________________
શ્રમણી કથા
૨૩૯
ત્યારે તે બ્રાહ્મણ ચેટક ચોરે વિચાર્યું કે, સાંભળવા પ્રમાણે ભગવંત મહાવીર સર્વજ્ઞ અને સર્વદર્શી છે. તેથી સમવસરણમાં આવીને પૂછયું. ત્યારે ભગવંતે તેને કહ્યું કે, તેણી તારી બહેન જ છે ત્યારે સંવેગ પ્રાપ્ત તે પુરુષે દીક્ષા અંગીકાર કરી. આ પ્રમાણે સાંભળ્યું ત્યારે તે આખી પર્ષદા મંદ રાગવાળી થઈ ગઈ. ૦ મૃગાવતીની દીક્ષા અને કેવળજ્ઞાન :
ત્યારપછી મૃગાવતી રાણીએ જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા ત્યાં આવી. આવીને શ્રમણ ભગવન્ મહાવીરને વંદન કરીને આ પ્રમાણે કહ્યું, જો પ્રદ્યોતરાજા મને આજ્ઞા આપે તો તેને પૂછીને હું આપની પાસે પ્રવજ્યા ગ્રહણ કરું. આ પ્રમાણે કહીને તેણીએ (સમવસરણ મધ્યે જ) પ્રદ્યોત રાજાને પૂછયું – (જો તમે મને રજા આપતા હો તો હું પ્રવજ્યા અંગીકાર કરું.) ત્યારે પ્રદ્યોત રાજા તે દેવ–મનુષ્ય અને અસુરોની વિશાળ પર્ષદામાં લજ્જાને કારણે મૃગાવતીને ના કહેવા સમર્થ ન બન્યો. તેથી તેણે મૃગાવતીને દીક્ષા લેવા માટેની અનુમતી આપી.
ત્યારપછી મૃગાવતીએ ઉદયનકુમારને પ્રદ્યોતને ભળાવીને દીક્ષા ગ્રહણ કરી. તે વખતે પ્રદ્યોત રાજાની અંગારવતી આદિ આઠ રાણીઓએ પણ દીક્ષા અંગીકાર કરી. તે ૫૦૦ ચોર પણ સમ્યક્ બોધ પામ્યા.
(મૃગાવતીના કેવળજ્ઞાનની વાત ચંદનાની કથામાં આવી ગયેલ છે.)
ભગવંત વર્ધમાન મહાવીરસ્વામી કૌશાંબીમાં સમોસર્યા ત્યારે ચોથા પ્રહરે ચંદ્ર અને સૂર્ય પોતાના મૂળ વિમાન સાથે અવતર્યા. ત્યારે ઉદયનની માતા આર્યા મૃગાવતી હજી દિવસ છે તેમ માનીને દીર્ધકાળ ત્યાં જ રહ્યા. બાકીના સાધ્વીઓ તીર્થકર ભગવંતને વંદના કરી પોતપોતાના સ્થાનમાં ગયા. ચંદ્ર-સૂર્ય પણ વિકાલ વેળાએ તીર્થકરને વંદન કરીને ગયા. તત્કાળ ત્યાં અંધકાર છવાઈ ગયો.
તે વખતે મૃગાવતી સંધ્યાત ચિત્ત થઈ ગયા. તત્કાળ ત્યાંથી નીકળી ગયા. જઈને (ઇર્યાપથ) પ્રતિક્રમણ કર્યું. મૃગાવતી સાધ્વી આલોચના માટે પ્રવૃત્ત થયા. ત્યારે ગુરુણી આર્યા ચંદનાએ કહ્યું, કેમ આર્યા? તમે ત્યાં આટલો લાંબો કાળ રહ્યા ? પછી ઉપાલંભઠપકો આપતા કહ્યું કે, તમારા જેવા ઉત્તમકુળમાં જન્મેલા કુલીને આ રીતે એકલા લાંબો કાળ માટે કયાંય રહેવું તે યોગ્ય ન કહેવાય.
ત્યારે મૃગાવતી આર્યાએ જે ઘટના બની હતી, તેનું નિવેદન કરીને કહ્યું, મારું દુષ્કૃત્ મિથ્યા થાઓ. આ પ્રમાણે મિચ્છાદુક્કડમ્ કરી તેણી આર્યા ચંદનાને પગે પડ્યા. આર્યા ચંદના તે વખતે સંથારામાં રહેલા હતા. તેમને નિદ્રા આવી ગઈ. ગાઢ ઊંઘમાં સરી પડ્યા. મૃગાવતીને પણ તે ઠપકો સાંભળીને અને ક્ષમાપના વડે તીવ્ર સંવેગભાવ ઉત્પન્ન થયો. તીવ્ર સંવેગભાવથી તેણીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
પછી મૃગાવતી કેવલીને ખમાવતા આર્યા ચંદનાને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. (આ સમગ્ર વૃત્તાંત આર્યા ચંદનાની કથામાં જુઓ).
૦ આગમ સંદર્ભ :ભગ ૫૩૪; વિવા. ર૭,
ભત ૫૦;