________________
૨૨૨
આગમ કથાનુયોગ-૪
ઊભી રાખી. ધનાવહ શ્રેષ્ઠીએ તેને જોઈ. અલંકાર રહિત હોવા છતાં પણ તેનું લાવણ્ય એટલું બધું દીસીમાનું હતું કે, ધનાવડને થયું કે, નક્કી આ કોઈ રાજા આદિની પુત્રી હોવી જોઈએ. તે રાજકન્યાને કોઈ વિપત્તિ ઉત્પન્ન ન થાય તે માટે સુભટે જે મૂલ્ય માંગ્યું, તે આપી દઈને તે રાજકન્યાને ગ્રહણ કરી લીધી. પછી પોતાને ઘેર લાવી. પોતાની પુત્રીરૂપે રાખી તેને સ્નાન કરાવડાવ્યું. પોતાની પત્ની મૂલાને પણ કહ્યું. આ તારી પુત્રી છે.
વસુમતી પણ પોતાને ઘેર જ રહેતી હોય તેમ સુખપૂર્વક રહેવા લાગી. તેણીએ પોતાના શીલ અને વિનયગુણ વડે દાસ-પરિજન આદિ સર્વ લોકોને પોતાના કરી લીધા. ત્યારે તે સર્વે લોકો કહેવા લાગ્યા કે, આ શીલચંદના છે, ત્યારથી તેણીનું નામ વસુમતીને બદલે ચંદના થઈ ગયું.
એ પ્રમાણે કાળ વહેતો ગયો. મૂલા શેઠાણી દ્વારા તે અપમાન અને ઇર્ષ્યાનો ભોગ બનવા લાગી. મૂલાના મનમાં થયું કે, જ્યાંક શેઠ આને પત્નીરૂપે રાખી લેશે તો હું પણ આ ઘરની સ્વામિની નહીં રહું. ચંદનાના વાળ ઘણાં જ લાંબા, કાળા અને રમણીય હતા. એક વખતે મધ્યાહૅ ધનાવહ શ્રેષ્ઠી ઘેર આવ્યા. ત્યાં કોઈ નોકર-ચાકરને ન જોવાથી શેઠ પોતાની મેળે પગ ધોતા હતા. ત્યારે ચંદના ત્યાંથી પાણી લઈને નીકળી. શેઠે તેણીને રોકી, પણ તે શેઠના પગ ધોવા લાગી.
તે વખતે ચંદનાના બાંધેલા વાળ છૂટી ગયા. તે વખતે ધનાવહ શેઠને થયું કે, આ પુત્રીના વાળ કાદવમાં પડીને ખરડાય નહીં, તે માટે શેઠે લાકડી વડે તેણીના વાળ ઊંચા કરીને હાથમાં લઈને બાંધી દીધા. ગોખમાં બેઠેલી મૂલા શેઠાણીએ આ દૃશ્ય જોયું. મૂલા શેઠાણીના મનમાં થઈ ગયું – પિતા-પુત્રીના સંબંધમાં આવી ચેણ હોય જ નહીં હવે જો શેઠ આને પરણી જશે તો હું નક્કામી થઈ જઈશ.
જ્યારે શ્રેષ્ઠી બહાર ગયા ત્યારે હજામને બોલાવી ચંદનાનું મસ્તક મંડાવી નાંખ્યું. બેડીના બંધનમાં બાંધી, ઘણો માર માર્યો. તેમજ નોકર ચાકરને પણ ધમકી આપી કે કોઈએ બોલવું નહીં. પછી ચંદનાને દૂરના કોઈ ઘરમાં પૂરી દીધી અને મૂલા શેઠાણી પીયર ચાલી ગઈ.
શ્રેષ્ઠીએ ઘેર આવ્યા, ત્યારે પૂછયું કે, ચંદના ક્યાં છે ? ત્યારે મૂલાશેઠાણીના ભયથી કોઈએ જવાબ આપ્યો નહીં. એમ કરતા બે દિવસ ચાલ્યા ગયા. ત્રીજો દિવસ થતાં તેણે ઘનિષ્ઠ પૂછતાછ કરી કહ્યું કે, હવે જો મને જવાબ નહીં આપો તો હું તમને મારી નાંખીશ. તે વખતે કોઈ વૃદ્ધદાસીએ બધો વૃત્તાંત જણાવ્યો.
શેઠ ત્યાં ગયા, ઘર ઉઘાડયું. ભૂખ વડે પીડાઈને બેહાલ થયેલી ચંદનાને જોઈ. શેઠને ઘણો જ ખેદ થયો. તેણે ભોજન શોધવા પ્રયત્ન કર્યો. તે ન મળ્યું ત્યાં બાફેલા અડદ તેના જોવામાં આવ્યા. ત્યારે સૂપડાનાં ખૂણામાં પડેલા અડદ તેણીને ખાવા આપીને લુહારને ઘેર ગયા. જેથી ચંદનાની બેડી તોડી શકાય.
તે વખતે ચંદના પોતાના રાજકુળને સંભારતી ઊંબરો ઓળંગી એક પગ બહાર મૂકી બેઠી. પૂર્વાવસ્થાને યાદ કરતા તેનું હૃદય ભરાઈ આવ્યું. તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. ખરેખર આ મારા અધર્મનું ફળ છે એમ વિચારતી હતી ત્યારે ભગવંત મહાવીર