________________
શ્રમણ કથા
રાજા રાજ્ય કરતો હતો. તેને જ્વાલા નામની રાણીથી પ્રથમ પુત્ર થયા. વિષ્ણુકુમાર, પછી બીજા પુત્ર થયા મહાપદ્મ ચક્રવર્તી... સુવ્રતાચાર્યના શિષ્ય પાસે નમુચિ નામે અવંતી નગરીના રાજાનો મિથ્યાષ્ટિ પ્રધાનવાદમાં હારી ગયો... પછી કાળક્રમે તે નમુચિ મહાપદ્મ રાજાનો પ્રધાન થયો... નમુચિએ વરદાનમાં સાત દિવસ માટે ચક્રવર્તીનું રાજ્ય માંગ્યુ... સુવ્રતઆચાર્યને નમુચિએ રાજ્ય ત્યાગ કરવા કહ્યું... લબ્ધિધારી વિષ્ણુમુનિને બોલાવ્યા... નમુચિએ તેમને ત્રણ પગલાં રહેવાની જગ્યા આપી... વિષ્ણુમુનિએ પોતાની કાયા લાખ યોજન પ્રમાણ વિક્ર્વી... નમુચિને માથે પગ મૂકીને તેને મારી નાંખ્યો.
(આ આખી કથા મહાપદ્મ ચક્રવર્તીની કથામાં અપાઈ ગઈ છે.)
૦ આગમ સંદર્ભ =
બુહ.ભા.૩૧૩૧, ૩૧૩૬;
આયા.ચૂ.પૃ. ૩૭૪; વવ.ભા. ૭૦૮ની વૃ;
.
―
* — * —
૨૦૧
વભા ૩૩૭૪;
ઉત્ત.ભાવવૃ.પૃ. ૩૬૮ થી ૩૭૪ મધ્યે;
સંભૂતિવિજય કથા ઃભગવંત મહાવીરની પરંપરામાં સુધર્માસ્વામી પછી જંબૂસ્વામી થયા. ત્યારપછી પ્રભવસ્વામી થયા, ત્યારપછી શય્યભવસ્વામી થયા. તેમની પાટે આર્ય યશોભદ્ર આવ્યા. આર્ય યશોભદ્રને બે શિષ્યો થયા. માઢર ગોત્રના આર્ય સંભૂતિવિજય અને પ્રાચીન ગોત્રના આર્ય ભદ્રબાહુ.
માઢર ગોત્રવાળા આર્ય સંભૂતિવિજયને આ બાર સ્થવિર શિષ્યો થયા. તે આ પ્રમાણે – (૧) નંદનભદ્ર, (૨) ઉપનંદ, (૩) તિષ્યભદ્ર, (૪) યશોભદ્ર, (૫) સુમનોભદ્ર, (૬) મણિભદ્ર, (૭) પૂર્ણભદ્ર, (૮) સ્થૂલભદ્ર, (૯) ઋજુમતિ, (૧૦) જંબૂ, (૧૧) દીર્ઘભદ્ર, (૧૨) પાંડુભદ્ર. જેમાં સ્થૂલભદ્રનો પ્રબંધ વિસ્તારથી મળે છે જે તેમની કથામાં અપાઈ ગયો છે. જુઓ કથા ‘‘સ્થૂલભદ્ર' તેમાં આર્ય સંભૂતિ વિજયના શિષ્ય થયા ઇત્યાદિ સર્વે આવી ગયું છે.
માઢર ગોત્રવાળા આર્ય સંભૂતિવિજયને સાત શિષ્યાઓ થયા. તે આ પ્રમાણે :(૧) યક્ષા, (૨) યક્ષદિત્રા, (૩) ભૂતા, (૪) ભૂતદિન્ના, (૫) સેણા, (૬) વેણા, (૭) રેણા. આ સાથે સાધ્વીઓ સ્થૂલભદ્રના બહેનો હતા.
૦ આગમ સંદર્ભ :
નિસી.ભા. ૨૧૫૪ની ચૂ; નંદી. ૨૪ + ;
આવ.યૂ.૨ ૧૮૫; તિત્વો. ૭૧૩;
X --- X
આવ.નિ. ૧૨૮૪ની ; કલ્પસૂત્ર—સ્થવિરાવલી
૦ આર્ય સમિત કથા - આર્ય સિંહગિરિના એક શિષ્ય આર્ય સમિત નામે હતા. તે પ્રસિદ્ધ યુગપ્રધાન આચાર્ય વજ્રસ્વામીના મામા હતા. આર્ય સમિતથી બ્રહ્મદ્વિપિક નામની શાખા નીકળી હતી. ૦ વજ્રસ્વામીનો જન્મ થયા પહેલાં એટલે કે સુનંદાના લગ્ન થયા પહેલાં જ સુનંદાના ભાઈ એવા આર્ય સમિતે દીક્ષા લીધી હતી. જ્યારે આર્યસમિત અને વજ્રસ્વામીના