________________
૨૦૦
આગમ કથાનુયોગ-૪
સૂત્ર માંડલીમાં વિષાદ પામતા હતા. જ્યાં સુધી પરિપાટી ક્રમે આલાપક આવતા, ત્યાં સુધી તે કરી શકતા હતા. તેમણે આચાર્ય ભગવંતને કહ્યું કે, હું સૂત્રમાંડલીમાં સીદાઉ છું. તેથી ચીર કાળે પરિપાટી આવે છે, તેથી મને વાચનાચાર્ય આપો. ત્યારે આચાર્ય ભગવંતે તેને દુર્બલિકાપુષ્યમિત્ર વાંચનાચાર્યરૂપે આપ્યા.
ગોષ્ઠામાહિલ વિંધ્યમુનિ પાસે અર્થોને શ્રવણ કરવા આવ્યા. ત્યારે આઠમા કર્મપ્રવાદ પૂર્વમાં કર્મનું વર્ણન ચાલતું હતું. જે રીતે કર્મ બંધાય છે. ત્યારે ગોષ્ઠામાહિલે વિંધ્યમુનિને પૂછયું, જીવ અને કર્મનો બંધ કઈ રીતે થાય છે ? આ વિચારથી ગોષ્ઠામાહિલ અભિનિવેશથી અન્યથા માનવા લાગ્યા અને તે પ્રમાણે પ્રરૂપણા કરવા લાગ્યા. એ રીતે ગોષ્ઠામાહિલ નિલવ થયા. ઇત્યાદિ કથા ગોષ્ઠામાહિલ નિલવના કથાનકમાં લખાઈ ગઈ છે. ત્યાં જોવી
અહીં આવશ્યક ભાષ્યકાર જણાવે છે કે
વિંધ્યમુનિ આઠમા કર્મપ્રવાદ પૂર્વમાં કર્મની પ્રરૂપણા કરતા હતા. તે આ પ્રમાણે – કેટલાંક કર્મો જીવપ્રદેશથી માત્ર બદ્ધ થાય છે, કાલાંતર સ્થિતિને પામ્યા વિના જ છૂટા પડે છે, કેટલાંક કર્મો ધૃષ્ટબદ્ધ હોય છે. તે કાલાંતરે છૂટા પડે છે. કેટલાંક કર્મો ધૃષ્ટબદ્ધ નિકાચિત હોય છે, તે જીવ સાથે એકત્વ પ્રાપ્ત કરે છે, તે કાલાંતરે વેદાય છે ઇત્યાદિ.
ત્યારે ગોષ્ઠામાહિલે પ્રશ્ન કર્યો કે, આ પ્રમાણે તો મોક્ષનો અભાવ થઈ જશે. કઈ રીતે ? જીવ અને કર્મનો વિયોગ જ ન થાય. (ત્યારપછીની ચર્ચા ગોષ્ઠામાહિલ નિલવના કથાનકમાં વર્ણવેલી છે.)
આ પ્રમાણે ગોષ્ઠામાહિલે કહ્યું. ત્યારે વિંધ્યમુનિએ જણાવ્યું કે, આપણા ગુરુ ભગવંતે કર્મસંબંધી વ્યાખ્યાન આ પ્રમાણે જ કરેલ છે. ગોષ્ઠામાહિલે કહ્યું કે, તેઓ જાણતા નથી કે, કર્મસંબંધી વ્યાખ્યાન કઈ રીતે કરાય. ત્યારે વિંધ્યમુનિ શંકિત થઈને ગુરુ ભગવંતને પૂછવા ગયા, “કદાચ મારાથી કંઈ અન્યથા ગ્રહણ ન થઈ ગયું હોય." ત્યારે ગુરુ ભગવંતે વિંધ્યમુનિને કહ્યું કે, મેં જે રીતે પ્રરૂપણા કરી છે, તે જ પ્રમાણે તેં અવધારેલ છે. તે એ જ પ્રમાણે છે. ત્યારે વિંધ્યમુનિએ ગોષ્ઠામાલિનો વૃત્તાંત કહ્યો, ગુરુએ તેમને જણાવ્યું કે, ગોષ્ઠામાડિલ કહે છે તે મિથ્યા છે ઇત્યાદિ.
ત્યારે વિંધ્યમુનિએ ગોષ્ઠામાલિને આ વાત જણાવી. તે મૌન રહીને જ ત્યાં રહ્યા. ફરી નવમાં પૂર્વમાં સાધુના પ્રત્યાખ્યાનનું વર્ણન આવ્યું. જેમકે, હું જાવજીવને માટે પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરું છું ઇત્યાદિ. ત્યારે પણ ગોષ્ઠામાદિલ સંમત ન થયા. ઇત્યાદિ ગોષ્ઠામાહિલ નિભવની કથાનકથી જાણવું.
૦ આગમ સંદર્ભ :સૂય યૂ.પૂ. ૫; ઠા. ૬૮૮ની વૃ
આવ.ભા. ૧૪ર + ; આવ.યૂ.૧–. ૪૧૦, આવ.નિ. ૦૭૬, ૭૭૭ની વૃ, આવ.ભ. ૧૪૩–વૃ;
–– » –– » –– ૦ વિષ્ણુકુમાર કથા :
- પ્રવચન ઉપઘાત રક્ષણના સંદર્ભમાં આ કથા છે – ભગવંત મુનિસુવ્રતસ્વામીના સમયમાં ગજપુર નગરમાં ઇક્વાકુ વંશનો પક્વોત્તર