________________
શ્રમણ કથા
૨૦૫
૦ શાલિભદ્રનો ભવ –
રાજગૃહ નગરીમાં પ્રસિદ્ધ અને ઋદ્ધિસંપન્ન એવા ગોભદ્ર નામે શ્રેષ્ઠી હતા. તેમને સૌભાગ્ય અતિશયવાળી ભદ્રા નામે ભાર્યા હતી. કેટલેક કાળે સંગમ ગોવાળનો જીવ મુનિદાનના પ્રભાવે તેણીના ગર્ભમાં આવ્યો. સ્વપ્નમાં તેણીએ શાલિક્ષેત્ર જોયું હોવાથી તેનું શાલિભદ્ર એવું નામ રાખવામાં આવ્યું. કાળક્રમે તે વૃદ્ધિ પામ્યો. સોહામણો યુવાન થયો. ત્યારે સમાન ઋદ્ધિ, ત્વચા, વયવાળી બત્રીશ શ્રેષ્ઠી કન્યાઓ સાથે તેના વિવાહ કરવામાં આવ્યા. તેની સાથે મનુષ્ય સંબંધિ પાંચ પ્રકારના ઉદાર ભોગ ભોગવતો સમય વ્યતીત કરવા લાગ્યો.
તેના પિતા ગોભદ્ર શ્રેષ્ઠી મૃત્યુ પામીને દેવલોકમાં ઉત્પન્ન થયેલા. (આગમેત્તર ગ્રંથ મુજબ ગોભદ્ર શેઠ કે તેજપાલ વાણોત્તરનો જીવ હતો. તે પૂર્વભવનું દેવું ચૂકવવા અથવા બીજા મતે પૂર્વભવના અપાર સ્નેહને કારણે) દેવલોકથી નિત્ય નવીન વસ્ત્ર, ભોજન, પુષ્પ, વિલેપન, આભુષણ આદિની પેટીઓ મોકલવા લાગ્યા. દેવલોકના દેવની પેઠે તે બત્રીશે કન્યાઓ સાથે દિવ્ય ભોગ ભોગવવા લાગ્યો. તે ઘણો જ ઋદ્ધિસંપન્ન હતો અને સંસાર સંબંધિ સર્વ સુખનો ઉપભોગ કરી રહ્યો હતો.
કોઈ સમયે રાજગૃહ નગરમાં અતિ મૂલ્યવાનું રત્નકંબલ લઈને વેચવા આવ્યો. તે શ્રેણિકના મહેલમાં આ રત્નકંબલ વહેંચવા ગયો. પણ તેની કિંમત લાખો સુવર્ણમૂલ્ય હોવાથી શ્રેણિકે રત્નકંબલની ખરીદી ન કરી. નિરાશ વદને તે વેપારી પાછો ફરતો હતો. ત્યારે તે ભદ્રા શેઠાણીને ઘેર આવ્યો. તેના મનમાં થતું હતું કે જે રત્નકંબલો રાજા ખરીદી ન શક્યો તે બીજું કોણ ખરીદશે.
ત્યારે ભદ્રા શેઠાણીએ બધાં રત્નકંબલનું મૂલ્ય ઠરાવી ખરીદી લીધાં. પણ તેની સંખ્યા માત્ર સોળ હતી. તેથી તેણીએ શાલિભદ્રની બત્રીશ પત્ની માટે દરેક રત્નકંબલના બે—બે ટુકડા કરી દરેક પુત્રવધૂને આપી દીધા. તે બધી સ્ત્રીઓએ પગલુછીને ખાળમાં ફગાવી દીધા. જ્યારે ચેલણા રાણીને ખબર પડી કે શ્રેણિક રાજાએ એક પણ રત્નકંબલ ખરીદ્યુ નહીં, ત્યારે તેણી શ્રેણિક રાજાથી ઘણી જ નારાજ થઈ. તેણીએ કહ્યું કે, તમને એક રત્નકંબલ ખરીદવાનું મૂલ્ય પણ ન મળ્યું ? ત્યારે શ્રેણિકે ફરી રત્નકંબલના વેપારીને બોલાવી એક રત્નકંબલ આપવા કહ્યું. વેપારીએ કહ્યું કે, બધાં રત્નકંબલ ભદ્રા શેઠાણીએ ખરીદી લીધાં. પુત્રવધૂઓને આપ્યા. જે તેમણે બે ટુકડા કરી પગ લૂંછી ફગાવી દીધા.
શ્રેણિક રાજા આ સાંભળીને વિસ્મય પામ્યો. વિચારવા લાગ્યો કે, અહો તેમની કેવી ઋદ્ધિ હશે? તે બત્રીશ કન્યાનો પતિ શાલિભદ્ર કેવો સુકુમાર હશે? મારે જરૂર તેને જોવા જોઈશે. પછી તેણે ભદ્રા શેઠાણીને કહેવડાવ્યું કે, નેત્રના ઉત્સવભૂત એવા શાલિભદ્ર પુત્રને અહીં લાવો. ત્યારે ભદ્રામાતાએ જવાબ મોકલ્યો કે, અતિ સુખશાળી શાલિભદ્ર ત્યાં કેવી રીતે આવી શકે ? તે તો ઘણો જ સુકુમાર છે. માટે તે સ્વામી ! કૃપા કરીને આપ મારે ઘેર પધારો.
રાજાએ ભદ્રા શેઠાણીના કર્મકારોનું સન્માન કર્યું. ત્યાં આવવાની અનુમતિ આપી. ભદ્રાએ ત્યારે આખા ઘરને વિવિધ વસ્ત્રો, રત્નો, મણી ઇત્યાદિથી સમજાવ્યું. ચિત્રામણ