________________
શ્રમણી કથા
૨૨૫
આવ.નિ પર૧ + , દસમૂ. ૫૦;
આવ.૧-૩૧૮ થી ૩૨૦, ૬૧૫; કલ્પ ૧૧૭, ૧૩૫ + 4
તિલ્લો.
૦ જયંતી કથા :
તે કાળે, તે સમયે કૌશાંબી નામે નગરી હતી. ત્યાં ચંદ્રાવતરણ ચૈત્ય હતું. તે કૌશાંબી નગરીમાં સહુન્નાનીક રાજાનો પૌત્ર, શતાનિક રાજાનો પુત્ર, ચેટક રાજાની પુત્રીનો પુત્ર, મૃગાવતી દેવીનો પુત્ર અને જયંતી શ્રમણોપાસિકાનો ભત્રીજો એવો ઉદાયન નામે રાજા હતો.
તે કૌશાંબી નગરીમાં સહસ્ત્રાનિક રાજાની પુત્રવધૂ, શતાનિક રાજાની પત્ની, ચેટક રાજાની પુત્રી, ઉદાયન રાજાની માતા, જયંતી શ્રમણોપાસિકાની ભાભી એવી મૃગાવતી નામની રાણી હતી. જે સુકુમાલ હાથ, પગવાળી – યાવત્ – સુરૂપ, શ્રમણોપાસિકા, જીવાજીવ આદિ તત્ત્વોની જ્ઞાતા હતી – યાવત્ – યથાવિધિ ગ્રહણ કરેલ તપ વિધાનથી આ તમને ભાવિત કરતી એવી વિચરતી હતી.
તે કૌશાંબી નગરીમાં સહસ્ત્રાનિક રાજાની પુત્રી, શતાનિક રાજાની બહેન, ઉદાયન રાજાની ફોઈ, મૃગાવતી રાણીની નણંદ અને શ્રમણ ભગવાન મહાવીરના શ્રમણોની પ્રથમ શય્યાતર એવી જયંતિ નામની શ્રમણોપાસિકા હતી. જે સુકુમાલ હાથ પગવાળી – યાવત્ - સુંદર રૂપવાળી અને જીવાજીવ આદિ તત્ત્વોની જ્ઞાતા – યાવતુ – યથાવિધિ તપોકર્મથી આત્માને ભાવિત કરતી એવી વિચરી રહી હતી. ૦ ભગવંત મહાવીરના વંદનાર્થે જવું :- તે કાળે, તે સમયમાં ભગવંત મહાવીરનું પદાર્પણ થયું – યાવતું – પર્ષદા પર્યુપાસના કરવા લાગી.
ત્યારપછી તે ઉદાયન રાજા આ વાતને સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ થયો. તેણે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે લોકો જલદી કૌશાંબી નગરીની બહાર અને અંદર પાણી છંટાવો, સાફ સુથરું કરો અને કરાવો. એ પ્રમાણે કરીને – કરાવીને આજ્ઞાનુસાર કાર્ય સંપન્ન થયાની સૂચના આપો. ઇત્યાદિ કોણિક રાજાની માફક સમગ્ર કથન કરવું – યાવતું – તે પર્યાપાસના કરવા લાગ્યો.
ત્યારપછી આ વૃત્તાંતને સાંભળીને તે જયંતી શ્રમણોપાસિકા હર્ષિત અને સંતુષ્ટ થઈ, થઈને જ્યાં મૃગાવતી રાણી હતી ત્યાં આવી, ત્યાં આવીને મૃગાવતી દેવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયે ! તીર્થના આદિકર – યાવત્ – સર્વજ્ઞ, સર્વદર્શી શ્રમણ ભગવંત મહાવીર આકાશમાં રહેલા ચક્ર દ્વારા – યાવત્ – સુખપૂર્વક વિહાર કરતા-કરતા ચંદ્રાવતરણ ચૈત્યમાં યથાયોગ્ય અવગ્રહને ગ્રહણ કરીને અને સંયમ તથા તપ દ્વારા પોતાના આત્માને ભાવિત કરતા વિચરણ કરી રહ્યા છે.
હે દેવાનુપ્રિયે ! આવા પ્રકારના અરિહંત ભગવંતોનું નામ અને ગોત્રનું શ્રવણ કરવું પણ મહાફળને દેનારું થાય છે – યાવત્ – આ ભવ અને પરભવમાં હિતકારી, સુખકારી, શાંતિકારી, નિઃશ્રેયસ અને શુભ અનુબંધને માટે શ્રેયસ્કર થશે.