________________
૨૨૦
ખંડ-3 શ્રમણી કથાનક
શ્રમણીને નિગ્રંથી, ભિક્ષુણી – સાધ્વી ઇત્યાદિ પર્યાય નામોથી ઓળખવામાં આવે છે. તે—તે શબ્દોની ભિન્ન ભિન્ન વ્યાખ્યાઓ પણ આગમસૂત્રોમાં જોવા મળે છે. પરંતુ તે—તે વ્યાખ્યાઓને આધારે શ્રમણી શબ્દની ઓળખ કે પરિભાષામાં પડવાને બદલે સર્વસ્વીકૃત અને સર્વ વિદિત એવો શબ્દ “સાધ્વી” છે તે જ આ વિભાગનો આધાર છે, તેમ સમજવું—જાણવું અને ચતુર્વિધ સંઘના એક ઘટકરૂપ ‘સાધ્વી’'ઓની કથા અહીં આપેલ છે. તેમાંની ઘણી કથા તીર્થંકર—શ્રમણ આદિ વિભાગ સાથે સંબંધીત છે.. તેનો તેનો ઉલ્લેખ અમે તે તે કથામાં કરેલ છે.
આગમ કથાનુયોગ-૪
શ્રમણી કથાનું વિભાગીકરણ કરવામાં અમે મુખ્ય બે વિભાગ કર્યા છે :(૧) મૂળ આગમ આધારિત કથા અને ત્યારપછી (૨) આગમોની નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ આધારિત કથા.
= X * —
w
૦ અનવધા/પ્રિયદર્શના / જ્યેષ્ઠા
કથા -
શ્રમણ ભગવંત મહાવીરની પુત્રીના બે નામ પ્રસિદ્ધ થયા. અનવદ્યા અને પ્રિયદર્શના તે કૌડિન્ય ગોત્રની હતી. તેના લગ્ન ભગવંત મહાવીરના ભાણેજ જમાલી સાથે કુંડપુર નગરમાં થયા હતા. તેણીને જશવતી નામે એક પુત્રી હતી. (આવશ્યક ભાષ્ય–૧૨૬ મુજબ) તેણીનું જ્યેષ્ઠા નામ પણ હતું. (આવશ્યક ભાષ્ય−૮૦ અને આવશ્યક ચૂર્ણિ−૧-પૃ. ૨૪૫ ઉપર તથા આચારાંગ સૂત્ર-૫૧૧માં તેનું નામ પ્રિયદર્શના નોંધાયેલું છે અને સુદર્શના શ્રમણ ભગવંત મહાવીરની બહેનનું નામ છે. પણ ગમે તે કારણે આવશ્યક ભાષ્ય−૧૪૬માં પ્રિયદર્શનાને બદલે તેણીનું નામ સુદર્શના લખાયેલ છે અથવા છપાયેલ છે)
જ્યારે જમાલિએ ૫૦૦ના પરિવાર સાથે ભગવંત મહાવીર પાસે દીક્ષા લીધી. ત્યારે તેની પત્ની કે જે શ્રમણ ભગવંત મહાવીરની પુત્રી હતી, તે અનવદ્યા, જેનું બીજું નામ પ્રિયદર્શના છે, તેણીએ પણ ૧૦૦૦ના પરિવાર સાથે દીક્ષા લીધી.
જ્યારે જમાલિ નિહવ થયા (કથા જુઓ જમાલિ) ત્યારે પ્રિયદર્શના પણ (શ્રમણ ભગવંત મહાવીરને બદલે) જમાલિના મતને અનુસરીને જમાલિ સાથે જ રહી. જમાલિ જ્યારે ઢંક નામના કુંભારને ત્યાં રહ્યા, ત્યારે પ્રિયદર્શના તેમને વંદન કરવાને માટે આવ્યા. તેણીને પણ જમાલિએ પોતાના મતની પ્રરૂપણા કરી. તેણી જમાલિ પરત્વેના ગાઢ અનુરાગને કારણે મિથ્યાત્વને પામી, તેણી પણ સાધ્વીઓને જમાલિના મત અનુસાર જ પ્રરૂપણ કરવા લાગી. ત્યારે ઢંક શ્રાવકે પણ જાણ્યું કે આ પણ જ્ઞાત (ભગવંત મહાવીરના) વચનથી વિપ્રતિપત્ર–વિપરીત થયેલ છે.