________________
શ્રમણ કથા
૦ ભદ્રબાહુ અને સ્થૂલભદ્રનો પ્રબંધ :–
સ્થૂલભદ્ર ભદ્રબાહુસ્વામી પાસે ચૌદ પૂર્વે ભણેલા. જેમાંના દશ પૂર્વે અર્થસહિત ભણેલા અને બીજા ચાર પૂર્વી માત્ર મૂખથી—સૂત્રરૂપે ભણ્યા. ઇત્યાદિ સર્વ વૃત્તાંત સ્થૂલભદ્રના કથાનકમાં કહેવાઈ ગયેલ છે. કથા જુઓ ‘‘સ્થૂલભદ્ર.’ ૦ ભદ્રબાહુસ્વામી દ્વારા શ્રુત સમુદ્ધાર :
સકલ ચૌદ પૂર્વધર એવા ભદ્રબાહુસ્વામીએ કે જે (દશાશ્રુતસ્કંધ નિયુક્તિ-૧-ની ચૂર્ણિમાં જણાવ્યા પ્રમાણે−) છેલ્લા ચૌદ પૂર્વધર હતા. તેઓએ પ્રત્યાખ્યાન પૂર્વમાંથી દશા, કલ્પ, વ્યવહાર એ ત્રણ સૂત્ર ઉદ્ધરેલા. જેના વર્તમાન નામ દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પ, વ્યવહાર નામે ઓળખાય છે. વર્તમાનમાં પ્રસિદ્ધ કલ્પસૂત્ર (કે જે દશાશ્રુતસ્કંધનું આઠમું અધ્યયન છે) તે ભદ્રબાહુસ્વામીનું જ ઉદ્ધૃત્ છે.
ભદ્રબાહુસ્વામીએ દશ સૂત્ર પર નિર્યુક્તિઓની રચના કરી છે – આયાર, સૂત્રકૃતુ, સૂર્યપ્રજ્ઞપ્તિ, દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પ, વ્યવહાર, આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન અને ઋષિભાષિત. તદુપરાંત ઓઘનિર્યુક્તિ અને પિંડનિયુક્તિ એ બંને સ્વતંત્ર નિર્યુક્તિ કે જે હાલ મૂળસૂત્રરૂપે પ્રસિદ્ધ છે, તે પણ ભદ્રબાહુ સ્વામીની જ રચના (ઉદ્ધરણ) છે. ચૌદપૂર્વી ભદ્રબાહુસ્વામીએ દ્વાદશાંગના નવનીતરૂપ પાંચ પ્રકારના વ્યવહાર ઉદ્ધરિત કર્યા હતા આગમ, શ્રુત, આજ્ઞા, ધારણા અને જીત.
તેમની ઘણી ગાથાનું નિશીથ સૂત્ર આદિમાં ઉદ્ધરણ નજરે પડે છે.
આ ઉપરાંત પારંચિત, અનવસ્થાપ્ય. એ બે પ્રાયશ્ચિત્ત વિશે પણ જીતકલ્પભાષ્ય૧૦૨માં એવું જણાવે છે કે, ભદ્રબાહુ સ્વામી બાદ કાળક્રમે વ્યચ્છિન્ન થયા. ૦ આગમ સંદર્ભ :
આયા.નિ. ૧, ૧૬૭ની ;
સૂર.વૃત્તિ ગાથા. ૫;
નિસી.ભા. ૭૭, ૨૦૬, ૪૪૨, ૧૮૯૫, ૩૬૯૮, ૪૦૬૫, ૪૪૦૫, ૪૭૮૫, ૪૮૮૯, ૫૦૦૯, વવ.ભા. ૧૮૬૧, ૨૬૯૯, ૪૪૨૮ની વૃ;
૫૭૧૩ની ચૂ;
દસા.નિ. ૧ની ચૂ;
આવનિ. ૮૪, ૮૫;
આવ.નિ. ૧૨૮૪ની વૃ; પિંડ.નિ.૧-પૂર્વેની વ્; નંદી. ૨૪ની ;
જીય.ભા. ૨૫૮૬;
આવ ચૂ.૨-પૃ ૧૮૭, ૨૩૩;
ઓહ.નિ.૧–ની વૃ; ઉત્ત.ચૂ.૫ ૫૬;
૧૭૭
ગચ્છા. ૮૪ની વૃ;
બુ.ભા. ૫૨૫૪, ૫૨૫૫ + ;
X - મા X
૪/૧૨
૦ ભશક ઃ
વાણારસીના રાજા જિતશત્રુના પુત્ર અને જરાકુમારના પૌત્રનું નામ ભસક હતું. તેને શશક નામે એક ભાઈ હતો અને સુકુમાલિકા નામે બહેન હતી. તે ત્રણેએ દીક્ષા લીધી. તેમની સંપૂર્ણ કથા સુકુમાલિકાની કથામાં આપી છે. કથા જુઓ – સુકુમાલિકા.
૦ આગમ સંદર્ભ :
નિસી.ભા. ૧૩૫૧ની ચૂ;
ઉત્તનિ. ૯૧ + ; કલ્પસ્થવિરાવલિ.