________________
શ્રમણ કથા
૨૧૭
જ્યારે તેણે પ્રવજ્યા અંગીકાર કરી, ત્યારે તેની પત્ની ગર્ભવતી હતી. શય્યભવની પ્રવજ્યા થઈ ત્યારે લોકો – સ્વજનો આકંદન કરતા હતા. આ તરુણીના પતિએ દીક્ષા લીધી, પણ આ પત્રરહિત છે. પછી લોકોએ પૂછયું કે, હું તારા ઉદરમાં કંઈ છે ? ત્યારે તેણીએ કહ્યું કે, ઉપલક્ષણથી મનાશ્રુ – કંઈક લાગે છે. ઇત્યાદિ વાત મનકની કથામાં જણાવી દીધી છે. કથા જુઓ–“મનક.
તે બાળક મનક શય્યભવસ્વામીને મળ્યો. ત્યારે શય્યભવસ્વામીએ તેને પૂછયું કે, તું રાજગૃહમાં કોનો પુત્ર કે પૌત્ર છે ? ત્યારે મનકે કહ્યું કે, ત્યાં શäભવ નામક બ્રાહ્મણ હતા, હું તેનો પુત્ર છું – થાવત્ – મનકની કથામાં જણાવ્યા મુજબ મનકની દીક્ષા થઈ. પછી શય્યભવસ્વામીએ ઉપયોગ મૂક્યો કે, આ કેટલો કાળ જીવશે ? ત્યારે જાણ્યું કે, તેનું આયુષ્ય માત્ર છ માસનું છે. ત્યારે આચાર્ય ભગવંતને થયું કે, આનું આયુષ્ય ઘણું અલ્પ છે. હવે મારે શું કરવું જોઈએ ? – યાવત્ – મનકની કથામાં જણાવ્યા મુજબ – શäભવસ્વામીએ દશવૈકાલિક સૂત્રની ઉદ્ધરણા કરી. મનકને આશ્રિને શય્યભવસ્વામીએ ક્રમપુષ્પિકા અધ્યયન આદિ દશ અધ્યયનોની રચના કરી.
છ માસમાં આર્ય મનકે આ અધ્યયનોનો અભ્યાસ કર્યો. ભાવ આરાધના યોગથી તેમણે આરાધના કરી. પણ તેમનો પ્રવજ્યા કાળ માત્ર છ માસ જેટલો અલ્પ રહ્યો. તો પણ તે આ દશવૈકાલિક શાસ્ત્રના અધ્યયનને ભણીને આગમ ઉક્ત વિધિથી મૃત્યુ પામ્યા. શુભલેશ્યા ધ્યાનયોગથી સમાધિ મૃત્યુ પામ્યા.
તે વખતે શય્યભવસ્વામીની આંખમાંથી આનંદના અશ્રુઓ ખરી પડ્યા. તેમને થયું કે, અહો ! આટલા અલ્પકાળમાં પણ તેઓ આરાધીને ગયા. ત્યારે શય્યભવસ્વામીના શિષ્ય સ્થવિર યશોભદ્રને ગુરુના અગ્રુપાત દર્શનથી આશ્ચર્ય અને વિસ્મય પામ્યા. તેમણે પૂછયું, ભગવન્! આ પ્રમાણે ક્યારેય બન્યું નથી, તો આ વખતે આપની આંખમાં અશ્ર કેમ આવ્યા ? શય્યભવસ્વામીએ કહ્યું, સંસારનો સ્નેહ આવો છે. આ મનક મારો પુત્ર હતો. ત્યારે યશોભદ્રને થયું કે, અહો ! ગુરુને ગરપુત્ર હોવા છતાં પણ અમને કંઈ કહ્યું નહીં. ખરેખર તેમણે આ પ્રકારે પ્રતિબંધ દોષના પરિહારાર્થે જ જણાવ્યું નથી.
ત્યારપછી શય્યભવસ્વામીએ સંઘ સમક્ષ વાત જણાવી કે, મનકના અલ્પ આયુષ્યને કારણે જ મેં આ શાસ્ત્રની નિર્તુહણા કરેલી. હવે તેને સંહરી લેવું કે કેમ ? જે યુક્ત હોય તે જણાવો. ત્યારે સંઘે વિચાર્યું કે, કાળના દોષથી ઘણાં બધાં જીવોને માટે આ જ ઉપકારક થવાનું છે. માટે તેને હવે રહેવા જ દેવું. ત્યારથી દશવૈકાલિકની સ્થાપના કરાઈ, જે શાસન છે ત્યાં સુધી રહેશે.
૦ આગમ સંદર્ભ :ઠા. ૨૫૪, ૬૦રની નિતી.ભા. ૨૧૫૪ની વૃ મહાનિ. ૮૧૨ થી ૮૧૪; આવ.નિ ૮૭ની વૃ પિંડનિ ૧૮રની વૃ;
ક્સ. . ૬૭, ૩૭૭; દસ નિ ૧૨, ૧૪, ૧૫, ૩૭૦ થી ૩૭૨;
ઉત્તમૂ.૧ની વૃ; નંદી ૨૩ + વૃ; તિલ્યો. ૭૧૨;
કલ્પસૂત્ર સ્થવિરાવલી + વૃક્ષ
–
૪ –– »
–