________________
૧૯૮
આગમ કથાનુયોગ-૪
ચૈત્યભક્તિ દ્વારમાં પણ વજસ્વામીનું દૃષ્ટાંત અપાય છે. કેમકે તેઓએ શાસનની અપભ્રાજના નિવારવા અને શ્રાવકોના વાત્સલ્યને માટે પુષ્પો લાવીને આપ્યા. તેના દ્વારા દિવ્ય પૂજા કરાવી.
નિશીથ ચૂર્ણિકાર આ દૃષ્ટાંત સાધર્મિક વાત્સલ્યમાં આપે છે.
માનિશીથ સૂત્ર-૫૯૦માં એક વિશિષ્ટ હકીકત જણાવી છે કે, કાલની પરિહાણીના દોષથી તે નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિકા આદિનો ઘણો જ વિચ્છેદ થવા લાગ્યો હતો, ત્યારે મહાદ્ધિ, લબ્ધિસંપન્ન પદાનુસારી લબ્ધિવાળા વજસ્વામી નામે બાર અંગરૂ૫ શ્રતને ધારણ કરનારા આચાર્ય થયા. તેમણે પંચમંગલ મહાશ્રુત સ્કંધનો આ ઉદ્ધાર મૂળ સૂત્રની મધ્યે લખ્યો.
૦ આગમ સંદર્ભ :આયામૂ.૧, ૫૦૯ની વૃ; આયા.નિ. ૩૩૫ની વૃ,
આયા.. ૨૪૭; મરણ ૪૬૯ થી ૪૭૪; નિસી.ભા. ૩ર + ચું, નિસી.ભા. ૪૪૭૧ની ચૂ મહાનિ ૫૯૦;
આવનિ ૭૬૪ થી ૭૭૩, ૭૭૬, ૫૦, ૧૧૮૦ + ૬ આવ યૂ.૧–પૃ. ૩૮૧ થી ૪૦૩, ૪૦૬, ૪૧૧, ૫૪3;
ઓનિ ૭૧૫ + વૃક દસ. યૂ.. ૯૭; ઉત્ત.નિ. ૯૭ +
નંદી. ર૯ + ૬ કલ્પસૂત્ર સ્થવિરાવલી
૦ વજભૂતિ કથા :
દ્રવ્યથી પરિચ્છન્ન નહીં પણ ભાવથી પરિચ્છન્નનું આ દૃષ્ટાંત છે –
ભૃગુકચ્છ નગરમાં નભોવાહન નામે રાજા હતો. તેને પદ્માવતી નામે રાણી હતી. તે નગરમાં વજભૂતિ નામે આચાર્ય હતા. તેઓ મહાકવિ હતા, પરિવાર રહિત અને મંદરૂપવાળા – કદરૂપા હતા. તેમના કાવ્યોથી અંતઃપુર ગુંજતું રહેતું હતું. તે પદ્માવતી પણ તેમના કાવ્યોથી હતહદય થઈ કોઈ દિવસ વિચારવા લાગી કે, જેમના કાવ્ય આવા છે તે કવિને મારે એક વખત જોવા છે.
ત્યારપછી રાજાની અનુજ્ઞા પામી દાસીઓ વડે સંપરિવૃત્ત થઈને મહાઈ એવા તે અણગારના ઔચિત્યને જાળવતી તે વજભૂતિની વસતિમાં ગયા. તેમને નજીક આવતા જોઈને વજભૂતિ અણગાર જાતે પોતે તેમની સામે ચાલ્યા, પદ્માવતીએ પૂછયું કે, વજભૂતિ આચાર્ય કયાં છે ? વજભૂતિ આચાર્યએ કહ્યું, બહાર ગયા છે. દાસીએ સંજ્ઞા દ્વારા જણાવ્યું કે, આ જ વજભૂતિ છે. ત્યારે વિરાગ પામીને પદ્માવતી વિચારવા લાગી કે, કસેરુ નદીનું પાણી પીવું સારું, પણ આનું દર્શન–મોઢું જોવું સારું નથી.
અહીં કસેરુ નામે એક નદી હતી. તે નદીની પ્રસિદ્ધિ ઘણી જ હતી. પણ તેનું પાણી તેની પ્રસિદ્ધિને અનુરૂપ ન હતું. તે રીતે વજભૂતિની કાવ્યશક્તિ ઘણી હતી પણ તેનું દર્શન તેને અનુરૂપ ન હતું. (આ ફક્ત દષ્ટાંત છે, તેથી વધુ કોઈ માહિતી આ કથા સંબંધે મળતી નથી.)
૦ આગમ સંદર્ભ :વવ.ભા. ૧૪૦૭;
વવ.ભા. ૧૪૦૮, ૧૪૯ત્ની –– – –