________________
શ્રમણી કથા
રહિત હશે ? – આ અર્થ યથાર્થ નથી.
હે ભગવન્! એ પ્રમાણે તે કયા હેતુથી કહો છો ?
હે જયંતિ! જેમકે સર્વાકાશની શ્રેણી હોય, તે અનાદિ, અનંત, બંને બાજુ પરિમિત અને બીજી શ્રેણીઓથી પરિવૃત્ત હોય, તેમાંથી સમયે સમયે એક પરમાણું પુદ્ગલ માત્ર ખંડો કાઢતાં કાઢતાં અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણી સુધી કાઢીએ તો પણ શ્રેણી ખાલી ન થાય, તે રીતે.
હે ભગવન્! સુતેલાપણું સારું કે જાગેલાપણું સારું ? હે જયંતિ ! કેટલાંક જીવોનું સુતેલાપણું સારું, કેટલાંકનું જાગેલાપણું. હે ભગવન્! શા હેતુથી તમે આમ કહો છો ?
હે જયંતિ ! જે આ જીવો અધાર્મિક, અધર્મને અનુસરનારા, જેને અધર્મ પ્રિય છે એવા, અધર્મ કહેનારા, અધર્મને જ જોનારા, અધર્મમાં આસક્ત, અધર્માચરણ કરનારા અને અધર્મથી જ આજીવિકાને કરતા વિહરે છે, એ જીવોનું સુતેલાપણું સારું છે. જો એ જીવો સૂતેલા હોય તો બહુ પ્રાણોના, ભૂતોના, જીવોના તથા સત્ત્વોના દુઃખ માટે, શોક માટે – થાવત્ – પરિતાપ માટે થતા નથી. વળી પોતાને, બીજાને કે બંનેને ઘણી અધાર્મિક સંયોજના વડે જોડનારા હોતા નથી.
તેથી વિપરિત જે ધાર્મિક જીવો છે – યાવત્ – ધર્મ વડે આજીવિકા કરતાં વિચરે છે. એ જીવોનું જાગેલાપણું સારું છે – યાવત્ – તે જીવો જાગતા હોય તો ધર્મ જાગરિકા વડે પોતાને જાગૃત રાખે છે.
હે ભગવન્! સબલપણું સારું કે દુર્બલપણું સારું?
હે જયંતિ! કેટલાંક જીવોનું સબલપણું સારું અને કેટલાંક જીવોનું દુર્બલપણું સારું. જે જીવો અધાર્મિક છે અને યાવત્ અધર્મ વડે આજીવિકા કરતા વિહરે છે, એ જીવોનું દુર્બલપણું સારું. ઇત્યાદિ વક્તવ્યતા જાગતાની પેઠે સબલપણાની વક્તવ્યતા કહેવી.
હે ભગવન્! ઉદ્યમીપણું સારું કે આળસુપણું સારું ?
હે જયંતિ! કેટલાંક જીવોનું ઉદ્યમીપણું સારું અને કેટલાક જીવોનું આળસુપણું સારું. જે જીવો અધાર્મિક – યાવત્ – વિહરે છે, એ જીવોનું આળસુપણું સારું છે. ઇત્યાદિ બધું “સૂતેલાની પેઠે કહેવું તથા જાગેલાપણા મુજબ ઉદ્યમી જાણવા. વળી એ જીવો ઉદ્યમી હોય તો આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, ગ્લાન, શૈક્ષ, કુલ, ગણ, સંઘ અને સાધર્મિકની ઘણી વૈયાવચ્ચ સાથે આત્માને જોડનારા થાય છે.
હે ભગવન્! શ્રોત્રેન્દ્રિયને વશ થવાથી પીડિત થયેલ શું બાંધે ?
હે જયંતિ ! જેમ ક્રોધને વશ થયેલા જીવ સંબંધે કહ્યું, તેમ અહીં પણ જાણવું – થાવત્ – તે સંસારમાં ભમે છે. એ પ્રમાણે ચક્ષુરિન્દ્રિયને વશ થયેલા – યાવત્ – સ્પર્શનેન્દ્રિયને વશ થયેલા જીવ સંબંધે જાણવું. ૦ જયંતિ શ્રાવિકાની દીક્ષા અને મોક્ષ :
ત્યારપછી તે જયંતિ શ્રમણોપાસિકા શ્રમણ ભગવંત મહાવીર પાસેથી આ વાત સાંભળી હૃદયમાં અવધારી, હર્ષિત અને સંતુષ્ટ થઈ ઇત્યાદિ બધું દેવાનંદાની પેઠે જાણવું