________________
૨૩૦
આગમ કથાનુયોગ–૪
તે શ્રેષ્ઠ ધાર્મિક રથ પર આરૂઢ થઈ.
તે ઋષભદત્ત બ્રાહ્મણ દેવાનંદા બ્રાહ્મણીની સાથે શ્રેષ્ઠ ધાર્મિક રથ પર આરૂઢ થઈ પોતાના પરિવારથી પરિવૃત્ત થઈને બ્રાહ્મણકુંડ નામક નગરના મધ્ય ભાગમાં થઈને નીકળ્યા અને બહુશાલક નામના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં તીર્થંકર ભગવંતના છત્રાદિ અતિશયોને જોયા, જોઈને તે શ્રેષ્ઠ ધાર્મિક રથને ઊભો રાખ્યો. તે શ્રેષ્ઠ ધર્મરથથી નીચે ઉતર્યા.
દેવાનંદા બ્રાહ્મણી રથમાંથી નીચે ઉતરીને પોતાની ઘણી જ દાસીઓ યાવત્ મહત્તરિકા વૃંદથી પરિવૃત્ત થઈને શ્રમણ ભગવંત મહાવીરની સામે પંચવિધ અભિગમનપૂર્વક ગમન કર્યું. તે પાંચ અભિગમ આ પ્રમાણે છે ઃ- (૧) સચિત્ત દ્રવ્યોનો ત્યાગ કરવો, (૨) અચિત દ્રવ્યોનો ત્યાગ ન કરવો, (૩) વિનય વડે શરીરને અવનત કરવું, (૪) ભગવંત દૃષ્ટિગોચર થતાં જ બંને હાથ જોડવા અને (૫) મનને એકાગ્ર કરવું.
ત્યારપછી જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવી, ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી. પછી વંદન—નમસ્કાર કર્યા પછી ઋષભદત્ત બ્રાહ્મણને આગળ કરીને પોતાના પરિવાર સહિત શુશ્રુષા કરતી, નમન કરતી, સામે ઊભી રહીને વિનયપૂર્વક હાથ જોડીને ઉપાસના કરવા લાગી.
ત્યારપછી દેવાનંદા બ્રાહ્મણીના સ્તનોમાંથી દૂધની ધારા થઈ, તેણીના નેત્ર હર્ષાશ્રુઓથી ભીંજાઈ ગયા. હર્ષથી પ્રફૂલ્લિત થતી એવી તેની બાહુથી તેના કડાં સ્તંભિત થયા. હર્ષાતિરેકથી તેણીની કંચુકી વિસ્તૃત થઈ. મેઘની ધારાથી વિકસિત કદંબપુષ્પની સમાન તેણીનું શરીર રોમાચિંત થઈ ગયું. પછી તેણી શ્રમણ ભગવંત મહાવીરને અનિમેષ દૃષ્ટિએ જોવા લાગી.
તે વખતે ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને વંદન—નમસ્કાર કર્યા અને પૂછયું, હે ભગવંત ! આ દેવાનંદા બ્રાહ્મણીના સ્તનોમાંથી દૂધ કેમ નીકળી આવ્યું ? યાવત્ તેણીને રોમાંચ કેમ થઈ આવ્યો ? અને તેણી આપ દેવાનુપ્રિયને અનિમેષ દૃષ્ટિ વડે જોતી કેમ ઊભી છે ?
-
શ્રમણ ભગવંત મહાવીરે ગૌતમ સ્વામીને કહ્યું, હે ગૌતમ ! આ દેવાનંદા બ્રાહ્મણી છે, તે મારી માતા છે. હું દેવાનંદાનો આત્મજ છું. તેથી તેણીને પૂર્વ પુત્ર સ્નેહરાગાનુવશ દૂધ ઝરી આવ્યું – યાવત્ – રોમાંચ થયો અને આ મને અનિમેષ દૃષ્ટિથી જોઈ રહી છે. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે ઋષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદાને તથા તે અત્યંત મોટી ઋષિ પર્ષદાને ધર્મકથા કરી યાવત્ પર્ષદા પાછી ગઈ. ૦ દેવાનંદાની દીક્ષા અને મોક્ષ :–
ત્યારપછી... શ્રમણ ભગવંત મહાવીરે ધર્મ સાંભળીને અને હૃદયંગમ કરીને તે દેવાનંદા બ્રાહ્મણી અત્યંત હર્ષિત અને સંતુષ્ટ થઈ અને શ્રમણ ભગવંત મહાવીરની ત્રણ વખત આદક્ષિણ—પ્રદક્ષિણા કરીને યાવત્ નમસ્કાર કરીને આ પ્રમાણે બોલી. હે ભગવન્ ! આપે જેમ કહ્યું છે, તે તેમજ છે. ભગવન્ ! આપનું કથન યથાર્થ છે. આ પ્રમાણે ઋષભદત્ત બ્રાહ્મણ સમાન દેવાનંદાએ પણ નિવેદન કર્યું અને ધર્મ કહ્યો, અહીં સુધી કહેવું જોઈએ. ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે દેવાનંદા બ્રાહ્મણીને સ્વયમેવ પ્રવ્રુજિત કરાવ્યા.