________________
શ્રમણ કથા
૧૯૩
આચાર્ય ભગવંત મધ્યાહ્ન સાધુઓ ભિક્ષાર્થે નીકળ્યા ત્યારે પોતે સંજ્ઞાભૂમિ–(ચંડીલ અર્થે) નીકળ્યા. વજસ્વામીને ઉપાશ્રય સાચવવા રાખ્યા. ત્યારે વજસ્વામીએ સાધુના વીંટીયાઓની માંડલી બનાવી. પોતે મધ્યમાં બેઠા. વાચના આપવા લાગ્યા. ત્યારે પરીપાટી ક્રમે તેઓ અગિયારે અંગની વાંચના આપી. પૂર્વગતશ્રત પણ તેઓ વાંચનારૂપે બોલી ગયા.
તેટલામાં આચાર્ય ભગવંત આવ્યા. તેઓ વિચારવા લાગ્યા કે, આ કોણ બોલી રહ્યું છે. નાના સાધુઓ પણ આવ્યા. તેમણે શબ્દો સાંભળ્યા. મેઘના રસ સમાન વાણી બહાર જ ઊભા-ઊભા સાંભળવા લાગ્યા. ત્યારે ખબર પડી કે, આ તો વજનો અવાજ છે. પછી અંદર આવીને “નિસીપી” એવો અવાજ કર્યો – બોલ્યા. આચાર્ય ભગવંતને કોઈ શંકા ન જાય તે માટે તે બાળ એવા વજમુનિએ બધાંના વીંટીયા પોતપોતાના સ્થાને મૂકી દીધા. બહાર આવીને આચાર્ય ભગવંતનો દંડ લઈ યથાસ્થાને મૂક્યો. તેમના પગની પ્રમાર્જના કરી.
ત્યારે આચાર્ય ભગવંતે વિચાર્યું કે, સાધુઓ આમનો પરાભવ ન કરે તેવું કંઈક કરું. રાત્રે તેમણે કહ્યું કે, મારે અમુક ગામે જવું છે. ત્યાં મને બે કે ત્રણ દિવસ રોકાવું પડશે. ત્યારે જેઓ યોગમાં હતા – વાચના ચાલતી હતી. તેવા સાધુઓએ પૂછયું કે, અમારા વાંચનાચાર્ય કોણ થશે ? આચાર્ય ભગવંતે કહ્યું કે, આ વજ તમને વાંચના આપશે. તે સાધુઓ વિનીત હોવાથી તેમણે એ વાત સ્વીકારી, આચાર્ય ભગવંત જ આ વાત જાણતા હતા, તેઓ વિહાર કરી ગયા.
- સાધુઓએ પણ પ્રભાતે વસતિની પ્રતિલેખના કરી. વસતિ, કાળ, નિવેદનાદિ વજસ્વામી પાસે કર્યા. તેમની પાસે નિષદ્યા રચી. વજસ્વામી ત્યાં બેઠા. સાધુઓએ પણ જે રીતે આચાર્ય ભગવંતનો વિનય કરતા હતા, તે રીતે જ વજસ્વામીનો વિનય કર્યો. ત્યારે વજસ્વામીએ વ્યક્ત–વ્યક્ત શબ્દો વડે બધાંને અનુપરિપાટી ક્રમે સૂત્રના આલાપકો આપ્યા. જેઓ મંદ મેધાવાળા હતા. તેઓ પણ જલ્દીથી તે મૃત ગ્રહણ કરવા લાગ્યા. તે બધાં વિસ્મિત થયા. જેઓએ પૂર્વે જે આલાપકોને ભણ્યા હતા, તેના વિન્યાસ અર્થે પૂછ્યું, તે પણ વજસ્વામીએ બધાં કહ્યા. ત્યારે તેઓ સંતુષ્ટ થઈને કહેવા લાગ્યા કે, જો આચાર્ય ભગવંત થોડાં વધુ દિવસ માટે જ્યાં ગયા છે ત્યાં રોકાય તો આ શ્રુતસ્કંધ થોડા સમયમાં સમાપ્ત થઈ જશે. જે સૂત્રો આચાર્ય પાસે લાંબા કાળ પરિપાટીક્રમે ગ્રહણ થાય છે, તે વજમુનિ એક પૌરૂષીમાં શીખવી દે છે. એ રીતે તેઓ બહુમત–સંમત થયા.
આચાર્ય પણ આ બધું જાણીને પાછા આવ્યા. બાકી રહેલું શ્રુત પણ સારી રીતે ભણે એમ વિચાર્યું. તેમણે પૂછયું કે, મારા ગયા પછી સ્વાધ્યાય સારો થયો? તેઓએ કહ્યું કે, હા, સારો થયો. હવે વજમુનિ જ અમારા વાચનાચાર્ય થાઓ. ત્યારે આચાર્ય ભગવંતે પણ તે વાત સ્વીકારી. તમે વજમુનિનો પરાભવ ન કરો. તે જાણવા માટે જ મેં વિહાર કર્યો હતો. જો કે તેને વાંચના આપવી કલ્પતી નથી. કેમકે તેણે આ શ્રત માત્ર કાન વડે જ ગ્રહણ કરેલ છે. તેથી પહેલા તેનો ઉત્સાર કલ્પ કરવો પડશે. પછી જલદીથી તેનો ઉત્સાર કર્યો (સૂત્ર પ્રદાન કર્યા બીજી પોરિસીમાં અર્થ પણ કહી દીધા. એ રીતે ૪િ/૧૩