–૧ નાગશ્રી :
- તે ચંપાનગરીમાં ત્રણ બ્રાહ્મણ ભાઈઓ નિવાસ કરતા હતા. તેઓના નામ આ પ્રમાણે હતા – સોમ, સોમદત્ત, સોમભૂતિ, તે બધાં ધનાઢ્ય હતા – યાવત્ – કોઈથી પણ પરાભવ ન પામનારા હતા. તેઓ સ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ – યાવત્ – બ્રાહ્મણ ધર્મ અને શાસ્ત્રોમાં અત્યંત નિપુણ હતા.
આ ત્રણે બ્રાહ્મણની એક એક પત્ની હતી. તે આ પ્રમાણે – નાગશ્રી, ભૂતશ્રી અને યક્ષશ્રી. જે સુકમાલ હાથપગવાળી – યાવત્ – તે બ્રાહ્મણોને ઇષ્ટ-પ્રિય હતી. તે બ્રાહ્મણોની સાથે મનુષ્યસંબંધી વિપુલ કામભોગોને ભોગવતી એવી વિચારી રહી હતી. –૦- નાગશ્રી દ્વારા કડવી તુંબડીનું શાક બનવું –
ત્યારપછી કોઈ એક દિવસે એકત્રિત થયેલ તે બ્રાહ્મણોમાં પરસ્પર એવો વાર્તાલાપ કરતી વેળાએ – યાવત્ – આ પ્રકારનો કથા સમુલ્લાપ ઉત્પન્ન થયો – હે દેવાનુપ્રિયો ! આપણી પાસે આ વિપુલ ધન, સ્વર્ણ, રત્ન, મણી, મોતી, શંખ, મુંગા, માણિક આદિ શ્રેષ્ઠ સારભૂત ધન છે. જે સાત પેઢીઓ સુધી પણ ઘણું જ દાન દેવામાં આવે, ભોગવવામાં આવે કે વહેંચવામાં આવે તો પણ તે પર્યાપ્ત છે.
તેથી હે દેવાનુપ્રિયો ! આપણા લોકો માટે એ ઉચિત છે કે, આપણે પ્રતિદિન એકબીજાના ઘેર અનુક્રમે (વારા પ્રમાણે) વિપુલ પરિમાણમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમરૂપ ચતુર્વિધ આહાર બનાવડાવીને ભોજન કરીએ. ત્રણે બ્રાહ્મણોએ એકબીજાના આ વિચારનો સ્વીકાર કર્યો અને પ્રતિદિન એકબીજાના ઘેર વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન બનાવડાવવા લાગ્યા. તેમજ બનાવડાવીને ભોજન કરવા લાગ્યા.
ત્યારપછી કોઈ એક દિવસે નાગશ્રી બ્રાહ્મણીને ત્યાં ભોજનનો વારો આવ્યો. ત્યારે તે દિવસે નાગશ્રીએ વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન બનાવ્યું. બનાવીને એક મોટું – શરદઋતુમાં ઉત્પન્ન – રસવાળુ – કડવા તુંબડાનું શાક ઘણો જ મસાલો નાંખીને, તેલ વડે વ્યાપ્ત એવું તૈયાર કર્યું. શાક તૈયાર થયા પછી તેમાંથી એક બુંદ હથેલી પર લઈને ચાખ્યું, તો તેણીને ખારું, કડવું, અસ્વાદ્ય અને ઝેર જેવું જાણી તેણી મનોમન આ પ્રમાણે કહેવા લાગી–