________________
શ્રમણ કથા
૨૦૯
આ અવસ્થા જોઈને, તેમને વંદના કરી બધાં રૂદન કરવા લાગ્યા – અમારા જેવા નિભંગી કોણ હશે ? ઘેર આવેલા પુત્રને ઓળખ્યો નહીં. ક્યાં પુષ્પ જેવી કોમળ શય્યા ? અને કયાં આ પત્થરની શય્યા ? ખરેખર ! તમને બંનેને ધન્ય છે.
આ પ્રમાણે કરુણ વિલાપ કરી રહ્યા છે. ત્યારે પોતાના ધ્યાનમાં નિશ્ચલ એવા તે બંને મુનિઓના આયુષ્ય ક્ષીણ થયા. કાળધર્મ પામીને તેઓ સર્વાર્થસિદ્ધ વિમાન ઋદ્ધિસંપન્ન દેવ થયા. (મરણસમાધિ મુજબ – અન્યૂન એક માસ પછી તેઓ સવગથી વ્યુત્કૃષ્ટ થયા. ભગ્ર અસ્થિ થઈ તેમનાં માંસ અને સ્નાયુ વિનષ્ટ થયા.).
૦ આગમ સંદર્ભ :આયા. ૧૪૪ની વૃ, આયા.ચૂપૃ. ૧૩૯;
ઠા ૯૭૪ની . રાય૪રૂની વૃ;
મરણ. ૪૪૫ થી ૪૪૮; બુહ.ભા. ૪ર૧૯, ૪૨૨૩; આવ.પૂ.૧-પૃ. ૩૭૨;
૦ શીતલાચાર્ય કથા -
એક રાજપુત્ર હતો. તેનું નામ શીતલ હતું. તે કામભોગથી ખિન્ન થઈને પ્રવજિત થયા–દીક્ષા લીધી. તેમની બહેન કોઈ અન્ય રાજાને પરણાવેલ હતી. તેણીને ચાર પુત્રો હતા. તેણી તેના ચાર પુત્રોને કથા અવસરે કથા કહેતી હતી. (કથા મધ્યે વાત કરે છે કે-) તમારા મામાએ દીક્ષા અંગીકાર કરેલી છે ઇત્યાદિ. એ પ્રમાણે સમય વહેતો હતો.
ત્યારપછી તથારૂપ સ્થવિરો પાસે તે ચારેએ પણ દીક્ષા અંગીકાર કરી. દીક્ષા લઈને બહુશ્રુત થયા. પોતાના આચાર્ય ભગવંતને પૂછીને મામાને (શીતલાચાર્યન) વંદન કરવાને નીકળ્યા. કોઈ એક નગરમાં છે તેવા સમાચાર તેઓએ સાંભળ્યા. તેથી ચારે ભાઈ મુનિ તે નગર તરફ ચાલ્યા. તેટલામાં સંધ્યાકાળ થઈ ગયો, તેથી નગરની બહાર જ રહ્યા. કોઈ શ્રાવક નગર તરફ જઈ રહ્યો હતો. ત્યારે તેની સાથે શીતલાચાર્યને સંદેશો મોકલ્યો કે તમારા ચારે ભાણેજ મુનિઓ વંદનાર્થે આવ્યા છે પણ સંધ્યાકાળ થઈ ગયો હોવાથી નગરમાં પ્રવેશ કર્યો નથી.
ત્યારે તે શ્રાવકે જઈને શીતલાચાર્યને વાત કરી. સાંભળીને શીતલાચાર્ય પણ સંતોષ પામ્યા. આ તરફ ચારે ભાઈઓ રાત્રિના શુભ અધ્યવસાયમાં વર્તતા હતા, ત્યારે તે ચારે ભાઈ મુનિઓને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
શીતલાચાર્ય પ્રભાતે (નગર પ્રવેશ તરફની દિશામાં અવલોકન કરે છે. અર્થાતું, રાહ જુએ છે. હમણાં મુહર્ત માત્રમાં ચારે ભાણેજ મુનિ આવશે તેમ તેઓ વિચારે છે. છતાં ન આવ્યા ત્યારે શીતલાચાર્યને થયું કે અર્થપોષી કરીને આવશે. ઘણી રાહ જોવા છતાં પણ ચારે ભાણેજમુનિ ન આવ્યા ત્યારે તેઓ (નગર બહાર) દેવકૂલિકા તરફ ગયા.
ચારે ભાઈ મુનિઓ તો વીતરાગ – કેવલજ્ઞાની હોવાથી સામેથી આવતા એવા શીતલાચાર્ય (મામા મહારાજ)નો આદર કરતા નથી. (કેમકે કેવલીનો તે આહાર નથી). શીતલાચાર્યએ દંડ સ્થાપીને ઇર્યાપથ પ્રતિક્રમણ કર્યું, આલોચના કરી. (તો પણ ચારે ભાઈમુનિઓ કશું જ ન બોલ્યા ત્યારે તેમણે રોષાયમાન થઈને પૂછયું-) તમને કઈ રીતે
૪/૧૪