________________
શ્રમણ કથા
૧૯૧
બનાવીને તેમાં તે બાળકને ગ્રહણ કર્યો. તે બાળક પણ સંજ્ઞી-જાતિસ્મરણ જ્ઞાનવાળો હતો, તેથી જેવો સાધુએ ઝોળીમાં ગ્રહણ કર્યો કે તુરંત જ તેણે રોવાનું બંધ કરી દીધું. પછી ઉપાશ્રયે આવ્યા ત્યારે આચાર્ય ભગવંતે ભારયુક્ત ભાજન જોઈને હાથ લંબાવ્યો. ત્યારે આર્ય ધનગિરિએ તે બાળકને હાથમાં સોંપ્યો. ત્યારે આચાર્ય ભગવંતના હાથ તે બાળકના ભારથી ભૂમિને સ્પર્શી ગયા. ત્યારે તેમણે કહ્યું કે, હે આર્ય ! આનો ભાર તો વજ જેવો લાગે છે. જ્યારે જોયું ત્યારે દેવકુમાર સદશ બાળક હતો. આચાર્ય ભગવંતે કહ્યું કે, આનું સારી રીતે સંરક્ષણ કરજો. આ બાળક ભવિષ્યમાં પ્રવચનનો આધાર બનશે. ત્યારે તેનું વજ એવું નામ રાખ્યું.
ત્યારપછી તે બાળક સાધ્વીઓને સોંપ્યો. તેઓએ શય્યાતર કુળની શય્યાતરા. સ્ત્રીઓને આપ્યો. તેમણે પોતાનો જ બાળક હોય તેમ તેને ઉછેરવાનો શરૂ કર્યો. તે સ્ત્રીઓ વજને નવડાવતી, તૈયાર કરતી, દૂધ પીવડાવતી હતી. પછી બાળક કાલી–ઘેલી ભાષામાં જેવું ઉચ્ચારણ કરતો હતો, તેવા આકાર તેને દેખાડતી અને સાથે ક્રીડા કરતી હતી, એ રીતે તે બાળક મોટો થવા લાગ્યો. પ્રાસુકપ્રતિચાર તેને ઇષ્ટ હતો. સાધુઓ પણ બીજે વિચરતા હતા.
ત્યારપછી સનંદા પોતાના આવા હૃષ્ટ–પુષ્ટ પુત્રને પાછો લેવા આવી. પણ શધ્યાતરા તેને આપતી નથી. ત્યારે તેણી આવી બાળકને સ્તનપાન કરાવી જતી. આ પ્રમાણે તે બાળક ત્રણ વર્ષનો થયો. અન્ય કોઈ દિવસે સાધુઓ વિચરતા ત્યાંજ પાછા આવ્યા. ત્યારે બાળકને પાછો લેવા માટે સુનંદાએ માંગણી કરી. આખી વાત રાજકૂળેઅદાલતમાં પહોંચી. સુનંદા કહેવા લાગી કે, મેં આ પુત્રને આટલા સમય માટે જ આપ્યો હતો. સાધુએ સાચી વાત જણાવી પણ સાક્ષીઓ ફરી ગયા. આખું નગર સુનંદાના પક્ષમાં ભળી ગયું. તેણી અનેક રમકડાં વગેરે લઈને રાજાની પાસે ન્યાય મેળવવા પહોંચી ગઈ
ત્યારે રાજા પૂર્વાભિમુખ બેઠો, દક્ષિણાભિમુખ શ્રમણાદિ સંઘ બેઠો. રાજાના ડાબે પડખે સ્વજન પરિવાર સહિત સુનંદા બેઠી. ત્યારે રાજાએ કહ્યું કે, બોલાવવાથી આ તમારો બાળક જેની પાસે જશે, તે બાળક તેનો થશે, ત્યારે બંને પક્ષોએ રાજાની વાત
સ્વીકારી. પણ પહેલા બાળકને કોણ બોલાવે ? રાજાએ કહ્યું કે, પુરુષપ્રધાન ધર્મ છે, માટે પહેલા પુરુષવર્ગ (સાધુ) બાળકને બોલાવશે. ત્યારે નગરજનોએ કહ્યું કે, ના, આ બાળક તો સાધુઓનો પરિચિત છે. તેથી તે તેમને જ ઓળખશે. માટે પહેલા માતાને બોલાવવાનો અધિકાર મળવો જોઈએ. વળી માતા દુષ્કરકારિકા છે. ત્યારે કોમળ હૃદયવાળા રાજાએ તેઓની આ વાતનો સ્વીકાર કર્યો. ૦ વજ દ્વારા રજોહરણ ગ્રહણ, સુનંદાની દીક્ષા :
સુનંદાને જ્યારે તેના પુત્રને બોલાવવાની મંજૂરી મળી ત્યારે તેણી ઘોડા, હાથી, રથ, બળદના મણિ, કનક, રત્નના રમકડાં વડે બાળકને લોભાવવા માટે બોલી, હે વજસ્વામી! લે, આ બધું તારે રમવા માટે આપું. તે વખતે વજસ્વામી તેને જોતો જોતો મૌન જ ઊભો રહ્યો. કેમકે તે સંજ્ઞીપણાથી જાણતો હતો કે, જો સંઘની અવમાન્યા કરીને