________________
૨૧૨
આગમ કથાનુયોગ-૪
ધર્મઘોષ અણગાર પાસે ધર્મ સાંભળીને તે કામભોગથી ઉદ્વિગ્ન થયો, તેથી તેણે પ્રવજ્યા અંગીકાર કરી. ત્યારપછી તેણે એકાકિ વિહારપ્રતિમા અંગીકાર કરી. ત્યારપછી અધોભૂમિમાં વિચરતા શરઋતુમાં તે કોઈ અટવી તરફ આવ્યા. રાત્રિના મશક-ડાંસ તેને ખાવા લાગ્યા. (ચટકા ભરવા લાગ્યા) તો પણ તેણે તેની પ્રમાર્જના ન કરી, સમ્યક રીતે તેણે દંશ પરીષહને સહન કર્યો. રાત્રિના લોહી-પર આદિ વહેવા લાગ્યા અને તે કાળધર્મ પામ્યા. આ પ્રમાણે સાધુએ દંશ–મશક પરીષહ સહન કરવો જોઈએ.
૦ આગમ સંદર્ભ :ઉત્ત.નિ. ૯૩ + ;
મરણ. ૪૯૦
૦ સુવત કથા :
સુદર્શનપુરે સુસુનાગ ગાથાપતિ હતો. તેની પત્ની સુયશા હતી. તે બંને શ્રાવક ધર્મનું પરિપાલન કરતા હતા. તેમનો પુત્ર સુવ્રત હતો. તે ગર્ભમાં સુખપૂર્વક રહ્યો. સુખપૂર્વક વૃદ્ધિ પામ્યો. એ પ્રમાણે યૌવન વય સુધી સુખેથી રહ્યો, પછી સમ્યક્ બોધ પામ્યો.
ત્યારપછી માતાપિતાની અનુજ્ઞા લઈ, પ્રવ્રજિત થયો. દીક્ષા લીધા બાદ ઘણું જ અધ્યયન કર્યું. તેણે એકાકી વિહારપ્રતિમા અંગીકાર કરી. શક્રએ તેના સંયમની ઘણી જ પ્રશંસા કરી. તે પ્રશંસા સાંભળી દેવ તેની પરીક્ષા કરવા આવ્યો. અનુકુળપણે તેણે ઉપસર્ગ કરવાનો આરંભ કર્યો.
હે કુમાર ! તમે ધન્ય છો કે, તમે બ્રહ્મચર્યનું પાલન કરી રહ્યા છો, પણ આ રીતે તમે કુળ સંતાનના તંતુનો છેદ કરવાથી અધન્ય છો. પણ તે ભગવાન સમભાવે રહ્યા. એ પ્રમાણે માતા-પિતા પોતાના વિષયમાં આસક્ત થયેલા દેખાડ્યા. પછી તે બંનેને મારી નાંખ્યા. કરુણ વિલાપ કર્યો. તો પણ સુવ્રત મુનિ સમભાવે રહ્યા. ત્યારપછી સર્વ ઋતુઓ વિકર્વી દિવ્ય સ્ત્રીઓ તેમને વિભ્રમ સહિત જોવા લાગ્યા. દીર્ધ નિઃશ્વાસ મૂકવા લાગ્યા. તો પણ સુવ્રતમુનિ સંયમમાં વિશેષ સમાધિયુક્ત રહ્યા.
આ રીતે સમ્યકૂતયા ઉપસર્ગો સહન કરતા-કરતા તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. થાવત્ કાળક્રમે તેઓ સિદ્ધ થયા. આ પ્રમાણે સમાધિ નામક યોગ સંગ્રહ જાણવો.
૦ આગમ સંદર્ભ :આવ.નિ ૧૨૯૮ + વૃક
આવ યૂ.– ૧૯૫; – ૪ —- ૪ - ૦ (આઈ)સહસ્તિ કથા :૦ પરીચય :
આર્યસ્થૂલભદ્રના મુખ્ય શિષ્ય સુહસ્તિ નામે આચાર્ય થયા. તેઓ વાશિષ્ટ ગોત્રના હતા. આર્ય મહાગિરિ તે ગણના ધારક હતા. પણ જ્યારે તેમણે જિનકલ્પની તુલના કરવાનું શરૂ કર્યું. ત્યારે તે સમગ્ર સાધુગણને તેમણે આર્ય સુહસ્તિને ભળાવેલ ત્યારપછી આર્ય સુહસ્તિ તે સમગ્ર ગુણના ધારક બન્યા. આર્ય સુહસ્તિને બાર શિષ્યો પુત્રો સમ પ્રસિદ્ધ થયા. તે બાર શિષ્યો આ પ્રમાણે (તેમ વિસ્તૃત વાંચનામાં કહે છે.)