________________
શ્રમણ કથા
૨૦૩
છે. પર્વને દિવસે કુલપતિ પાદલેપ વડે નદીને ઉતરી નગરમાં આવે છે અને સત્કાર પામે છે. તે વખતે શ્રાવકજનોની ખિસા થઈ. તેઓએ આર્ય સમિતને કહ્યું. આર્ય સમિતે કહ્યું કે, માયાકપટથી પારલેપ વડે આવે છે. ત્યારે શ્રાવકોએ તે પ્રગટ કરવા માટે તેમને નિમંત્રણ આપ્યું. તે આવ્યા, ત્યારે લોકમાં અવિનય કહેવાય એમ કહી તેમના પગ ધોયા.
ભોજન કરીને તે તાપસ ચાલ્યો. નદીમાં ડૂબવા લાગ્યો. સમિતાર્થે નદીના બંને કાંઠા મેળવી દીધા. સર્વે વિસ્મય પામ્યા. પછી ૫૦૦ તાપસોએ પ્રવજ્યા લીધી. તે બ્રહ્મ શાખા.
વિસ્તારથી જણાવતા કહે છે કે, ૪૯ તાપસોથી પરિવરલ દેવશર્મા નામે કુલપતિ હતો. તે કુલપતિ સંક્રાંતિ વગેરે પર્વને દિવસે પોતાની પ્રભાવના કરવા માટે સર્વ તાપસો સહિત પાદલપ વડે કૃષ્ણ નદીને ઉતરીને અચલપુરમાં આવે છે. તે વખતે લોકો તેવા પ્રકારનો તેનો અતિશય જોઈને ચિત્તમાં વિસ્મય પામી વિશેષ કરીને તેમને ભોજનાદિ સત્કાર કરે છે. તથા શ્રાવકજનોની નિંદા કરે છે કે, તમારા ગુરમાં આવી શક્તિ નથી.
ત્યારે શ્રાવકોએ આર્ય સમિત નામક આચાર્યને આ વાત કરી. તેણે પોતાના જ્ઞાનથી વિચારીને કહ્યું કે, માયાકપટથી આ પાદલપ વડે નદીને ઉતરે છે. તપશક્તિના પ્રભાવથી ઉતરતા નથી. ત્યારે શ્રાવકોએ તેના માયાકપટને પ્રગટ કરવા માટે તે કુલપતિને પરિવાર સહિત ભોજન માટે નિમંત્રણ કર્યું, ત્યારે ભોજન સમયે તેઓ ઘેર આવ્યા. તેના પગ ધોવાનું શરૂ કર્યું. તેઓ પારલેપ દૂર ન થાય તે માટે પગ ધોવા દેતા નથી. ત્યારે શ્રાવકોએ કહ્યું કે, પગ ધોયા વિના તમને જમાડવાથી અમારો અવિનય કહેવાશે. એમ કહીને બળાત્કારે તેમના પગ ધોયા
પછી ભોજન કર્યા બાદ તેઓ પોતાના સ્થાને જવાને ચાલ્યા. શ્રાવકો પણ બધાં લોકોને બોલાવીને વળાવવાની બુદ્ધિથી તેમની સાથે ચાલવા લાગ્યા. પછી પરિવાર સહિત કુલપતિ કૃષ્ણા નદીને ઉતરવા લાગ્યા. ત્યારે પાઘલેપ નહીં હોવાથી ડૂબવા લાગ્યા. તેથી લોકોમાં તેમની આપભ્રાજના થઈ.
આ અવસરે તેમને બોધ કરવા માટે આર્ય સમિતસૂરિ ત્યાં આવ્યા, તેમણે સમગ્રજનની સમક્ષ નદી પરત્વે કહ્યું કે, હે કૃષ્ણા! અમે સામે કાંઠે જવાને ઇચ્છીએ છીએ. તે વખતે કૃણાનદીના બંને કાંઠા એક સાથે મળી ગયા. તે જોઈને લોકોને તથા પરિવાર સહિત કુલપતિને વિસ્મય થયું. પછી પરિવાર સહિત કુલપતિએ દીક્ષા ગ્રહણ કરી.
૦ આગમ સંદર્ભ :જી.ભા. ૧૪૬૧ થી ૧૪૬૬;
આવ..૧–૫. 3૯૦, ૫૪3; પિંડ.નિ. ૯૭, ૩૫ર થી ૩૫૪, ૨૪૨, ૫૪૪ થી ૫૪૬;
ઉત્ત.નિ. ર૯૫ની વૃ કલ્પસૂત્ર સ્થવિરાવલી–વૃત્તિ.
- x - x ૦ શશક કથા :
વારાણસીના રાજા જિતશત્રુના પુત્ર અને જરાકુમારના પૌત્રનું નામ શશક હતું. તેને ભસક નામનો ભાઈ હતો. તેને સુકુમાલિકા નામની બહેન પણ હતી. આ ત્રણેએ દીક્ષા લીધી. ઇત્યાદિ. (કથા જુઓ સુકુમાલિકા) તેમાં આ મુનિની કથા વિસ્તારથી આપેલ છે.