________________
શ્રમણી કથા
૨૨૯
હરિસેગમેલી દેવને કહીને તેણે ગર્ભપરાવર્તન કરાવ્યું. ઇત્યાદિ વૃત્તાંત તીર્થકર મહાવીરની કથામાં વિસ્તારથી અપાઈ ગયેલ છે.
* (ઉક્ત સર્વ કથન મુખ્યત્વે કલ્પસૂત્ર આધારિત તથા અવિશ્યક નિર્યુક્તિ અનુસાર છે, જે ભગવંત મહાવીરની કથામાં વિસ્તારથી અપાઈ ગયેલ છે.)
& (ભગવંત મહાવીર ગભગમન-નિગમન આચારસૂત્ર—પ૧૦ મુજબ :-).
શ્રમણ ભગવંત મહાવીર... ચ્યવન કરીને આ જંબુદ્વીપમાં ભારત વર્ષના દક્ષિણાર્ડ, (ભારતના દક્ષિણમાં) બ્રાહ્મણકુંડપુર સન્નિવેશમાં કોડાલગોત્રીય ઋષભદત્ત બ્રાહ્મણની જાલંધરગોત્રીયા દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં સિંહની માફક ગર્ભમાં અવતરિત થયા.
દેવાનંદા બ્રાહ્મણીના ગર્ભમાં આવ્યા બાદ શ્રમણ ભગવંત મહાવીરના હિત અને અનુકંપાથી પ્રેરિત થઈને “આ જીત આચાર છે" એમ કહીને ૮૨ રાત્રિદિન વ્યતીત થયા પછી ૮૩માં દિવસની રાત્રે.. દેવાનંદાની કૃષિમાંથી તે ગર્ભને લઈને... ત્રિશલાની કુક્ષિમાં સ્થાપન કર્યો અને ત્રિશલાનો ગર્ભ લઈને દક્ષિણ બ્રાહ્મણ કુંડપુર સન્નિવેશમાં કોડાલગોત્રીય ઋષભદત્ત બ્રાહ્મણની જાલંધગોત્રીયા દેવાનંદ બ્રાહ્મણીની કુક્ષિમાં રાખ્યો. ત્યારે (આવશ્યક ભાષ્ય-પ૫ મુજબ) દેવાનંદા બ્રાહ્મણીએ પોતાના મુખમાંથી ચૌદ સ્વપ્નોને પાછા નીકળતા જોયા. (ત્રિશલા ક્ષત્રિયાણી દ્વારા હરણ કરાતા જોયા). ૦ ભગવંત મહાવીરના વંદનાર્થે દેવાનંદાનું ગમન :
તે કાળે અને તે સમયે બ્રાહ્મણકુંડગ્રામ નામે નગર હતું. ત્યાં બહુશાલ નામે ચૈત્ય હતું. તે બ્રાહ્મણકુંડગ્રામ નગરમાં ઋષભદત્ત નામે બ્રાહ્મણ રહેતો હતો. તે ઇષભદત્ત બ્રાહ્મણને દેવાનંદા નામક બ્રાહ્મણી ધર્મપત્ની હતી. તેમના હાથ–પગ સુકુમાલ હતા યાવત્ તેનું દર્શન પણ પ્રિય હતું. તેનું રૂ૫ સુંદર હતું. તેણી શ્રમણોપાસિકા હતી. જીવ-અજીવ આદિ તત્ત્વોની જ્ઞાતા હતી તથા પુણ્યપાપના રહસ્યોને ઉપલબ્ધ કર્યા હતા – યાવત્ – તે વિહરતી હતી.
તે કાળ, તે સમયે ભગવંત મહાવીર ત્યાં પધાર્યા. સમવસરણની રચના થઈ. પર્ષદા નીકળી – યાવત્ – પર્યપાસના કરવા લાગી. ત્યારે આ વાત સાંભળી ઋષભદત્ત બ્રાહ્મણ અત્યંત હર્ષિત અને સંતુષ્ટ થયો યાવતું જ્યાં દેવાનંદા બ્રાહ્મણી હતી ત્યાં આવ્યો અને તેની પાસે આવીને આ પ્રમાણે બોલ્યો, હે દેવાનુપ્રિયે ! ધર્મના આદિકર – યાવત્ - સર્વજ્ઞ સર્વદર્શી શ્રમણ ભગવંત મહાવીર અહીં બહુશાલ નામક ચૈત્યમાં યથાયોગ્ય અવગ્રહ ગ્રહણ કરીને વિચરી રહ્યા છે – યાવત્ – આપણે જઈએ અને ભગવંત મહાવીરને વંદન, નમસ્કાર કરીએ – યાવત્ – તેમની પર્યાપાસના કરીએ.
ત્યારપછી ઋષભદત્ત બ્રાહ્મણનું આ કથન સાંભળીને દેવાનંદા બ્રાહ્મણી હૃદયમાં અત્યંત હર્ષિત યાવત્ ઉલ્લસિત થઈ અને તેણીએ બંને હાથ જોડીને મસ્તકે અંજલિ કરીને ઋષભદત્ત બ્રાહ્મણના કથનનો વિનયપૂર્વક સ્વીકાર કર્યો. ત્યારે દેવાનંદા બ્રાહ્મણીએ પણ, સ્નાન કર્યું યાવત્ અલ્પભારવાળા પણ બહુમૂલ્ય આભુષણોથી શરીરને સુશોભિત કર્યું. પછી ઘણી જ કુન્જા દાસીઓ તથા ચિલાત દેશની દાસીઓની સાથે યાવત્ અંત:પુરથી નીકળી જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી. જ્યાં શ્રેષ્ઠ ધાર્મિક રથ ઊભો હતો, ત્યાં આવી.