________________
શ્રમણ કથા
૧૯૯
૦ વજસેન આચાર્ય :
આચાર્ય વજસ્વામીના મુખ્ય શિષ્ય વજસેન નામે હતા. જ્યારે વજસ્વામીએ ભક્ત પ્રત્યાખ્યાન સ્વીકારવાનું નક્કી કર્યું. ત્યારે તેમણે વજસેનને બીજે વિહાર કરાવ્યો. તે વિચરતા–વિચરતા સોપારક નગરે ગયા. આ વજસેન અણગારને વજસ્વામીએ કહેલું કે, જ્યારે તને લક્ષમૂલ્યવાળી ભિક્ષા પ્રાપ્ત થાય ત્યારે જાણજે કે, હવે દુકાળ પૂરો થશે.
સોપારક નગરે જીવ-અજીવ આદિ તત્ત્વોની જ્ઞાતા શ્રાવિકા હતી. તેને વિચાર આવ્યો કે, આપણે કઈ રીતે જીવિશું ? જીવવા માટે હવે કોઈ આધાર નથી. તે દિવસે લક્ષમૂલ્યવાળું ભોજન તૈયાર કર્યું. તેમણે વિચાર્યું કે, આપણે સર્વ કાળ સારી રીતે જીવ્યા. પણ હવે આપણે જીવવાનો કોઈ આધાર રહ્યો નથી. તો લક્ષમૂલ્ય વડે નિષ્પાદિત આ ભોજનમાં ઝેર નાંખી ભોજન કરી, નમસ્કાર સ્મરણપૂર્વક મૃત્યુને સ્વીકારીએ ત્યારપછી ઝેર નાંખવા સજ્જ થયા. પણ હજી તેઓ વિષ ભેળવવા જાય, તેટલામાં તે સાધુ ગૌચરી માટે ભ્રમણ કરતા ત્યાં આવ્યા.
ત્યારે તેઓ હર્ષિત અને સંતુષ્ટ થઈને તે સાધુને તે પરમાત્ર–ખીર વડે પ્રતિલાભિત કર્યા. પરમાર્થ સાધ્યો. ત્યારે તે સાધુએ કહ્યું, તમે આ ભોજન દ્વારા મૃત્યુને અંગીકાર ન કરો. કેમકે મને વજસ્વામીએ કહેલ હતું કે, જ્યારે તને લક્ષમૂલ્ય વડે નિષ્પન્ન ભિક્ષા પ્રાપ્ત થશે, ત્યારે બીજી સવારે જ સુભિક્ષ–સુકાળ થશે. ત્યારે પ્રવ્રજ્યા માટે તૈયાર થયા.ત્યારે તેણીએ નિવારતા રોકાયા. આ તરફ તે જ દિવસે વહાણમાં ચોખા આવ્યા. ત્યારે તેમને જીવવાનો આધાર મળ્યો. તે સાધુ ત્યાં જ રહ્યા. સુકાળ થયો. તે બધાં જ શ્રાવકોએ તેમની પાસે દીક્ષા લીધી.
ત્યારે વજસ્વામીથી શરૂ થયેલ વંશ સ્થિર થયો. વજસેનથી આર્યનાગિલી નામે શાખા નીકળી. વજસેને આર્યને ચાર શિષ્યો થયા – (૧) નાગિલ, (૨) પોમિલ, (૩) જયંત, (૪) તાપસ.
૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૭૭૬ની વૃક્ષ આવ.ચૂલ- ૪૦૫;
કલ્પસૂત્ર સ્થવિરાવલી.
૦ વસ્ત્રપુષ્યમિત્ર :
આર્યરક્ષિતના એક શિષ્ય વસ્ત્રપુષ્યમિત્ર હતા. શેષ સર્વ કથન પોતપુષ્યમિત્ર અનુસાર સમજી લેવું. (આ કથા આર્યરક્ષિત કથામાં આવી ગયેલ છે.) કથા જુઓ “આર્યરક્ષિત"
૦ આગમ સંદર્ભ :આવનિ ૭૭૫ની વૃ;
– ૪ – ૪ – ૦ વિંધ્યમુનિ કથા -
આર્યરક્ષિતના શિષ્ય વિંધ્યમુનિ થયા. તેમના ગચ્છમાં આ ચાર સાધુ મુખ્ય હતા. તે આ પ્રમાણે – દુર્બલિકાપુષ્યમિત્ર, વિંધ્ય, ફલ્યુરક્ષિત, ગોષ્ઠામાહિલ. તેમાં વિંધ્યમુનિ ઘણાં જ મેધાવી, સૂત્ર–અર્થ અને તદુભયના જ્ઞાતા, ગ્રહણ અને ધારણામાં સમર્થ હતા. તે