________________
૨૧૪
આગમ કથાનુયોગ-૪
સાધુઓ ભિક્ષાર્થે ભ્રમણ કરતા હતા. ત્યારે કોઈ એક ઢમકે તેમને જોયા. ત્યારે તેણે ભોજન માટે યાચના કરી. સાધુએ કહ્યું કે, અમારા આચાર્ય જ તને આનો જવાબ આપી શકે. ત્યારે તે ભિક્ષુક આચાર્ય સુહસ્તિ પાસે ગયો. તે વખતે આચાર્ય ભગવંતે ઉપયોગ મૂક્યો. તેમણે જાણ્યું કે, આને પ્રવજ્યા આપવાથી લાભનું કારણ થશે. તેથી ભિક્ષુકને કહ્યું કે, જો તું પ્રવજ્યા ગ્રહણ કરે તો તને ભોજન આપીએ. ત્યારે તે ભિક્ષુક દીક્ષા લેવા તૈયાર થયો.
ત્યારપછી તેને દીક્ષા આપી. સામાયિકમાં સ્થિત થયો. પછી તેણે ઘણો જ આહાર કર્યો. પરિણામે તે ભિક્ષુક મૃત્યુ પામ્યો. પણ આ અવ્યક્ત સામાયિકના પ્રભાવથી તે અંધ એવા કુણાલ રાજાનો પુત્રરૂપે જન્મ્યો. ચંદ્રગુપ્ત રાજાનો પ્રપૌત્ર બિંદુસાર રાજા હતો. તેનો પૌત્ર અશોકથી હતો. તેનો પુત્ર કૃણાલ હતો. તે અંધ હતો. તેણે રાજ્યની માંગણી કરી. ત્યારે રાજાએ કહ્યું, તારે અંધને રાજ્યનું શું કરવું છે? ત્યારે કુણાલે કહ્યું, મારા પુત્રને માટે રાજ્ય જોઈએ છીએ. રાજા કહે, તારે પુત્ર ક્યાં છે ? તેણે પુત્રને લાવીને રાજાને આપ્યો કે, આ સંપ્રતિ (હમણાં જ) જમ્યો. તેથી તેનું નામ સંપ્રતિ જ પાડી દીધું.
કોઈ વખતે આર્ય સહસ્તી જીવંત સ્વામીની પ્રતિમાના વંદનાર્થે ઉજ્જૈની આવ્યા. ત્યાં રથયાત્રા નીકળી. રાજ્યના પ્રાંગણમાં થઈને જતી હતી ત્યારે રથની આગળ રહેલા આર્ય સુહસ્તિને જોઈને રાજા સંપ્રતિને જાતિસ્મરણ જ્ઞાન થયું. ત્યારે ત્યાં જઈને ગુરુના ચરણકમળમાં વંદના કરી, સુખશાતા પૂછી. પછી પૂછયું કે, હે ભગવન ! અવ્યક્ત સામાયિકનું શું ફળ છે ? આચાર્ય ભગવંતે કહ્યું કે, તેથી રાજ્યાદિકની પ્રાપ્તિ થાય છે. ત્યારે સંભ્રાન્ત થયેલો સંપ્રતિ રાજા, અંજલિ જોડીને આનંદના અશ્રુના પૂરથી પૂરિત નયનતય યુક્ત તે બોલ્યો, હે ભગવન્! એ જ પ્રમાણે છે. પણ મને તમે આ પૂર્વે ક્યાંય પણ જોયેલ છે ખરો ?
ત્યારે આર્ય સુહસ્તિએ ઉપયોગ મૂકીને કહ્યું કે, હે રાજન્ ! મેં તને પૂર્વે જોયેલ છે. તમે પૂર્વભવે મારા શિષ્ય હતા. ત્યારે પ્રતિ રાજાએ પરમ સંવેગ પામીને આર્ય સુહસ્તિ પાસે સમ્યગુદર્શન સહ પાંચ અણુવ્રતમય શ્રાવકધર્મ અંગીકાર કર્યો. સંપતિની પ્રવયનભક્તિ માટે કથા જુઓ “સંપતિ."
૦ સંપ્રતિ રાજા દ્વારા આર્ય સુહસ્તિના સાધુઓને આહારાદિ પ્રાપ્ત થવા લાગ્યા. કોઈ વખતે આર્ય મહાગિરિએ આર્ય સુહસ્તિને પૂછયું, આ આહાર, વસ્ત્ર આદિ જે ઇચ્છિત પ્રાપ્ત થાય છે, તો હે આર્ય ! તું જાણે છે કે, રાજાએ જ લોકોને આ રીતે આપવા માટે પ્રવૃત્ત કર્યા છે ? આર્ય સુહસ્તિ આ બધું જાણવા છતાં તે અનેષણીય વસ્તુ પોતાના શિષ્ય પરત્વેના મમત્વથી બોલ્યા, હે ક્ષમાશ્રમણ ! રાજધર્મને અનુસરતા એવા લોકો ઇચ્છિત આહારાદિને આપે છે. ત્યારે આર્ય મહાગિરિએ કહ્યું, તું આવો બહુશ્રુત થઈને આ પ્રમાણે પોતાના શિષ્યના મમત્વને કારણે જ આમ બોલી રહ્યો છે. તેથી મારે ને તારે હવે એકત્ર માંડલી – સમુદેશ આદિ વ્યવહાર બંધ છે. એમ કહીને તેને વિસંભોગી કર્યો.
ત્યારે આર્ય સુહસ્તિ વિચારવા લાગ્યો કે, મારા જાણવા છતાં કે, આ આહારાદિ અષણીય છે તો પણ સાધુઓએ ગ્રહણ કર્યો. મેં પોતે પણ આ અષણીય આહારાદિ