________________
૧૯૬
આગમ કથાનુયોગ-૪
-
-
-
ઉપસ્થિત થયા. તેમણે કહ્યું કે, તમારા જેવા નાથ હોય તો પણ પ્રવચનની અપભ્રાજના થાય તો તમે જાણો.
આ પ્રમાણે જુદી જુદી રીતે વજસ્વામીને કહ્યું, ત્યારે તે માહેશ્વરી ગયા. ત્યાં હુતાશન નામે વ્યંતરાયન હતું. ત્યાંથી પુષ્પોનો કુંભ લીધો. પછી વજસ્વામીએ પિતાના મિત્રને સાધ્યો. તે સંભ્રાન્ત થઈને બોલ્યા. તમારા આગમનનું પ્રયોજન શું છે ? ત્યારે વજસ્વામીએ કહ્યું કે, અમારે પુષ્પનું પ્રયોજન છે. તે બોલ્યો કે, આ પુષ્પ લઈને મારા ઉપર અનુગ્રહ કરો ત્યારે વજસ્વામીએ કહ્યું, તમે પુષ્પો એકઠા કરો, તેટલામાં હું આવું છું.
ત્યારપછી વજસ્વામી લઘુ હિમવંત પર્વતે શ્રીદેવી પાસે ગયા. શ્રીદેવીએ પણ ચૈત્ય પૂજા નિમિત્તે પદ્મ આપ્યું. પછી શ્રીદેવીએ વંદના કરી. તે લઈને વજસ્વામી અગ્રિગૃહે આવ્યા. ત્યાં દેવે વિમાન વિકુવ્યું. ત્યાં કુંભમાં પુષ્પોને ભરીને લીધા. ત્યારપછી તે જંભક દેવગણથી પરિવરેલા દિવ્ય ગીત ગંધર્વનિનાદ સાથે આકાશ માર્ગે ચાલ્યા. તે પદ્મના વંત પર વજસ્વામી બેઠા. ત્યારે તે બૌદ્ધો કહેવા લાગ્યા. અમને પણ આવું પ્રાતિહાર્ય આપો. અડધા પુષ્પ લઈને નીકળ્યા. ત્યાંથી વિહાર કરી અહેતુના ગૃહે ગયા. ત્યાં દેવે મહિમા કર્યો. ત્યારે લોકમાં અતિ બહુમાન થયું. રાજા પણ પછી શ્રમણોપાસક થયો.
આ રીતે માહેશ્વરી નગરીથી વ્યંતર દેવના કૂળથી પુષ્પનો ઢગલો લઈને પુરિકા નગરીએ આકાશ માર્ગે લઈ ગયા. તે મહાનુભાગ વજસ્વામીની અચિંત્ય શક્તિ જાણવી. આ પ્રમાણે વિચરતા તેઓ શ્રીમાલ નગરે ગયા. અપૃથક્ એવા અનુયોગના ચાર વાર – ચરણ, ધર્મ, કાળ અને દ્રવ્યને પૃથકૃત્વ અનુયોગ કર્યા. જે પછી વ્યચ્છિન્ન થયા. હાલ જે પૃથક્ અનુયોગ વર્તે છે તે આર્યરક્ષિતે કરેલ છે. ૦ આર્ય રક્ષિતને અધ્યાપન :
તે વખતે આર્યરક્ષિતે જાણ્યું કે, આર્ય વજ અત્યારે યુગપ્રધાન આચાર્ય છે તેવું સંભળાય છે. તેઓ દષ્ટિવાદનું ઘણું જ જ્ઞાન ધરાવે છે. ત્યારે આર્યરક્ષિત તેમની પાસે આવવા નીકળ્યા. (ઇત્યાદિ કથા આર્યરક્ષિત તથા ભદ્રગુપ્ત આચાર્યની કથામાં આવી ગયેલ છે.) થોડા જ કાળમાં આર્યરક્ષિત નવ પૂર્વે ભણી ગયા. પછી આર્યવજે તેમને દશમું પૂર્વ ભણાવવાનો આરંભ કર્યો. ત્યારે તેમણે આર્યરક્ષિતને “યવિકા” કરવાનું કહ્યું. આ તેનું પરિકર્મ છે તેમ જણાવ્યું. પછી આર્યરક્ષિતે તેમની પાસેથી સૂક્ષ્મ અને ગાઢ એવા ચોવીશ યવિકો ગ્રહણ કર્યા. પછી તેમની પાસે ફલ્યુરક્ષિતને સ્થાપીને ગયા.
જ્યારે આર્યરક્ષિત યવિકા અધ્યયનથી અતિ પૂર્ણિત થયા ત્યારે તેમણે વજસ્વામીને પૂછયું કે, દેશમાં પૂર્વમાં હજી કેટલું બાકી છે ? ત્યારે વજસ્વામીએ કહ્યું, બિંદુ માત્ર અભ્યાસ થયો છે અને સમુદ્રપર્યત બાકી છે. એમ કહીને બિંદુ અને સમુદ્રનું તથા સરસવ અને મેરનું દૃષ્ટાંત આપ્યું. ત્યારે આર્યરક્ષિત વિષાદગ્રસ્ત થયા. તેમને થયું કે, આટલું અધ્યયન કરવા મારી શક્તિ ક્યાં છે ? એ પ્રમાણે રોજ પૂછવા લાગ્યા. પછી મારો ભાઈ ફલ્યુરક્ષિત હવે ભણશે તેમ કહીને આર્યરક્ષિત ત્યાંથી નીકળી ગયા. ૦ વજસ્વામીની અંતિમ આરાઘના :
ત્યારપછી વજસ્વામી પણ દક્ષિણા પથ વિચરવા લાગ્યા. તેમને શ્લેષ્મ – કફની