________________
૨૨૪
આગમ કથાનુયોગ-૪
કોઈ વખતે ભગવંત મહાવીર કૌશાંબીમાં સમવસર્યા. ત્યાં ચંદ્ર અને સૂર્ય ભગવંતને વંદના કરવા માટે ચોથી પોરિસિએ વિમાન સહિત સમવસર્યા ત્યારે ઉદાયનના માતા મૃગાવતી આર્યા દિવસ છે તેમ માનીને લાંબો સમય ત્યાં રહ્યા. બાકી સાધ્વીઓ તીર્થકરને વંદન કરીને નીકળી ગયા. અકાળે ચંદ્ર અને સૂર્ય પણ વંદન કરીને ત્યાંથી ગયા. તુરંત જ ત્યાં અંધકાર છવાઈ ગયો.
ત્યારે મૃગાવતી સંભ્રાંત થઈને તુરંત આર્યાવંદના પાસે પહોંચ્યા. ત્યાં જઈને તેમણે પ્રતિક્રમણ કર્યું. પછી મૃગાવતી આર્યા આલોચના કરવા લાગ્યા. આર્યા ચંદનાએ તેમને ઠપકો આપતા કહ્યું, આટલો બધો સમય ક્યાં રહ્યા હતા? ઉત્તમકુલિન સાધ્વીએ આટલો કાળ એકલા રહેવું યોગ્ય નથી. ત્યારે મૃગાવતી સ્વાભાવિકપણે પરમ વિનયથી મિથ્યાદુષ્કત આપવા લાગ્યા. આર્યા ચંદનાને પગે પડ્યા. તે વખતે આર્યા ચંદનાને નિદ્રા આવી ગઈ. સૂઈ ગયા.
તે વખતે મૃગાવતીએ તીવ્ર સંવેગભાવે પગે પડીને ક્ષમાયાચના કરી. તેમ કરતા મૃગાવતીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તેટલામાં એક સર્પ તે તરફ આવતો હતો. આર્યા ચંદનાનો હાથ સંથારાથી લંબાયો હતો, તે વખતે મૃગાવતી સાધ્વીએ તે સર્પ આર્યા ચંદનાને ડશે નહીં, તેમ વિચારી આર્યા ચંદનાનો હાથ લઈને સંથારામાં રાખી દીધો. તેઓ અચાનક જાગી ગયા અને પૂછયું કે, આ શું કરી રહ્યા છો ? હજી તમે મિથ્યાદુષ્કૃત આપી રહ્યા છો ?
મૃગાવતીએ કહ્યું કે, આ સર્પ તમને ડશે નહીં, તેથી તમારો હાથ સંથારામાં રાખ્યો. આર્યા ચંદનાએ પૂછયું કે, સર્પ જ્યાં છે ? ત્યારે મૃગાવતીએ કહ્યું, આ જઈ રહ્યો છે. આર્યા ચંદનાએ તેને જોયો નહીં. તેથી બોલ્યા કે તમને કંઈ અતિશય જ્ઞાન થયું છે ? મૃગાવતીજી બોલ્યા, હા, થયું છે. ત્યારે ચંદનાએ પૂછયું કે, તે જ્ઞાન છઘસ્થ સંબંધી છે કે, કેવળી સંબંધી ? મૃગાવતીજી બોલ્યા કે, કેવલીવિષયક. ત્યારે આર્યા ચંદના સહસા ઊભા થઈ ગયા. તુરંત બોલ્યા કે, “મિચ્છામિ દુક્કડમ્' મેં કેવલીની આશાતના કરી. એ પ્રમાણે ભાવપ્રતિક્રમણ કરતા આર્યા ચંદનાને પણ કેવળજ્ઞાન થયું.
એ રીતે ભગવંત મહાવીરના ૩૬,૦૦૦ સાધ્વીઓમાં મુખ્ય અને પ્રથમ એવા આર્યા ચંદના કે જેઓ ઉન્નત કુળવાળા હતા, વિશુદ્ધ શીલવાળા હતા તેવા આર્યા ચંદનાને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
આર્યા ચંદનાએ દેવાનંદા બ્રાહ્મણી આદિ અનેકને સ્વયં પ્રવ્રજિત કરેલા, સ્વયમેવ મુંડિત કરેલા, સ્વયમેવ શિક્ષા આપેલી. સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કરાવેલું. કાલી, સુકાલી, મહાકાલી આદિ અનેક આર્યાઓએ આર્યા ચંદના પાસેથી આજ્ઞા પામીને રત્નાવલી, કનકાવલી, સિંનિષ્ક્રિડિત આદિ તપ કર્યાનું વર્ણન પણ આવે છે. આ સાધ્વી ભગવંતોએ આર્યા ચંદનાની અનુજ્ઞા પામીને સંલેખણા-ઝૂસણા આદિ પણ કર્યા.
કાળક્રમે આર્યા ચંદના મોક્ષે ગયા. ૦ આગમ સંદર્ભ :સમ. ૩૧૧; ભગ. ૪૬૨;
અંત. ૪૮, ૫૦;