________________
ભ્રમણ કથા
૨૦૭
કોઈ સુકૃતથી અત્યારે હું દેવતાઈ ભોગો ભોગવી રહ્યો છું.
વળી મારા મનમાં એક વાત ખટકે છે – હજુ મારા ઉપર બીજો કોઈ સ્વામી છે. હવે હું એવું કંઈક કરું કે, મારા ઉપર કોઈ સ્વામી ન હોય. અહીં તો પૂર્વભવમાં ઉપાર્જિત પુણ્યના પ્રભાવથી મેં ઘણાં સુખ–ભોગ ભોગવ્યા. હવે આવો સુંદર ભવ પ્રાપ્ત કરીને સમગ્ર ધર્મમાં મારી મતિ કરું જેથી મોક્ષ અને સ્વર્ગનો માર્ગ સરળ થાય.
હવે તે સમયે અચાનક જ રાજગૃહ નગરે ધર્મઘોષ ગુરુ પધાર્યા. સર્વ બળ—સૈન્ય અને પરિવાર સહિત શ્રેણિક રાજાએ ત્યાં જઈને તેમને વંદન કર્યું. શાલિભદ્ર પણ ત્યાં પહોંચ્યા. આચાર્ય ભગવંતે ધર્મ કહ્યો. તે સાંભળતા શાલિભદ્રનો સંવેગ વધુ દૃઢ થયો. પછી શાલિભદ્રે પૂછયું કે, મારા ઉપર હજી સ્વામી છે. જો મારે કોઈ સ્વામી માથે ન જોઈતા હોય તો મારે શું કરવું ? ધર્મઘોષ આચાર્યએ કહ્યું, તો તું સંયમ અંગીકાર કરે. ત્યારે શાલિભદ્રને વૈરાગ્યભાવ થયો. શુદ્ધમતિ થઈ. પ્રવ્રજ્યા ગ્રહણ કરવાનો દૃઢ નિશ્ચય કરી ઘેર આવ્યા. આવીને માતાને વિનંતી કરી કે, હે માતા ! મેં આજે આચાર્ય ભગવંત પાસે અત્યંત મનોહર ધર્મશ્રવણ કર્યો છે. તેથી નાશ પામવાના સ્વભાવવાળા ભોગોથી મારું મન વિરક્ત થયું છે. હવે હું આ કામભોગ સર્વેનો ત્યાગ કરી, ચારિત્ર પાલન કરીશ. આ વચન સાંભળી પ્રથમ તો માતાને મૂર્છા આવી ગઈ. પછી કહ્યું કે, તું આવા કઠોર વચન ન બોલ. મારે માટે હું નેત્ર અને જીવિત સમાન છો. તારા વિના મારા પ્રાણ પલાયન થઈ જશે. તારા ઉપરના અતિશય સ્નેહને આધીન તારી પત્નીઓને ઝૂરતી હું જોઈ નહીં શકું. વળી તું તો ઘણો જ સુકુમાલ છે. આ કઠોર ચારિત્ર પાલન કરી શકીશ નહીં. આવું કહેવા છતાં શાલિભદ્ર તેના નિશ્ચયમાં દૃઢ રહ્યા. માતાએ ઘણી યુક્તિ-પ્રયુક્તિથી સમજાવ્યું. તેટલામાં શ્રમણ ભગવંત મહાવીર ત્યાં પધાર્યા.
આ વખતે અતિ સુંદર એવી શાલિભદ્રની બહેન તેના પતિ ધન્ય સાર્થવાહને અયંગન કરતી હતી. ત્યારે રૂદનથી અશ્રુજળ ધન્યના શરીર પર પડ્યું ત્યારે ધન્યએ તેણીને પૂછ્યું કે, તું કેમ રડે છે ? ત્યારે તેણીએ કહ્યું કે, મારો ભાઈ શાલિભદ્ર દીક્ષા લેવાને માટે તૈયાર થયો છે. દરરોજ તે એક—એક શય્યાનો પત્નીનો ત્યાગ કરે છે. ત્યારે ધન્ય એ તેણીને કહ્યું, તારો ભાઈ તો કાયર પુરુષ છે કે, જે રોજ એક જ પત્નીનો ત્યાગ કરે છે. સ્નેહને તોડવો હોય તો એક જ સપાટામાં તોડી નાંખવો જોઈએ. તે તો નામ પણ લેવાને લાયક નથી. ત્યારે તેણીએ ધન્યને કહ્યું કે, જો તમે ખરેખરા શૂરવીર છો તો તમે કેમ દીક્ષા લેતા નથી ?
ત્યારે ધન્યએ તેણીને કહ્યું કે, હું તારા આવા વચનની જ રાહ જોતો બેઠો હતો. હવે તું હમણાં જ વ્રત ગ્રહણ કરતો જોજે. ત્યારે શાલિભદ્રની બહેનને દશગણો વજ્રઘાત થયો. તેણી ઘણી જ કરગરવા અને રૂદન કરવા લાગી. પણ કૃત્ નિશ્ચયી એવા ધન્ય એ સ્વજન—પરિવારને એકઠો કરી સહસ્રવાહિની શિબિકામાં બેસીને, નીકળીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા ત્યાં આવ્યા. શીઘ્ર જ દીક્ષા ગ્રહણ કરી.
૦ ધન્ય અને શાલિભદ્રનું અનશન :
શાલિભદ્ર અને ધન્ય એ બંને મુનિઓએ અગિયાર અંગોનો અભ્યાસ કર્યો. અસંગ