________________
૨૧૮
આગમ કથાનુયોગ-૪
૦ સોમદેવ અને સોમદત્ત કથા :
કૌશાંબી નગરીમાં યજ્ઞદત્ત નામે એક બ્રાહ્મણ હતો. તેને બે પુત્રો હતા. સોમદત્ત અને સોમદેવ તે બંને કામભોગથી ઉદ્વિગ્ન થયા. બંનેએ સોમભૂત નામના અણગાર પાસે દીક્ષા અંગીકાર કરી. તે બંને બહુશ્રુત અને ઘણાં આગમના જ્ઞાતા થયા. તે બંને કોઈ દિવસે સંજ્ઞાતપલ્લીમાં આવ્યા. તેમના માતાપિતા ઉજ્જૈની ગયેલા, તે દેશમાં બ્રાહ્મણો “વિકટ' પાણી પીતા હતા.
(સોમદત્ત અને સોમદેવમુનિ ત્યાં ગયા.) તેમને તેઓએ “વિકટમાં અન્ય દ્રવ્ય મેળવીને આપ્યું. કોઈ કહે છે અજાણતા જ ‘વિકટ' (મદ્યયુક્ત પ્રવાહી) તેમને આપ્યું. તે બંનેએ પણ અજાણતા જ તે પીધું. ત્યારપછી “વિકટ' મદ્યયુક્ત પ્રવાહી વડે આર્ત થયા. તે બંને વિચારવા લાગ્યા કે, આપણે અયુક્ત કર્યું. આ પ્રમાદ કહેવાય. આપણે ભક્ત પ્રત્યાખ્યાન કરવું જોઈએ.
ત્યારપછી સોમદત્ત અને સોમદેવ બને ભાઈમુનિઓ એક નદીને કાંઠે ત્યાં કાષ્ઠની ઉપર પાદપોપગમ અનશન સ્વીકારીને રહ્યા. ત્યારે અકાળે વરસાદ થયો. પાણીનું પૂર આવ્યું. તેના પ્રવાહમાં તણાતા સમુદ્રમાં ખેંચાઈ ગયા. તેમણે આ પરીષહ સહન કર્યો. સમ–વિષમ શય્યામાં રહ્યા. આ પ્રમાણે શય્યા પરીષહ સહન કરવો જોઈએ.
૦ આગમ સંદર્ભ :મરણ. ૪૯૪; ઉત્ત.નિ ૧૦૮ + 4
ઉત્ત.યૂ. ૬૯, – ૪ – ૪ – ૦ સોમદેવ કથા :
દશપુર નગરના એક બ્રાહ્મણનું નામ સોમદેવ હતું. તેને રુદ્રસોમા નામે પત્ની હતી. તેઓને રક્ષિત અને ફલ્ગરક્ષિત નામે બે પુત્ર હતા. આર્યરક્ષિત અને ફલ્યુરક્ષિત બંનેએ દીક્ષા લીધેલી. (કથા જુઓ ‘આર્ય રક્ષિત' તેમાં વિસ્તારથી આ વૃત્તાંત જણાવેલા છે.)
આર્યરક્ષિતે સમગ્ર કુટુંબને પ્રતિબોધ કરતા રસોમા આદિએ દીક્ષા લીધી. જ્યારે પિતા સોમદેવને દીક્ષા લેવાનું કહ્યું, ત્યારે તેણે કહ્યું કે, જો મને બે વસ્ત્ર, કુંડિકા, છત્ર, ઉપાનહ અને જનોઈ એટલી વસ્તુ રાખવાની હા કહો તો હું દીક્ષા લઉં. આર્યરક્ષિતે હા કહી એટલે સોમદેવે બ્રાહ્મણ વેશ ધારણ કરી રાખી દીક્ષા લીધી. પછી આર્યરક્ષિત તેની એકએક વસ્તુ છોડાવતા ગયા તે વૃત્તાંત આર્યરક્ષિતની કથાથી જાણવો. એક કથાના કેટલાંક અંશો :
૦ બાળકોને વંદન ન કરવાનું શીખવ્યું. વંદન કરતા સોમદેવને અપમાન લાગ્યું. ત્યારે બાળકોએ કહ્યું, આ ગૃહસ્થના ઉપકરણ કેમ રાખો છો ?. એમ કરીને કુંડિકા, છત્ર, ઉપાનહ આદિ છોડાવ્યા.
૦ કાળધર્મ પામેલા સાધુને ઉપાડવાથી અનંતપુન્ય થાય તેવા બહાને સોમદેવનું ધોતીયું કઢાવી ચોલપટ્ટક પહેરાવ્યો.
–૦- આહાર ન આપીને ગૌચરી લેવા જતાં કર્યા. –૦- આવી વિવિધ યુક્તિ દ્વારા શુદ્ધ સાધુ બનાવ્યા.