________________
આગમ કથાનુયોગ–૪
પિતા મુનિ (સુનંદાના પતિ) આર્ય ધનગિરિ એ બંને મુનિઓ આચાર્ય સિંહગિરિ સાથે વિચરતા પોતાની નગરીમાં આવ્યા ત્યારે તે બંનેએ પોતાના કુટુંબીજનોને જોવા જવાની ઇચ્છા વ્યક્ત કરેલી. આચાર્ય સિંહગિરિએ પણ લાભનું કારણ જાણી તેમને જવાની અનુજ્ઞા આપી અને કહ્યું કે, સચિત્ત કે અચિત્ત જે મળે તે વહોરી લાવજો. ત્યારે સુનંદાએ વજ્ર (સ્વામી)ને વહોરાવી દીધા ઇત્યાદિ કથા વજ્રસ્વામી (આર્ય વજ્ર)ની કથામાં આવી ગયેલ છે. કથા જુઓ ‘વજ્રસ્વામી’’.
૨૦૨
-
૦ કોઈ વખતે આર્ય સમિત વિહાર કરતા હરંત ગામે આવ્યા. તે ગામમાં જિનદત્ત નામે એક શ્રાવક હતો. તે જિનાગમ અને સાધુભક્તિને વિશે તન્મય ચિત્તવાળો હતો. દાન દેવામાં નિપુણ હતો. તેણે કોઈ વખતે સાધુ નિમિત્તે આધાકર્મ દોષવાળુ ભોજન કરાવ્યું. આ સર્વ વૃત્તાંત સૂરિ મહારાજે કોઈપણ પ્રકારે જાણ્યો. તેથી તેમણે તેને ઘેર પ્રવેશ કરતા સાધુઓને નિવાર્યા કે, હે સાધુઓ ! ત્યાં સાધુ નિમિત્તે આહાર કરેલો છે, તેથી તમે ત્યાં જશો નહીં. આ પ્રમાણે આર્ય સમિતે કહેતા જેઓએ તેમનું વચન અંગીકાર કર્યું, તેઓ આધાકર્મના પરિભોગથી ઉત્પન્ન થતાં પાપ કર્મથી બંધાયા નહીં અને ગુરુની આજ્ઞાનું પાલન પણ થયું. જેઓએ આહારના લંપટપણાથી થતા દોષોની અવગણના કરી તેઓ કુગતિના કારણરૂપ આધાકર્મના ભોગી અને આજ્ઞા ભંગથી દીર્ઘ સંસારને ભજનારા ભોગવાળા થયા. ૦ વસંતપુરમાં નિલય નામે શેઠ હતા. તેને સુદર્શના નામની પત્ની હતી. તેમને બે પુત્ર હતા. ક્ષેમંકર અને દેવદત્ત. તથા લક્ષ્મી નામે પુત્રી હતી. તે જ નગરમાં તિલક નામે શેઠ હતા, તેને સુંદરી નામે પત્ની હતી. તેમને ધનદત્ત નામે પુત્ર અને બંધુમતી નામે પુત્રી હતી. તેમાં ક્ષેમંકરે આર્ય સમિત પાસે દીક્ષા લીધી. તથા દેવદત્ત બંધુમતીને પરણ્યો અને ધનદત્ત લક્ષ્મીને પરણ્યો. કોઈ કારણે ધનદત્ત દરિદ્ર થઈ ગયો.
ધનદત્ત દરિદ્ર હોવાથી પ્રાયઃ કોદરા ખાતો હતો. દેવદત્ત ધનિક હોવાથી હંમેશાં શાલિ-ઓદન ખાતો હતો. કોઈ વખત ક્ષેમંકર સાધુ વિહાર કરી ત્યાં પધાર્યા. તેના મનમાં થયું કે, જો ભાઈ દેવદત્તને ત્યાં જઈશ તો બહેનને થશે કે, હું ગરીબ છું માટે આ સાધુ મારે ત્યાં આવતા નથી. તેથી અનુકંપા વડે તેણીને જ ઘેર પ્રવેશ કર્યો.
ભિક્ષાવેળા લક્ષ્મીને થયું કે, એક તો મારો ભાઈ છે, બીજું તે સાધુ છે, ત્રીજુ તે પરોણો છે. તો હું તેના કોદરા ક્યાં આપું ? તેથી તેની ભાભીને ત્યાં જઈ કોદરા આપી બદલામાં શાલિઓદન લાવી. તે વખતે દેવદત્ત જમવા આવ્યો. ભોજનમાં કોદરા જોઈને તે સમજ્યો કે મારી પત્નીએ કૃપણતાને લીધે કોદરા રાંધ્યા છે. તેણીને મારવા લાગ્યો ત્યારે તેણીએ કહ્યું કે, તમારી જ બહેન ભાઈ મુનિ માટે આ પરાવર્તન કરી ગઈ છે.
અહીં ધનદત્ત જમવા બેઠો. ક્ષેમંકર મુનિને વહોરાવ્યા પછી વધેલા શાલિ ઓદન તેને પીરસ્યા. તેણે પણ પત્નીને તાડન કર્યું કે, બીજાને ઘેરથી લાવીને તેં મારી મલિનતા કરી ? બંનેના ઘરનો વૃત્તાંત પરંપરાએ સાંભળી આર્ય સમિતે સાધુને પ્રતિબોધ કર્યો કે, આપણે આવું પરાવર્તિત દોષવાળું ભોજન કલ્પે નહીં. પછી સવિસ્તાર જિનપ્રણિત ધર્મ કહ્યો. તેથી સર્વેને સંવેગ પ્રાપ્ત થયો. બધાંએ દીક્ષા લીધી.
૦ કૃષ્ણા અને બેન્ના એ બે નદીઓની વચ્ચ બ્રહ્મ દ્વીપ છે. તેમાં ૫૦૦ તાપસો વસે