________________
આગમ કથાનુયોગ–૪
યાવત્ – તેણીએ પ્રવ્રજ્યા ગ્રહણ કરી અને સર્વદુઃખથી મુક્ત થયા. હે ભગવન્ ! તે
એ પ્રમાણે જ છે, એ પ્રમાણે જ છે.
૦ આગમ સંદર્ભ :
ભગ ૫૩૪ થી ૫૩૬ + ;
૨૨૮
X -
૦ દેવાનંદા કથા ઃ
(દેવાનંદાની કથાની ઘણી વાત તીર્થંકર મહાવીરની કથામાં તેમજ ઋષભદત્તની કથામાં આવી ગયેલ છે. તેતે કથા ખાસ જોવી અહીં તે કથાંશો જરૂર લીધાં છે, પણ મુખ્યત્વે અહીં દેવાનંદાની દીક્ષા તથા મોક્ષની વાતને આ કથામાં પ્રાધાન્ય અપાયેલ છે.)
૦ ભગવંત મહાવીરનું ગર્ભમાં આગમન—નિગમન :
* (કલ્પસૂત્ર ૧ થી ૧૨, ૧૬, ૨૧, ૨૭, ૩૧ અનુસાર)
-
તીર્થંકર મહાવીર બ્રાહ્મણકુંડ ગ્રામ નગરમાં કોડાલ ગોત્રના ઋષભદત્ત નામના બ્રાહ્મણની પત્ની જાલંધર ગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં યાવત્ – ગર્ભપણે ઉત્પન્ન થયા. જે રાત્રિએ શ્રમણ ભગવંત મહાવીર જાલંધર ગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં ગર્ભપણે આવ્યા. તે રાત્રિએ દેવાનંદા બ્રાહ્મણી શય્યાને વિશે કંઈક ઊંઘતી કંઈક જાગતી એટલે કે અલ્પ નિદ્રા કરતી એવી તેણીએ ચૌદ સ્વપ્નોને જોયા. યાવત્ ઇત્યાદિ વૃત્તાંત તથા ચૌદ સ્વપ્ન સંબંધી વાત તીર્થંકર મહાવીરની કથાથી જાણવી. દેવાનંદા બ્રાહ્મણી – યાવત્ – શય્યાથકી ઉઠે છે – યાવત્ – જ્યાં ઋષભદત્ત બ્રાહ્મણ છે ત્યાં આવે છે – યાવત્ – બે હાથ જોડી, દશ નખ ભેગા કરી મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડીને આ પ્રમાણે બોલી, હે દેવાનુપ્રિય ! આજે શય્યાને વિશે અલ્પનિદ્રા કરતી હતી ત્યારે આવા પ્રકારના પ્રશસ્ત યાવત્ – શોભાસહિત ચૌદ મહા સ્વપ્નોને જોઈને જાગી – યાવત્ – આ ચૌદ સ્વપ્નોનું કલ્યાણકારી શું ફળ વિશેષ તથા વૃત્તિ વિશેષ થશે ? ઇત્યાદિ વર્ણન માટે જુઓ તીર્થંકર “મહાવીર કથા'.
ત્યારે ઋષભદત્ત બ્રાહ્મણ તેણીને સ્વપ્નાનું ફળ વિશેષ કહે છે યાવત્ - ત્યારપછી તે દેવાનંદા બ્રાહ્મણી ઋષભદત્ત બ્રાહ્મણની પાસે આ અર્થ સાંભળીને હૃદયમાં અવધારીને હર્ષિત અને સંતુષ્ટ મનવાળી થઈ – યાવત્ – તે સ્વપ્નોને સારી રીતે અંગીકાર કરે છે. કરીને ઋષભદત્ત બ્રાહ્મણની સાથે મનુષ્ય સંબંધી ઉદાર અને ભોગવવા યોગ્ય ભોગ ભોગવતી એવી રહે છે. ઇત્યાદિ સર્વ વૃત્તાંત માટે જુઓ તીર્થંકર મહાવીર કથા" ત્યાં વિસ્તૃત વર્ણન આપેલ છે.
-
-
બૃહ.ભા. ૩૩૮૬;
-
-
-
સૌધર્મેન્દ્રએ – યાવત્ દક્ષિણાર્ધ ભરતમાં બ્રાહ્મણકુંડ ગ્રામ નગરમાં કોડાલ ગોત્રના ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની જાલંધર ગોત્રની દેવાનંદા નામની બ્રાહ્મણીની કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થયેલા જોયા – યાવત્ – શક્રસ્તવથી વંદના કરી – યાવત્ – પછી તેને વિચાર આવ્યો કે તીર્થંકર આદિનો જન્મ – યાવત્ – બ્રાહ્મણાદિ કુળોમાં થતો નથી – યાવત્ – તેથી મારે ભગવંતને ત્રિશલા ક્ષત્રિયાણીના ગર્ભમાં મૂકવા જોઈએ અને – યાવત્
–
-
-
- ત્રિશલા ક્ષત્રિયાણીનો પુત્રીરૂપ ગર્ભ દેવાનંદાની કુક્ષિમાં સંક્રમાવવો જોઈએ. – યાવત્ -