________________
૨૩૪
આગમ કથાનુયોગ-૪
-
ખેદ પામી. તેણે અમાત્ય આવ્યા ત્યારે તેમને પણ કહ્યું કે, આ તમારું અમાત્યપણું શું કામનું? આટલા લાંબા કાળથી ભગવંત ભિક્ષા લેતા નથી. તમારું વિજ્ઞાન પણ શું કામનું? જો તમે સ્વામીને શો અભિગ્રહ છે તે ન જાણો.
વિજયા નામની પ્રાતિહારિણીએ આ સમગ્ર વૃત્તાંત મૃગાવતી રાણીને જણાવ્યો. કેમકે તેણી કોઈ કારણથી ત્યાં આવેલી હતી. મૃગાવતીએ પણ આ વાત સાંભળીને ઘણાં જ દુઃખને અનુભવ્યું. તે ચેટક રાજાની પુત્રી અતિ ખેદને પામી. (ભગવંત મહાવીરના મામા ચેટક રાજા હતા. મૃગાવતી તેની પુત્રી હતી. અર્થાત્ ભગવંત મહાવીરની મામાની દીકરી બહેન હતી.)જ્યારે શતાનિક રાજા આવ્યો, ત્યારે તેણે પૂછયું કે, કેમ આવા વિષાદમાં છો ? તેણીએ કહ્યું કે, તમારા રાજ્યથી મને શો લાભ ? જો ભગવંત આટલા કાળથી વિચરી રહ્યા છે, છતાં તેમનો અભિગ્રહ શું છે ? તે પણ જાણી ન શકાય. અહીં વિચારી રહ્યા છે, તે પણ તમે જાણતા નથી.
ત્યારે શતાનિકે મૃગાવતીને આશ્વાસન આપતા કહ્યું કે, હું એવું કંઈક કરીશ કે જેથી કાલે ખબર પડશે. પછી સુગુપ્ત અમાત્યને બોલાવી આ વાત કરી ઇત્યાદિ...
આ તરફ શતાનિકે ચડાઈ કરવાથી દધિવાહન રાજા નાસી છૂટેલ, ઇત્યાદિ વૃત્તાંત ચંદનાની કથામાં આવી ગયેલ છે – યાવત - તે ચંદના દ્વારા ભગવંત મહાવીરનો અભિગ્રહ પાંચ માસ – પચીશ દિવસે પૂર્ણ થયો. ત્યારે રાજા અંતઃપુર અને પરિજનસહિત ત્યાં આવ્યો. મૃગાવતીએ કહ્યું કે, આ મારી બેનની પુત્રી (ભાણેજી) છે. પછી તેણીને પોતાને ત્યાં લઈ ગયા. કન્યાઓના અંતઃપુરમાં પુત્રીની માફક ઉછેરી.. ૦ ભગવંત મહાવીરના વંદનાર્થે ગમન :
શ્રમણ ભગવંત મહાવીરના કેવળજ્ઞાન પછીનો આ પ્રસંગ છે. (જો કે, હવે પછી સાવ નિ%િ ની ચૂર્ણિ અને વૃત્તિ મુજબનો જે પ્રસંગ આ કથામાં જ આપવાનો છે – તે મુજબ પ્રદ્યોતે કૌશાંબી પર ચડાઈ કરી, શતાનિકનું મૃત્યુ થયું. મૃગાવતીએ દીક્ષા લીધી, ઉદાયન રાજા થયો. તે વૃત્તાંત અને આ વૃત્તાંતમાં થોડો તાલમેલ બેસાડવો મુશ્કેલ છે. કેમકે આવશ્યના અભિપ્રાય મુજબ તો મૃગાવતીએ જ વિચારેલ કે ભગવંત અહીં આવે તો હું દીક્ષા લઉં અને મારા શીલની રક્ષા કરું, એટલે “વંદન કરવા જવું", પછી “પાછા ફરવું” આદિ ઘટના બંધ બેસે નહીં. કાવતી માં તો ઉદાયન રાજા અને મૃગાવતી રાણી પાછા ફરે છે, પછી મૃગાવતીની નણંદ જયંતી શ્રાવિકા દીક્ષા લે છે. તેટલો જ ઉલ્લેખ આવે છે.
જ્યારે સાવરચક્ક મુજબ તો ભગવંત મૃગાવતીનો વિચાર જાણી આવે છે અને મૃગાવતી દીક્ષા ગ્રહણ કરી લે છે તેમ આવે છે.
માત્ર એક સમાધાન વિચારી શકાય કે, વિશ્વ સૂત્રાનુસાર મૃગાવતીનો વિચાર જાણી ભગવંત પધાર્યા, તેથી જ માવતી સૂત્રાનુસાર વંદનાર્થે ગયા. પછી અનંતર દિવસોમાં જ તેણીએ દીક્ષા લીધી.
તે કાળે અને તે સમયે કૌશાંબી નગરી હતી. ચંદ્રાવતરણ ઉધાન હતું. તે કૌશાંબી નગરીમાં સહસ્ત્રાનિક રાજાનો પૌત્ર, શતાનિક રાજાનો પુત્ર, ચેટક રાજાનો દોહિત્ર મૃગાવતી દેવીનો આત્મજ અને શ્રમણોપાસિકા જયંતીનો ભત્રીજો ઉદાયન નામે રાજા હતો.
તે જ કૌશાંબી નગરીમાં સહસ્ત્રાનિક રાજાની પુત્રવધુ, શતાનિક રાજાની પત્ની, ચેટક રાજાની પુત્રી, ઉદાયન રાજાની માતા, શ્રમણોપાસિકા જયંતીની ભાભી મૃગાવતી